Details

  1. home
  2. Products
  3. નિમજ્જન

નિમજ્જન

Nimajjan

By: Anila Dalal
₹275.00

રવીન્દ્રનાથનાં સર્જનોમાં પ્રકટ થતું તેમનું દર્શન તેમને વિશ્વનાં સંસ્કારપુરુષોની સાથે સ્થાન આપે છે. તેમની સર્જકપ્રતિભા સાહિત્ય, સંગીત, કલા, ચિત્ર જેવાં અનેક ક્ષેત્રોમાં પરિસ્ફુટ થયેલી છે. તેમનાં વ્યક્તિત્વનાં ઘણાં સમૃદ્ધ પાસાં છે; તે દેશપ્રેમી, કેળવણીકાર, આધ્યાત્મિક ચિંતક, આંતરરાષ્ટ્રીયવાદી વિચારક છે. તેમનો સાચો પરિચય કરાવે તેવો શબ્દ તો છે કવિ-દૃષ્ટા, Visonary. તેમની કવિતામાં પ્રકટ થતી આધ્યાત્મિક ખોજ, સૌંદર્યની માવજત, મરમી બાઉલ અને વૈષ્ણવ કવિની રહસ્યમયતા- જાણે એક આખીયે સંસ્કૃતિને પોતાનામાં સમાવી લઈ સૌંદર્યની પરિભાષામાં ઉઘાડી દે છે. શિક્ષણક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા રવીન્દ્રનાથે માત્ર ‘શાંતનિકેતન’ અને ‘શ્રીનિકેતન’ સંસ્થાઓ સ્થાપી હોત તો પણ તેમનું નામ રાષ્ટ્રના ઘડવૈયાઓમાં અગ્રેસર રહ્યું હોત.
તેમનાં આધ્યાત્મિક ચિંતનમાં ઉપનિષદ્‌નું ‘એકોઽહમ્ બહૂચ્યામ્’ દર્શન છે, પણ મધ્યકાલીન સંતોમાં પ્રકટ થયેલો સંન્યસ્તનો ભાવ ત્યાં નથી. એમણે આ ધરતીને ભર્યાભર્યા હૃદયથી ચાહી છેઃ

 

મરિતે ચાહિ ના આમિ સુન્દર ભુવને
માનવેર માઝે આમિ બાઁસિબારે આઈ.

રવીન્દ્રનાથનો માનવતાવાદ માનવ-માનવ વચ્ચે તેમજ માનવ-પ્રકૃતિ વચ્ચે સંવાદને સૂચવે છે. તેમનો મંત્ર છે ઃ ‘યત્ર વિશ્વં ભવતિ એક નીડમ્.’ તેમનો રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રની સીમાઓને ઓગાળી દેતો વૈશ્વિક પ્રેમ છે ઃ ‘ભારતતીર્થ’ કાવ્ય આનું નિદર્શન છે. સાચા ભારતીય હોવું એટલે વિશ્વનાગરિક હોવું તે છે. પૂર્વ અને પશ્ચિમે એકબીજાને પૂરક બનવાનું છે. દેશ-વિદેશનાં ભ્રમણો દરમિયાન ટાગોર તેમનો ‘એક વિશ્વ’નો સંદેશ લઈ ગયા હતા. તેમની સાધનાનો, તેમની વિરાટ પ્રતિભાનો અતિ અંતરંગ અંશ છે તેમની ગીત-સૃષ્ટિ અને રવીન્દ્ર સંગીત.
રવીન્દ્રનાથનું આ વિશાળ વ્યાપક દર્શન સદૈવ પ્રેરણાદાયી બની રહેશે.

Product Details

  • Pages:200 pages
  • Language:Gujarati
  • Format:Paperback