રાની ચંદ
અવનીન્દ્રનાથના વ્યક્તિત્વને જીવંત કરતું આ પુસ્તક માત્ર તેમનું સ્મરણ ન બની રહેતા એક દાર્શનિક અને કલાત્મક સફર પર લઈ જાય છે જે કલાપ્રેમીઓ અને વાચકો માટે પ્રેરણાદાયી બની રહે છે.
₹375.00
જિગર જોષી 'પ્રેમ'
પ્રણય, પીડા, પ્રકૃતિ, જીવન વિશેના પ્રશ્નો, ભીતરનો મૂંઝારો, ખાલીપો, દુનિયાની વ્યાવહારિકતા, બુઠ્ઠી થઈ ગયેલી સંવેદનાઓ જેવા ભાવોને સાંકળી લેતી જિગરભાઈની ગઝલો દરેક વાચકને જીવનની વણઉકેલાયેલી લિપિ ઉકેલવામાં મદદ કરશે.
₹250.00
મધુ રાય
અસંખ્ય ગુજરાતી વાચકોના લોકપ્રિય સર્જક મધુ રાયની તમામ વાર્તાઓ હવે એકસાથે માણવાનો અવસર એટલે તેમના બે ભાગમાં પ્રસ્તુત થતા વાર્તાસંગ્રહો– ‘એક હતો રાજા’ અને ‘એની માનીતી રાણી’.
₹525.00
₹650.00
પુષ્પા અંતાણી
આપણી માતૃભાષા ગુજરાતીમાં કહેવાયેલી આ રંગીન સચિત્ર વાર્તાઓ બાળકોને વાંચવાની તો મજા આવશે જ, સાથે દરેક વાર્તા સાથે છપાયેલો QR કોડ સ્કેન કરી પોતાની મનગમતા ડિવાઇસ પર આ વાર્તાઓ સાંભળી પણ શકશે.
₹175.00
મનીષા રાઠોડ
પ્રેરક પ્રસંગો અને ઘટનાઓ દ્વારા જીવનની મૂંઝવણને ઉકેલી તેને સમજવા માટેનો રસ્તો બતાવતું આ પુસ્તક દરેક વાચકને સ્પર્શી જઈ જીવનનો હેતુ સિદ્ધ કરવામાં મદદ કરશે.
₹300.00
શ્રી ભાણદેવજી
સૂર્ય અને ચંદ્રવંશના પ્રાગટ્યની સમજૂતી સાથે શરૂ થતું આ પુસ્તક પ્રાચીન ભારતની અનેક પરંપરાઓ,વિચારધારાઓ અને સંસ્કૃતિનો પરિચય કરાવી વાચક સમક્ષ એ મહાન યુગને જીવંત કરી મૂકે છે સાથે આ પુસ્તક વાચકને મહાભારતના રસપાનની પણ અનુભૂતિ કરાવશે.
ગોપાલ ધકાણ
નિબંધોમાં આવતાં પાત્રોની લાક્ષણિકતાઓ અને ઉદ્ભવતા ભાવોનું વર્ણન અનેરો વિનોદ પ્રગટાવી નિબંધોને આસ્વાદ્ય બનાવે છે. ગુજરાતી સાહિત્યમાં ઓછા ખેડાતા એવા પ્રકાર હાસ્યનિબંધોમાં ગોપાલભાઈનો આ સંગ્રહ તાજગી અને નવીનતાનો પડઘો પાડશે.
પાર્થ માંકડ ડૉ.
સ્વાસ્થ્ય એટલે માત્ર શારીરિક સ્વસ્થતા નહીં,પરંતુ માનસિક અને આત્મીય ઊર્જાનું સમસ્થિતિમાં હોવું,રોગનાં કારણ માત્ર બાહ્ય નહીં,પરંતુ આંતરિક પણ હોઈ શકે છે પાયાની સમજણ સાથે શરૂ થતું આ પુસ્તક હોમિયોપથીના સિદ્ધાંતોને સરળ અને સહજ ભાષામાં રજૂ કરે છે.
₹200.00
મૌલિન શાહ (ડૉ.)
ઇન્ટરનેટના યુગમાં ઊછરી રહેલી પેઢીને સલાહ આપવાને બદલે આ વાર્તાઓ રસપ્રદ વાતો દ્વારા આડકતરી રીતે સુંદર સંદેશ આપી આલ્ફાપેરન્ટિંગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સાથે આ વાર્તાઓ બાળક સાથે સ્નેહ અને સંવાદનો એક મજબૂત સેતુ બાંધી આપશે.
₹400.00
રાજેન્દ્ર પટેલ
આપણી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર ભગતસાહેબના નિજી તેમ જ સર્જક વ્યક્તિત્વનાં વિવિધ પાસાંને ઉજાગર કરતું આ પુસ્તક સાહિત્યના વિદ્યાર્થીઓ, સંશોધકો અને કવિતાના આસ્વાદકો માટે દિશાસૂચક બની રહેશે.
ગૌરાંગ દિવેટિઆ
સંગ્રહમાં સામેલ ગીતો અને ગઝલો મહદ્ અંશે વિચારપ્રધાન ન હોવા છતાં ઊર્મિપ્રધાન હોઈ વાચકની આસપાસ એક અનોખું ભાવવિશ્વ ખડું કરે છે. મોઘમ સંવાદ, ઊર્મિસભર અભિવ્યક્તિ અને ગેયતા સાથે રચાયેલાં આ કાવ્યો વાચકોને શુદ્ધ કાવ્યોનો આનંદ પીરસી રસતરબોળ કરે છે.
₹225.00
જીવરામ જોશી
એક નાનકડા નગરમાં પોતાની પત્ની રંગલી સાથે રહેતો રંગલો પૈસાની અછત અનુભવે છે અને પહોંચી જાય છે રાજાના દરબારમાં તેમને ખુશ કરી સોનામહોર જીતવાની આશા સાથે. ત્યાં દરબારમાં પધારેલા અક્કલશંકર આકાશની ટોચ પર ચડવા માટે પડકાર ફેંકે છે.
₹350.00
રેણુકા દવે
મોટા ભાગે પારિવારિક સંબંધો અને સમાજજીવનને અનુલક્ષીને લખાયેલી આ વાર્તા ભલે બહોળું વિષયવૈવિધ્ય ન ધરાવતી હોય, પરંતુ ભાવવૈવિધ્ય ચોક્કસ ધરાવે છે.સંવેદનાઓના વિવિધ રંગોથી રંગાયેલો આ વાર્તાસંગ્રહ ગુજરાતી વાર્તાવિશ્વમાં એક નવો પડઘો પાડશે.
મણિલાલ હ. પટેલ
શ્રી સુરેશભાઈ જોષીનું સૌથી પ્રિય સાહિત્યસ્વરૂપ રહ્યું છે નિબંધો.તેમનો પ્રથમ નિબંધસંગ્રહ પ્રગટ થતાંની સાથે જ ગુજરાતી નિબંધનો ચહેરો-મહોરો બદલાઈ જાય છે અને અભિવ્યક્તિની નવીન આબોહવા સર્જાય છે.
રમણ સોની
૧૨મીથી ૧૯મી સદી સુધીના સમયગાળામાં રચાયેલું સાહિત્ય પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહેવાયું.આ પુસ્તકના માધ્યમથી સંપાદક અને વિવેચક શ્રી રમણભાઈ સોની આ ૭૦૦ વર્ષ દરમિયાન રચાયેલા ઉત્તમ સાહિત્યના ઐશ્વર્યને આપણા સુધી પહોંચાડે છે.
ધીરેન્દ્ર મહેતા
પ્રકૃતિ, સંસ્કૃતિ અને માનવીય સંબંધોના ત્રિવેણી સંગમથી છલોછલ આ વાર્તાઓમાં ધીરેન્દ્રભાઈની વિચારશીલ પ્રકૃતિ, અભ્યાસવૃત્તિ, નિરીક્ષણશક્તિ અને માનવમનને જાણવાની ઉત્સુકતા પ્રગટ થયા વિના રહેતા નથી. તેમજ આ પ્રવાસવાર્તાઓ વાચકને પણ પ્રવાસી બનાવી દે છે.
₹275.00
અનેક પાઠ ભણાવતી શૂરવીરતા અને રોમાંચથી ભરપૂર આ વાર્તાનું પુસ્તક સ્થળ, પાત્રો અને લડાઈનાં અદ્ભુત વર્ણનો બાળકોને એક રોમાંચભરી સફર કરાવી તેમનું ભરપૂર મનોરંજન કરે છે. મોબાઇલ પર ગેમ્સ રમતી આજની નેટ-જનરેશન માટે આ સચિત્ર વાર્તા ઉત્તમ વાંચનસામગ્રી સાબિત થશે.
કદમાં નાના પણ બુદ્ધિ, ચપળતા અને સાહસમાં ખૂબ મોટા એવા આ બે ભાઈઓની વાર્તાઓ રોમાંચથી સભર છે. તથા આ વાર્તા આકર્ષક અને જીવંત ચિત્રો બાળકોની કલ્પનાશક્તિને નવી પાંખો આપે છે અને પુસ્તક પ્રત્યે તેમનું કુતૂહલ વધારે છે.
બાળકોની અતિપ્રિય જોડી એટલે અડુકિયો-દડુકિયો. કદમાં નાના, પરંતુ બુદ્ધિ અને સાહસમાં મોટા એવા અડુકિયો-દડુકિયો અવનવી જગ્યાઓની સેર કરે, અવનવા લોકોના પરિચયમાં આવે અને ચિત્રવિચિત્ર પરિસ્થિતિઓમાંથી રસ્તો કાઢે છે.
દીનેશ કાનાણી
હાઇકુથી મોટાં અને પ્રલંબ અછાંદસ કાવ્યથી નાનાં એવાં અનોખાં લઘુ અછાંદસ કાવ્યોનો સંગ્રહ એટલે ‘શબ્દ જોડી કાંઈ કવિતા થઈ નહીં’. ગાગરમાં સાગરસમો આ કાવ્યસંગ્રહ આજના વાચકોને નવા સંવેદનજગતનો પરિચય કરાવશે.
જીવનભર કૃષ્ણપ્રેમપંથનું અનુસરણ કરનાર અને સમાજમાં હરિનામ સંકીર્તનનો પ્રસાર કરનાર પ્રભુ જગદ્બંધુનું જીવન પ્રભુસંકીર્તનનો મહિમા આ પુસ્તકમાં સમજાવે છે.
જે. એસ. રવિચંદ્ર
ઝેન ઓપસ પ્રસ્તુત કરે છે પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધનનો સંદેશ આપતી પર્યાવરણકથા.જે પૃથ્વીની સલામતી અને સંવર્ધનની જાગૃતિ ફેલાવે છે.આ પુસ્તક ભવિષ્યની પેઢીઓને સ્વાસ્થ્ય અને સુખાકારીનો વારસો સોંપવાનો સંદેશ આપે છે.
કુમાર જૈમિનિ શાસ્ત્રી
કવિ અને ગઝલકાર તરીકે જાણીતા શ્રી કુમાર જૈમિનિ શાસ્ત્રી ગદ્યલેખનમાં પણ આગવી હથોટી ધરાવે છે. એક સામાન્ય માનવીના જીવનને સ્પર્શતા વિષયો ઉપર તેમના વિચારો પ્રગટ કરતા લલિતનિબંધોનો સંગ્રહ એટલે સમયવન.
ભાગ્યેશ જહા
આપણે આપણા જીવનમાં અનેક વ્યક્તિઓને મળતા હોઈએ છીએ, પરંતુ એમાંની કેટલીક વિશિષ્ટ વિભૂતિઓ આપણા પર ઊંડો પ્રભાવ પાડી જાય અને અને આપણને યાદ રહી જાય છે. ભાગ્યેશભાઈએ પોતાને સ્પર્શી ગયેલી આવી જ વિભૂતિઓ પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કર્યો છે આ પુસ્તકના માધ્યમથી.
યોગેશ જોષી
એક કવિ અને સર્જક તરીકે યોગેશભાઈ ગુજરાતી સાહિત્યના છેલ્લા છ દાયકાના પ્રતિનિધિ કવિઓ અને સાહિત્યકારોની નિકટ રહ્યા છે.ઉત્તમ સાહિત્યકારોના અવસાન પર યોગેશભાઈએ સંસ્મરણો અને યોગદાનને વાગોળતા તૈયાર કરેલા શ્રદ્ધાંજલિ લેખોનો સંચય આ પુસ્તકમાં જોવા મળે છે.
ગેબી લુવારવી
લાંબી-ટૂંકી બહેરોનું સુંદર પ્રયોજન, છંદોનો પ્રવાહી ઉપયોગ અને સાવ સાદી બાનીમાં શેરિયત રજૂ કરતી ગઝલોથી સભર આ સંગ્રહ ગુજરાતી ગઝલનો નવો અને આશાસ્પદ અવાજ બની પડઘાશે.
ધીરુબહેન પટેલ
હળવી શૈલીમાં કહેવાયેલી આ વાર્તાની પાછળ મુંબઈ જેવા નગરમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા લોકોની છાની વ્યથા રહેલી છે. સંજોગોની આંટીઘૂંટી અને શહેરની બદલાતી તાસીરને સ્વીકારીને તેની સાથે જીવવાની મજા માણવાની વાત કરતી આ નવલકથા આબાલવૃદ્ધ દરેકને હસાવી જાય તેવી છે.
નિરંજન રાજ્યગુરુ
ગુજરાતી સંતસાહિત્ય તથા સંતસાધનાની વિભિન્ન ભૂમિકાઓ સાથે સંતવાણી–ભજન વિશે વિવિધ દૃષ્ટિકોણથી પરિચય અહીં અપાયો છે અને સંતવાણી સર્જકોની વાણીનો સર્જક પરિચય, ભજનભૂમિકા અને શક્ય હોય તેટલું અર્થઘટન કે સમજૂતિ સાથે આસ્વાદ આ પુસ્તક કરાવે છે.
₹325.00
પ્રવીણસિંહ ચાવડા
પ્રવીણસિંહ ચાવડાએ લેખનની શરૂઆત ખૂબ નાની વયે, છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે કરી હતી. ‘કથાસાગર’માં ૨૨૧ પ્રકાશિત વાર્તાઓ એકસાથે પ્રગટ થાય છે. આ પુસ્તકમાં તેમની વર્ષ ૧૯૯૮ થી ૨૦૨૪ સુધી પ્રકાશિત વાર્તાઓ ગ્રંથસ્થ કરેલ છે.
₹2,600.00
પ્રવીણસિંહ ચાવડાએ લેખનની શરૂઆત ખૂબ નાની વયે, છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે કરી હતી. ‘કથાસાગર’માં એમની ૨૨૧ પ્રકાશિત વાર્તાઓ એકસાથે પ્રગટ થાય છે. આ પુસ્તકમાં તેમની વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૪ સુધી પ્રકાશિત વાર્તાઓ ગ્રંથસ્થ કરેલ છે.
₹600.00
પ્રવીણસિંહ ચાવડાએ લેખનની શરૂઆત ખૂબ નાની વયે, છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે કરી હતી. ‘કથાસાગર’માં એમની ૨૨૧ પ્રકાશિત વાર્તાઓ એકસાથે પ્રગટ થાય છે. આ પુસ્તકમાં તેમની વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૬ સુધી પ્રકાશિત વાર્તાઓ ગ્રંથસ્થ કરેલ છે.
₹700.00
પ્રવીણસિંહ ચાવડાએ લેખનની શરૂઆત ખૂબ નાની વયે, છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે કરી હતી. ‘કથાસાગર’માં એમની ૨૨૧ પ્રકાશિત વાર્તાઓ એકસાથે પ્રગટ થાય છે. આ પુસ્તકમાં તેમની વર્ષ ૨૦૦૨ થી ૨૦૦૫ સુધી પ્રકાશિત વાર્તાઓ ગ્રંથસ્થ કરેલ છે.
પ્રવીણસિંહ ચાવડાએ લેખનની શરૂઆત ખૂબ નાની વયે, છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે કરી હતી.‘કથાસાગર’માં એમની ૨૨૧ પ્રકાશિત વાર્તાઓ એકસાથે પ્રગટ થાય છે. આ પુસ્તકમાં તેમની વર્ષ ૧૯૯૮ થી ૨૦૦૧ સુધી પ્રકાશિત વાર્તાઓ ગ્રંથસ્થ કરેલ છે.
હિમાલય હિમાચ્છાદિત પર્વતશૃંખલા જ નથી,પરંતુ અનેક પવિત્ર તીર્થધામોનો સમૂહ પણ છે.ચારધામ યાત્રા,જેમાં યમનોત્રી,ગંગોત્રી,કેદારનાથ અને બદરીનાથનો સમાવેશ થાય છે.ચારધામ યાત્રાએ જવા માગતા દરેક યાત્રી માટે આ પુસ્તક એક ઉત્તમ અને સંક્ષિપ્ત માર્ગદર્શિકા બની રહેશે.
ચિંતન પરીખ
ગઝલ અને સંગીતમાં ઊંડો રસ ધરાવતા ચિંતનભાઈ ગઝલના છંદશાસ્ત્ર અને ધ્વનિશાસ્ત્ર તરફ ખેંચાય છે અને શનિસભામાં સતત હાજરીથી ગઝલ પ્રત્યેની તેમની શ્રદ્ધા વધતાં તેમનામાં એક ગઝલકારનો જન્મ થાય છે જે ભાવકોને ગઝલના શુદ્ધ અને વિચારપ્રધાન ભાવવિશ્વમાં લઈ જશે.
ભદ્રાયુ વછરાજાની
ઓશો વિશે અનેક ચિત્ર વિચિત્ર વાતો સાંભળવા મળતી હતી. એક પ્રકારની મૂંઝવણ હતી કે જે વ્યક્તિ મનનો કબજો લઈને બેઠી છે એ વ્યક્તિના જીવન વિશે અનેકવિધ વાતો કેમ સાંભળવા મળે છે? આ જીજ્ઞાસામાંથી જન્મ થયો ‘ઓશોની આસપાસ’ પુસ્તકનો.
ઇન્દ્રધુમ્ન સ્વામી
ઇસ્કોન સંપ્રદાયના વરિષ્ઠ સંત શ્રી ઇન્દ્રદ્યુમ્ન સ્વામી લિખિત પ્રખ્યાત અંગ્રેજી પુસ્તક ‘ઍડવેન્ચર ઑફ અ ટ્રાવેલિંગ મોન્ક’નો ગુજરાતી ભાવાનુવાદ ‘સાધુ તો ચલતા ભલા’.
₹500.00
વીનેશ અંતાણી
ઉંમરના એક પડાવ પર પહોંચ્યા પછી માણસ પાસે પોતાનું કહી શકાય એવું કશુંક બચતું હોય તો એ છે સ્મૃતિઓનું ભાથું. મીઠી સ્મૃતિઓ આશીર્વાદ બની જાય છે જ્યારે માઠી સ્મૃતિઓ આભિશાપ. પરંતુ વીનેશભાઈ થોડા આગળ વધીને આ નવલકથાનું પોત બાંધે છે.
અશોક મશરૂ
રાજકોટની આસપાસની નદીઓ, જળાશયો, ગીર અને રણથંભોર જેવાં અભયારણ્યોના પ્રવાસો અને ડાંગનાં જંગલોની બાઇકયાત્રા દરમિયાન નિહાળેલી વન્ય જીવસૃષ્ટિ અને તેની લીલાને શબ્દબદ્ધ કરી અનેક નિબંધો રચે છે જે આ પુસ્તકમાં એકસાથે માણવા મળે છે.
₹475.00
અવિરત ચાલતી જતી જીવનની સફરમાં માણસ અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવતો હોય છે, પરંતુ એમાંથી મહત્ત્વની વ્યક્તિઓ યાદીમાં સૌથી ઉપર હોય છે. આવા જ નિકટના સંબંધો પ્રત્યે ઉદ્ભવતા ભાવો અને લાગણીઓને વાચા આપતો કાવ્યસંગ્રહ ‘હું તારો ખાસ છું’.
દીનેશ પરમાર (ડૉ.)
સતત પરિવર્તનશીલ એવા જગતમાં દરેક ક્ષેત્રમાં પરિવર્તન આવતું જાય છે. એક શિક્ષક હોવાના નાતે દિનેશભાઈએ પોતાના શાળાકક્ષાના રોજબરોજના અનુભવોને વિવિધ શિક્ષણનિબંધોમાં પરિવર્તિત કર્યા છે, જેની ફળશ્રુતિ એટલે આ પુસ્તક.
આર. ડી. પટેલ
21મી સદીના આધુનિક યુગમાં પ્રવેશેલો માનવી અત્યાધુનિક ટૅક્નૉલૉજી સાથે પ્રગતિનાં અવનવાં સોપાનો સર કરી રહ્યો છે. બહારથી પ્રગતિશીલ અને સંપન્ન જણાતો આ માનવી ભીતરથી ખાલી અને ગૂંચવાયેલો છે.
અગન રાજ્યગુરુ
તૂટી પડું છું રોજ ને રોજે ચણાઉં છું. તો પણ મજાની વાત કે જીવતો જણાઉં છું. પ્રેમ, પીડા, શ્રદ્ધા, માનવીય સંબંધો, બદલાતી દુનિયા અને જિંદગીની વાસ્તવિકતાને બયાન કરતી ગઝલો ભાવકને નવા ભાવવિશ્વમાં લઈ જશે.
સતત બદલાતી દુનિયા અને એ બદલાવ સાથે તાલ મિલાવતો આજનો માનવી. બદલાતી સંસ્કૃતિ, રીતિ-રિવાજો, બદલાતા સંબંધોની વચ્ચે ભૌતિક રીતે સમૃદ્ધ માનવી પોતાની જાતને એકલો અનુભવે છે. બધું જ મેળવવા રઘવાયો બનેલો માનવી બધું મેળવ્યા બાદ અંતે અધૂરો રહી જાય છે.
દર્શા કિકાણી
શાળાઓમાં વાર્તાલેખનને પ્રોત્સાહન આપવાના હેતુથી છેલ્લાં નવ વર્ષથી યોજાતી સ્પર્ધા એટલે વાર્તામેળો. આ સ્પર્ધાના અંતે પ્રાપ્ત થયેલી વિજેતા વાર્તાઓનો સંગ્રહ એટલે ઝેન ઓપસ દ્વારા પ્રસ્તુત દર્શાબહેન કિકાણી સંપાદિત પુસ્તક ‘વાર્તામેળો’.
હસમુખ કે. રાવલ
કહેવાય છે કે સમાજનો આયનો એટલે વાર્તા. પરંતુ હસમુખભાઈ રાવલની વાર્તાઓમાં સમાજમાં બનતી ઘટનાઓ અને પ્રસંગોની સાથે મનુષ્યના અંતરમનમાં ચાલતા ભાવવિશ્વનું પ્રતિબિંબ ઝિલાતું જોવા મળે છે. આંતર-બાહ્ય જગતમાં ડોકિયું કરાવતી આ વાર્તાઓ દરેક વાચકને સ્પર્શી જશે.
જન્મ સાથે શરૂ થતી જીવનની યાત્રા મૃત્યુ સાથે પૂરી થાય છે, પરંતુ મૃત્યુ તો માત્ર વિરામ છે.આત્માની યાત્રા તો અવિરત ચાલતી રહે છે.આ યાત્રા ત્યારે પૂરી થાય જ્યારે જીવ પોતાના મૂળ સ્વરૂપ એટલે કે આત્માને જાણી શકે.આત્માને જાણવાની આ યાત્રા એટલે અધ્યાત્મવિદ્યા.
હસમુખ ટાંક
ક્ષણેક્ષણ અનિશ્ચિતતાથી ભરેલા જીવનમાં સ્વસ્થતાથી જીવવાની જડીબુટ્ટી એટલે ‘સમજણ’, સુખમાં છકી ન જવાની અને દુઃખમાં ભાંગી ન પડવાની ચાવી એટલે સમજણ અને આ સમજણ કેળવવાની સમજણ આપતું પુસ્તક એટલે ‘સમજણની સૂરજબારી’.
ચરોતરના ગામમાં વસતો એક હસતો-રમતો ખેડૂત પરિવાર. ઢળતી ઉંમરે પિતાની નિવૃત્તિ બાદ જ્યેષ્ઠ પુત્ર ખેતર અને ઘરની જવાબદારીઓ ઉપાડી લઈ પિતાનો આજ્ઞાંકિત પુત્ર બને છે. તેની પારિવારિક નિષ્ઠા, સમર્પણ અને સત્યપરાયણતાથી માત્ર પરિવાર જ નહીં.
₹450.00
ભાર્ગવી પંડયા
બોલચાલની ભાષામાં વપરાતા રદીફ અને એકંદરે ચુસ્ત કાફિયા સાથે રચાયેલી આ ગઝલોમાં ઓછા ખેડાયેલા છંદોનો સુંદર ઉપયોગ જોવા મળે છે, જે ગઝલોને અનોખો લય અને નાદ બક્ષે છે. સરળ-સહજ બાનીમાં ગઝલતત્ત્વ જન્માવતી આ ગઝલો આજના ગઝલકથનમાં આગવો પડઘો પાડે છે.
શ્રદ્ધા ભટ્ટ
સંબંધોના મહાસાગરમાં જીવતા મનુષ્યના મનોજગતમાં ભાવોની અનેક ભરતી અને ઓટ આવતી હોય છે. આવા જ અકથ્ય ભાવોની ભરતી અને ઓટને શ્રદ્ધાબહેને ટૂંકી વાર્તાનું સ્વરૂપ આપ્યું છે. વાર્તાનાં પાત્રો ખૂબ સામાન્ય છે જે આપણી આસપાસ જ જીવતાં હોય છે.
સતીશચંદ્ર વ્યાસ ‘શબ્દ’
બૌદ્ધ ધર્મદર્શનને પોતાના અનુયાયીઓ સુધી પહોંચાડવા બૌદ્ધ સિદ્ધો દ્વારા રચવામાં આવેલાં ગીતો એટલે ચર્યાગીતો. આ ગીતોની મૂળ હસ્તપ્રતો નેપાળી-તિબેટી ભાષામાં મળી આવી.
રીના પરીખ
પ્રેમ, વિરહ, ખુમારી, ખાલીપો, દર્દ જેવાં સંવેદનો ગઝલના શ્વાસ છે. રીનાબહેનની ગઝલોમાં આ તમામ સંવેદનો અલગ રીતે ખીલી ઊઠ્યાં છે. કોઈ વ્યક્તિ સાથે એકથી વધુ વખત થતા મિલનમાં કવયિત્રીને કોઈ વિશેષ સંબંધની શક્યતાનો અણસાર આવે છે.
રામકથાનું સ્વરૂપ ગહન અને અદ્ભુત છે જેને અનેક દૃષ્ટિથી જોઈ, જાણી અને સમજી શકાય છે. આ પુસ્તકમાં રજૂ કરવામાં આવેલા દૃષ્ટિકોણ માટે વાલ્મીકિ રામાયણ અને શ્રી રામચરિતમાનસને આધારરૂપ ગણવામાં આવ્યાં છે.
રવીન્દ્રનાથ ટાગોર
રવીન્દ્રનાથ 1916માં જપાન થઈને અમેરિકાના બીજી વારના પ્રવાસે ગયા ત્યારે તેમણે આપેલાં કેટલાંક વ્યાખ્યાનો ‘Personality’ શીર્ષકથી 1916માં ગ્રંથરૂપે પ્રગટ થયેલાં. તેમની દૃષ્ટિએ કલાનો મુખ્ય હેતુ વ્યક્તિત્વની અભિવ્યક્તિ છે.
ત્રૈલોક્યમંડનવિજયજી મહારાજ
ધર્મ એ જીવન જીવવાની એક એવી કળા છે કે જે તમને અંદરથી મજબૂત, સંવેદનશીલ અને જાગૃત બનાવે છે. ધર્મ માનવાનો વિષય નથી, ધર્મ જીવવાનો ઉત્સવ છે. અને જો તમે એ કળા શીખી ગયા, તો આ યુગના બધા પડકારો તમારા માટે અવસર બની જશે.
સરોજિની જિતેન્દ્ર (ડૉ.)
પરમાત્મા અને આત્મા, તન અને મન, જીવન, મૃત્યુ અને મોક્ષ જેવા વિષયોએ આદિકાળથી માનવીની જિજ્ઞાસાને જીવંત રાખી છે. દરેક યુગમાં દરેક સમયે આ તત્ત્વોને વિવિધ દૃષ્ટિકોણ અને પદ્ધતિઓથી જાણવા અને પામવાના પ્રયત્નો થતા રહ્યા છે.
જિગીષા પાઠક
બદલાતા સમયની સાથે માણસનું સંવેદનવિશ્વ પણ બદલાતું રહ્યું છે. વ્યાવહારિક રીતે સમાજની વચ્ચે રહેતો માણસ ભીતરથી એકલો જણાય છે. માણસની ભીતર ચાલતાં આવાં જ અકથ્ય સંવેદનોને વાર્તાનું સ્વરૂપ આપ્યું છે જિગીષાબહેને.
વિસ્મયનો વિસ્ફોટ, જેમાં છે વૈવિધ્યસભર વાંચનથી સંપન્ન આ પુસ્તક કંટાળો દૂર કરી પાને-પાને નવું જાણવા અને શીખવા પ્રેરે છે. બાળકોના શારીરિક, માનસિક અને નૈતિક વિકાસના ત્રિવેણીસંગમસમું આ પુસ્તક બાળકમાં વિસ્મયની જ્યોત જગાવી એને સફળતાના પથ પર લઈ જશે.
કેસર મકવાણા
સાવરકુંડલાના કાઠી સપૂત અને સાહિત્ય ક્ષેત્રે અનોખું યોગદાન આપનારા નાનાભાઈ જેબલિયા ‘કાઠી કલમ’ના ઉપનામથી જાણીતા છે. પદ્ય સિવાય લગભગ બધા જ સાહિત્યપ્રકારોમાં ખેડાણ કરનાર નાનાભાઈએ વિવિધ સાહિત્ય કૃતિઓનું વિપુલ સર્જન કર્યું છે.
યોગેશ વૈદ્ય
અહીં એક એવા પરિવારની વાત છે જેણે કદી શહેરની સડક ભાળી નથી. જંગલની મધ્યે નેસમાં વસતા પરિવાર માટે જંગલ જ તેમની સૃષ્ટિ છે જન્મ અને મરણ જેવા પ્રકૃતિગત સત્યને સ્વસ્થતાથી અને સહજતાથી સ્વીકારનાર આ મનુષ્યોને ગીરની માટી પ્રત્યે અનન્ય શ્રદ્ધા છે.
હિમાલયની પર્વતમાળામાં પ્રકૃતિના ખોળે વસેલું તિબેટ એક રહસ્યમય પ્રદેશ છે.રહસ્યો ધર્મનાં, અધ્યાત્મનાં, તંત્રવિદ્યાનાં. આવાં રહસ્યોનો તાગ મેળવવા શ્રી ભાણદેવજી તિબેટનો પ્રવાસ ખેડે છે પણ એટલેથી તૃપ્ત ન થતાં પુસ્તકો ફળશ્રુતિરૂપે આપણને સાંપડ્યું છે આ પુસ્તક.
અનિલ ચાવડા
મહાન ગાથા મહાભારતનું એક પાત્ર શિખંડી. પોતાના પ્રથમ જન્મમાં કાશીનરેશની રાજકુમારી તરીકે જન્મેલી અંબા રાજકુમાર શાલ્વને ચાહે છે, પરંતુ હસ્તિનાપુરની વંશવૃદ્ધિ માટે ગંગાપુત્ર ભીષ્મ દ્વારા તેનું અપહરણ થતાં તેના જીવનની દિશા અને દશા બંને બદલાઈ જાય છે.
ઈશ્વર એક છે, પરંતુ તેને પામવાના રસ્તા અનેક. એમાંનો એક રસ્તો એટલે ભક્તિ. ભક્તિની સરળ વ્યાખ્યા એટલે પરમાત્મા પ્રત્યે પરમપ્રીતિ. તેમ છતાં વિવિધ સંપ્રદાયો દ્વારા ભક્તિના વિવિધ માર્ગ પ્રશસ્ત કરવામાં આવ્યા છે.
સુમન શાહ
ઇચ્છાઓ, મહત્ત્વાકાંક્ષાઓથી ઘેરાયેલો માણસ ક્ષણેક્ષણ જાત સાથે વાત કરતો હોય છે. પોતાના ઉમળકા, આશા-નિરાશા, આનંદ કે વિષાદને ક્યારેક પોતાની અંદર જ સંતાડી રાખતો હોય છે. આવી જ સ્વગત વાતો અને અકથ્ય ભાવોને સુમનભાઈ શાહે એફોરિઝમ્સનું રૂપ આપ્યું છે.
માનવી સતત કશાકની શોધમાં રત રહેતો હોય છે. ક્યારેક પ્રેમ અને સૌંદર્ય, ક્યારેક જ્ઞાન અને શક્તિ, ક્યારેક આનંદ અને શાંતિ તો ક્યારેક અમરત્વ અને સાર્થક્ય. આત્માની પ્રાપ્તિનો આ માર્ગ એટલે અધ્યાત્મ માર્ગ.
પ્રકાશ ત્રિવેદી + નીના સંઘવી
અમેરિકામાં રહેતું યુગલ સફળતાનાં શિખરો આંબે છે. તેમનું ઘર એટલે સૌ માટે ઉષ્માસભર ઉતારો. પરંતુ 2008ની મંદીમાં ઑફિસની સાથે ઘર પણ વેચવું પડે છે. પત્ની ડિમેન્શિયાનો ભોગ બને છે. બદલાતા સમય સામે પારિવારિક એકતાની વાત કરતી આ કથા દરેક ગુજરાતીને પ્રેરણા આપશે.
આરાધના ભટ્ટ
લોકશાહીનો ચોથો સ્તંભ એટલે પત્રકારત્વ. અંગ્રેજીમાં એને ફોર્થ એસ્ટેટ અને ગુજરાતીમાં ચોથી જાગીર તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2021-22માં ગુજરાતી પત્રકારત્વને 200 વર્ષ પૂરાં થયાં. આ બે શતાબ્દી દરમિયાન કેટલાય પત્રકારોએ આ ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપ્યું.
બાળકોની અતિપ્રિય જોડી અડુકિયો-દડુકિયો. કદમાં નાના, પરંતુ બુદ્ધિ અને સાહસમાં મોટા એવા અડુકિયો-દડુકિયો ચિત્રવિચિત્ર પરિસ્થિતિઓમાંથી રસ્તો કાઢે છે. આ વાર્તાઓ બાળકોમાં કુતૂહલ જગાડી તેમનું ભરપૂર મનોરંજન કરી તેમની તર્કશક્તિ ખીલવે છે.
બાળકોમાં જીવનમૂલ્યોનું સિંચન કરતા સાહિત્યમાં ઈસપનીતિની વાર્તાઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આશરે અઢી હજાર વર્ષ પૂર્વે ગ્રીસ દેશના ઈસપ દ્વારા બાળકોને કહેવાયેલી આ વાર્તાઓમાંથી મળતો બોધ બાળકના ચારિત્ર્યઘડતરની સાથે નીતિઘડતર પણ કરે છે.
કમલેશ જોષી
ક્યારેક સહેલી લાગે તો ક્યારેક પહેલી, ક્યારેક ખુશ છે તો ક્યારેક નારાજ, ક્યારેક તડકો આપે તો ક્યારેક છાંયો, ક્યારેક આશાથી છલોછલ તો ક્યારેક નિરાશામાં ડૂબેલી. અલગ રૂપરંગ અને નોખા-અનોખા મિજાજવાળી જિંદગીને ચાલો ઢંઢોળીએ અને આ પુસ્તક સાથે કહીએ કમ-ઑન જિંદગી.
સૌરભ ખખ્ખર
જૂનાં જમાનાનાં ધંધાઓ માત્ર નફાના ઉદ્દેશથી નહોતા ચાલતા. તેમના પાયામાં હતી નીતિમત્તા. સમય બદલાયો. પેઢીઓજૂના ધંધા વીખરાતા ગયા. સ્પર્ધાત્મક અને મૂડીવાદના સમયમાં કેટલાય જૂના વેપારીઓની પીડાને વાચા આપતી આ કથા ધંધાની મૂળ પરિભાષાને ઉજાગર કરે છે.
સ્વભાવે સરળ છતાં અકળ એવા બાઉલોની કથાઓ તેમની દિનચર્યા અને રહેણીકરણીમાંથી જન્મે છે. ધીમા અવાજે કહેવાયેલી આ કથાઓએ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને પણ પ્રભાવિત કર્યા હતા. આ કથાઓમાં બાઉલ પરંપરા સાથે તેમનાં ગીતોની આછેરી ઝલક પણ જોવા મળે છે.
બાળસાહિત્યમાં અનન્ય સ્થાન પામનાર તેનાલીરામની વાર્તાઓ પોતાના બુદ્ધિચાતુર્ય અને હિંમતથી રાજદરબારમાં સ્થાન પામનાર તેનાલીરામ અનેક કસોટીઓમાંથી પાર ઊતરવાના રસ્તા શોધે છે. તેની વાતો બાળકોને રમૂજની સાથે બુદ્ધિમત્તા અને નીતિમત્તાના પાઠ ભણાવે છે.
બાળસાહિત્યમાં અનન્ય સ્થાન પામનાર તેનાલીરામની વાર્તાઓ. પોતાના બુદ્ધિચાતુર્ય અને હિંમતથી રાજદરબારમાં સ્થાન પામનાર તેનાલીરામ અનેક કસોટીઓમાંથી પાર ઊતરવાના રસ્તા શોધે છે. તેની વાતો બાળકોને રમૂજની સાથે બુદ્ધિમત્તા અને નીતિમત્તાના પાઠ ભણાવે છે.
ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ રજૂ કરતુ આ પુસ્તક તેના ઉદ્ભવથી લઈને વિકાસની વાત કરે છે. ઉપાસનાની પદ્ધતિઓ સાથે આપણા મહાન ધર્મગ્રંથોના સારને દુહા, છંદો, ચોપાઈઓ, કવિતાઓ, ભજનોના સ્વરૂપે આપણા સુધી પહોંચાડનાર સંતો અને કલાકારોથી પરિચિત કરાવે છે.
ભારતી રાણે ડૉ.
સ્વપ્નો અને કલ્પના કરતાં જિંદગીની વાસ્તવિકતાથી સભર આ વાર્તાઓમાં માનવીય સંવેદનો કથ્ય છતાં અકથ્ય રીતે સ્થાન પામ્યાં છે. સરળ, સહજ, આકર્ષક લેખનશૈલી દરેક વાર્તાને આસ્વાદ્ય બનાવે છે.
નિવૃત્ત જીવનમાં આળસની વચ્ચે ઊભરતી ઇચ્છાઓનું વ્યંગાત્મક નિરૂપણ કરતાં હાસ્યનિબંધો સંવેદનાસભર અને સર્જનાત્મક છે. નિખાલસ અને રમૂજી શૈલીમાં લખાયેલા આ નિબંધો હાસ્યની હળવી સફર પર લઈ જાય છે.
કાનજી પટેલ
આદિવાસી, દેશી સમાજ અને તેમના સાહિત્ય વિષયક લેખો ધરાવતા આ પુસ્તકમાં આદિવાસી સંસ્કૃતિ, જીવનમૂલ્યો અને સર્જનવિશ્વનો પરિચય મળે છે. ગુજરાતી સાહિત્યમાં થયેલાં આદિવાસી સર્જનોના અમૂલ્ય ફાળાથી વાચકને અવગત કરાવવામાં આવ્યો છે.
જિગર સાગર
ભૌતિકવિજ્ઞાનનાં માઇન્ડ ટનલના કૉન્સેપ્ટ પર આધારિત આ સાયન્સ ફિક્શન ચુંબકીય આકર્ષણોના નિયમો પર આધારિત ક્વૉન્ટમ ફિઝિક્સના અત્યાધુનિક વિશ્વમાં લઈ જાય છે. જેમાં પ્રણયત્રિકોણ, મિત્રતા, માતૃપ્રેમ, દેશપ્રેમ જેવાં સંવેદનો પણ ગૂંથાયેલાં છે.
જિતેન્દ્ર દવે
ગાંધીજીની વર્ષગાંઠની ઉજવણીની સિલસિલાવાર તવારીખ રજૂ કરતા લેખો અને અહેવાલોમાંથી તૈયાર થયેલું આ પુસ્તક તેમની હયાતીમાં ઉજવાતા તેમના જન્મદિવસનો અનેરો મહિમા રજૂ કરી ગાંધી મૂલ્યનું પુનઃસ્થાપન કરે છે.
નિમિત્ત ઓઝા (ડૉ.)
આ પુસ્તક કોઈ ઉપદેશ, સલાહ, કે ફિલોસૉફી નથી. એક રોજનીશી છે. જિવાયેલી અને અનુભવેલી ક્ષણોનો દસ્તાવેજ છે. આત્મમંથનની અગાશી પર ઊભા રહીને પાડેલો સાદ છે. જીવનની ભાગદોડમાંથી જાત માટે ચોરી લીધેલું રોજનું એક પાનું આપણા ઉદ્ધાર માટે પર્યાપ્ત છે.
વેદો, ઉપનિષદો અને શાસ્ત્રોના નિચોડસમું આ પુસ્તક ધર્મ અને અધ્યાત્મ પથ પર ચાલી વિવિધ સાધના દ્વારા પરમચૈતન્યને પામવા ઉત્સુક અને જિજ્ઞાસુજનો માટે સહાયરૂપ બનશે. ધર્મ અને અધ્યાત્મ ભારતીય સંસ્કૃતિ અને દર્શનવિદ્યાના બે પાયા છે.
સંજુ વાળા
આપણી ભાષાના પ્રધાન કવિઓનાં સર્જનોનો ભાવસભર આસ્વાદ કરાવતું આ પુસ્તક રચનાની કઈ પંક્તિ કયો ભાવ પ્રગટાવે છે, દરેક રચના પાછળ શું ઇંગિત છે, કયા પરિબળોની ઉપસ્થિતિથી કાવ્ય સિદ્ધ થાય છે, જેવી બાબતોની સૂક્ષ્મ સમજૂતી આપી કાવ્યની નિકટ લઈ જાય છે.
દરેક પળે નવું જાણવા મથતા બાળકના મનોવિશ્વમાં લટાર મારી ઊગતી ઉંમરના ભાવો પ્રગટ કરતી આ વાર્તાઓ ચોટદાર છતાં સંવેદનશીલ છે. કલ્પનાઓ, બાળહઠ, લાગણીઓ, કુતૂહલ અને વિસ્મય જેવા અનેક રંગોને પોતાની પાંખોમાં સમાવી લેતી આ વાર્તાઓ બાળકોને તિતલીલૅન્ડમાં જરૂર લઈ જશે.
ઉત્તમ મેવાડા
ગાંધીજીનાં ૧૧ મહાવ્રતોની સમાજ અને દેશવાસીઓ પર ઊંડી અસર પડી અને તે આદર્શ જીવનનો માર્ગ બની ગયાં. દાંડીના દરિયાકિનારે ગાંધીવાદી સજ્જન પોતાના પૌત્રને ગાંધીની વાર્તા માંડે છે જેમાં આ મહાવ્રતોનું માહાત્મ જીવંત થાય છે.
કાજલ ઓઝા વૈદ્ય
ટૂંકી વાર્તાઓથી લાંબા અને નવલિકાથી ટૂંકા સાહિત્યપ્રકારમાં લખાયેલી ચાર કથાઓ બેબાક, બિન્દાસ હોવા છતાં સંવેદનશીલ છે. કોમ્પ્લેક્સ છતાં કોમળ, ડિફીકલ્ટ છતાં ડીપ, પ્રોબ્લેમેટીક છતાં પ્યોર એવા માનવ મનનો ચિતાર આપતી જીવનશૈલીની માનવીય સંબંધો પર છે.
મધ્યકાલીન યુગથી માંડીને વર્તમાન સમય સુધીના સાત મહત્ત્વના કવિઓની કાવ્યસૃષ્ટિનો સમીક્ષાત્મક ગુણાનુવાદ આ ગ્રન્થમાં પ્રસ્તુત છે. કાવ્યવસ્તુ, પ્રકાર, માધ્યમ, બાની જેવાં પરિમાણોને આધારે કરવામાં આવેલી આ સમીક્ષાઓ કવિના સર્જન પ્રમાણી અને માણી શકાય છે.
કોમલ રાઠોડ
નિવૃત્તિ બાદ પરિવાર માટે બોજ બનતા વૃદ્ધને જીવનની ઢળતી સાંજે મળે છે દરેક પળને ઉત્સવ બનાવતા મિત્રોનું ગ્રુપ. યુવાન બનતા જતા વૃદ્ધનો મિજાજ પરિવાર અને સમાજ સાંખી નથી શકતા. વરિષ્ઠ લોકોની પીડાને વાચા આપતી આ નવલકથા નવી દૃષ્ટિથી જોવાનો સંદેશ આપે છે.
શ્રી ભાણદેવજી શ્રીકૃષ્ણ અને ગીતાને એક જ સ્વરૂપે નિહાળે છે અને બંનેના મહિમાને આ પુસ્તકમાં સમાવી તેને સમજાવે છે. શ્રીકૃષ્ણની રહસ્યમય લીલાઓ પાછળ રહેલા ગૂઢ અર્થોને ઉજાગર કરી ‘કૃષ્ણને પામવા માટે કૃષ્ણને ચાહવા’ એ વાતનું પ્રતિપાદન કર્યું છે.
કિશોર વ્યાસ
વિવિધ સાહિત્યકારો દ્વારા લખાયેલ સમીક્ષા અને વિભાવના વિષયક લેખો અને તેમનાં વચ્ચે થયેલ પત્રવ્યવહાર દ્વારા ગુજરાતી સાહિત્યની સુદીર્ઘ યાત્રા કરવાનો અવસર મળે છે સાથે મહાન સર્જકોના સાહિત્યમંથનનો નિચોડ વાચક સુધી પહોંચાડે છે આ પુસ્તક.
પેઢીઓની યાદોને પોતાનામાં સમાવી ખખડધજ ઊભેલું ત્રિભુવનભવન વેણુ અને કાકા-કાકી માટે સ્વર્ગ છે. પણ શહેરમાં વ્યસ્ત ભાઈઓને તો તેને વેચીને પોતાનો ભાગ મેળવી લેવામાં રસ છે. અનેક ઉતાર-ચડાવ અને વળાંકો લેતી આ નવલકથા રસપ્રદ છે.
પ્રકાશ ત્રિવેદી
લગ્ન કરીને અમેરિકા ગયેલી અથવા કહો કે અમેરિકા જવા માટે લગ્ન કરતી ગુજરાતી યુવતીની આ સંઘર્ષગાથા સત્યઘટના પર આધારિત છે. સપ્તપદીનાં સાત વચનો લગ્ન બાદ કેટલી હદે પળાય છે તેના ઉપર આ કથા યક્ષપ્રશ્ન ઊભો કરે છે.
રમેશ પારેખ
સંજય વૈદ્ય દ્વારા સંપાદિત કવિ શ્રી રમેશ પારેખનાં ચુનંદા સર્જનો અને નોખા મિજાજનો પરિચય કરાવતું આ પુસ્તક એક કલેક્ટર્સ એડિશન બની રહેશે. દરેક પાને મુકાયેલ ર.પા.ની અલાયદી તસવીરોમાંથી તેઓ વાચક સાથે જાણે વાત કરતા હોય તેવી અનુભૂતિ થાય છે.
નિલેશ ગોહિલ
ખેતરમાં હળ ચલાવનાર ધરતીપુત્ર જ્યારે કાગળની ધરતી પર કલમનું હળ ચલાવે છે ત્યારે ઊગે છે વાઢ જેવો નિબંધસંગ્રહ. કૃષિ વ્યવસાય સાથે જોડાયેલા પરિવારમાં સૌરાષ્ટ્રમાં જન્મેલા નીલેશ ગોહિલ ઋતુ પ્રમાણે પાક તો લણી જાણે છે.
સુજ્ઞા શાહ
બંગાળી સાહિત્યનું સન્માનનીય નામ એટલે શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય. ‘દેવદાસ’, ‘પરિણીતા’ જેવી અમરકથાઓના સર્જકની આ કૃતિઓ પરથી ફિલ્મો પણ બની છે. એક ઉત્તમ કોટિના વાર્તાકાર હોવાની સાથે સાથે શરદચંદ્ર ખૂબ સારા કથાકાર પણ હતા.
ભાણદેવજીએ પ્રાકૃતિક સૌંદર્યનું સ્વર્ગ ગણાતા હિમાલયની ૨૪ યાત્રાઓ કરી છે અને પોતાના અલૌકિક અનુભવોને ૧૮ પુસ્તકોમાં આલેખ્યા છે. આટલું ઓછું હોય એમ પોતાના ૧૯મા પુસ્તકમાં હિમાલયનાં કેટલાંક ગહન અને ગુપ્ત સ્થાનોને ઉજાગર કરે છે.
પરેશ કે. ભટ્ટ
ઇન્ટરનેટના આ યુગમાં આમ જુઓ તો સંચાર ઝડપી બન્યો છે, પરંતુ માણસ માણસ વચ્ચેનું અંતર પણ વધ્યું છે. અનેક વિકલ્પોની વચ્ચે જીવતો માણસ તનાવ, નિરાશા જેવા માનસિક રોગોનો શિકાર બનતો જાય છે. આવા સમયે એને મોટિવેશનલ વાતાવરણની ખૂબ જરૂર પડે છે.
ભરત ગોહેલ (ડૉ.)
ગુજરાતી સાહિત્યમાં ભક્તિરસથી સભર કાવ્યોની પરંપરા આદિકાળથી ચાલતી આવી છે. ભરતભાઈ આ પરંપરામાં પોતાનો આગવો સૂર ઉમેરે છે. ગોંડલ સ્થિત પૂજ્ય નાથાભાઈ અને રમાબેનના સાનિધ્યમાં આવતા ભરતભાઈને ઈશ્વર અને પરમતત્વ સાથે તાદાત્મ્ય કેળવાતું જાય છે.
રવીન્દ્રનાથ ટાગોરના જીવનના અંતિમ દાયકામાં તેમની નિકટ રહી તેમની સેવા કરનાર રાણી ચંદ તેમના વિવિધ મિજાજ અને વાતોને પુસ્તકમાં કંડારે છે. ગુરુદેવ વહેલી પરોઢે સૂર્યોદયનું સ્વાગત કરી પોતાના નિત્યક્રમ પતાવી લખવા બેસતા.
શૈલેશ પારેખ
રવીન્દ્રનાથ ટાગોર એક અદ્વિતીય સર્જક અને વિચારક હોવાની સાથે વિજ્ઞાનમાં પણ રસ ધરાવતા હતા. તો બીજી તરફ જગતને થિયરી ઑફ રિલેટિવિટીની ભેટ આપનાર વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન સંગીતમાં ઊંડી સમજ ધરાવતા હોવાની સાથે માનવતાને સ્પર્શતા દરેક પ્રશ્ન સાથે નિસબત હતી.
રવીન્દ્રનાથના અંતિમ દિવસો સુધી એમની સાથે રહેલાં રાણી ચંદ તેમની સહજ વાતો, ચર્ચાઓ અને વિવિધ પ્રસંગોની નોંધ કરતાં રહેતાં.રવીન્દ્ર સાહિત્યના ચાહકો અને વાચકોને આ પુસ્તક ગુરુદેવ અને તેમના પરિવારનો પરિચય કરાવી બંગાળની ઐતિહાસિક અને કલામય સફર કરાવે છે.
આત્મપરિચય શીર્ષક અત્યંત સૂચક છે. અહીં આત્મકથા નથી, જીવનવૃત્તાંત નથી, માત્ર પોતાની અંગત દ્રષ્ટિએ પોતાનો પરિચય આપવામાં આવ્યો છે. હકીકતો અને વિગતોને અહીં સ્થાન નથી. આ લેખોમાં જીવનના વિવિધ તબક્કે રવીન્દ્રનાથે કરેલા આત્મનિરીક્ષણનો નિષ્કર્ષ પ્રગટે છે.
શ્રીમતી રાણી ચંદ વર્ષ 1927માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં આવે છે.એક શિષ્યા, સેવિકા અને અનુયાયી તરીકે રાણી ચંદ મોટાભાગનો સમય ગુરુદેવ સાથે વિતાવે છે અને તેમની જીવનયાત્રાના સાક્ષી બને છે. તેમને રવીન્દ્રનાથના વિવિધ સ્વરૂપો જોવા મળે છે.
દક્ષા પટેલ
ઘોંઘાટ રહિત, શાંત અને સૌમ્ય રીતે પોતાની કવિતામાં વિદ્રોહનો સૂર રેલાવનાર કવિ કેદારનાથ સિંહ હિન્દી સાહિત્યનું પ્રચલિત નામ છે. આપણી આસપાસ દેખાતી તમામ વસ્તુઓ અને પાત્રો કેદારનાથજીના કાવ્યનો સ્ત્રોત બને છે.
₹150.00
ભારતની ગ્રામીણ અને આદિવાસી સંસ્કૃતિના કવિ અને સર્જક કાનજીભાઈનું સાહિત્ય હિન્દી, મરાઠી, કન્નડ અને અંગ્રેજી જેવી ભાષાઓમાં અનૂદિત થયું છે. ભારતીય આદિવાસી ભાષાઓની સમકાલીન કવિતાઓના સંચયમાં તેમનું મહત્ત્વનું યોગદાન છે.
સર રઘુનંદનસિંહ નરોત્તમ... એમની જિંદગીના છેલ્લા દિવસો એકલવાયા વિતાવી રહ્યા છે... બે દીકરા છે, શૈલરાજસિંહ અને સિકંદર. બે પત્નીઓ, શક્તિબા અને નિલોફર... પરંતુ, અત્યારે એમની સાથે એમના વફાદાર સેવક મહેરુ સિવાય કોઈ નથી!
શિક્ષણની વિવિધ ગતિવિધિઓ અને સાંપ્રત પ્રવાહોથી હંમેશાં અવગત રહેનાર દિનેશભાઈ બાળકો, શિક્ષકો અને સમાજને પ્રેરણા મળે તેવા ૨૧ શૈક્ષણિક લેખો દ્વારા પોતાનું મનન અને ચિંતન પ્રગટ કરે છે. આ લેખો વિદ્યાર્થીઓમાં રહેલા પરીક્ષાના ડરને નાથવા વિશે વાત કરે છે.
‘પરમ તત્ત્વ’ સાથેની ઐક્યપ્રાપ્તિને ઉપલબ્ધ કરવાની ‘સાધના’ કવિ રવીન્દ્રનાથ તેમ વિશિષ્ટ શૈલીમાં ઉદ્ઘાટિત કરે છે. આધુનિક સમયનું અનુસંધાન કરીને ભારતની પ્રાચીન ભાવનાનું (spirit) વ્યાપકપણે વિશ્લેષણ કર્યું છે.
કવિ શ્રી ભાગ્યેશ જ્હાનો સંબંધ આમ તો કવિતા સાથે, તેથી વધીને સંસ્કૃત સાથે પણ ખરો. પરંતુ આ બહુઆયામી સર્જક જ્યારે નિબંધો લખવા બેસે ને તેય પાછા પ્રકૃતિમય થઈને, ત્યારે આપણને મળે છે ‘પર્ણમર્મર’.
દીવાન ઠાકોર
જિવાતા જીવનમાં બનતી વિવિધ ઘટનાઓ મનની સપાટી પર અથડાયા કરતી હોય છે. આ ઘટનાઓથી ઉદ્ભવતાં સંવેદનો શબ્દનું રૂપ ધરી વાર્તા બની જાય છે. વાર્તાકાર દીવાનભાઈ ઠાકોર પણ આવી ઘટનાઓ સાથે સ્વને જોડીને વાર્તાસર્જન કરતા આવ્યા છે.
વાર્તાનગરી બાળકોને વાર્તાઓની કોઈ અલગ નગરીમાં લઈ જાય છે. અહીં જંગલની રક્ષા કરતી ઘોડા-વાંદરા-કાગડાની ત્રિપૂટી છે, ઊંચ અને નીચના ભેદ છોડી સંપીને રહેવાનું શીખવતાં ખિસકોલી અને ઉંદર છે, હિંસા છોડી જીવો અને જીવવા દોનો સંદેશ આપતાં હિંસક પ્રાણીઓ છે.
રાકેશ હાંસલિયા
સરળ-સહજ બાની અને સીધી અભિવ્યક્તિ એ સાંપ્રત ગઝલનો પ્રવાહ છે. એમાં રાકેશભાઈ પોતાનો આગવો સૂર લઈને આવે છે. મિત્રતા પર અઢળક શેર લખાયા છે. રાકેશભાઈ મોકળા મનવાળા સાથે મિત્રતા કરવાનું કહે છે. જિંદગીનો સાચો આનંદ બાળસહજ નિખાલસતામાંથી મળતો હોય છે.
ગુરુદેવ શ્રી રવીન્દ્રનાથ ટાગોરે આઠ દાયકાના આયુષ્યકાળ દરમિયાન જીવનનો ચોથો દાયકો કલકત્તાથી દૂર સિલાઈદાહમાં વિતાવ્યો.અહીં તેઓ બંગાળના ગ્રામ્યજીવનથી પરિચિત થયા.નાવિક, મછવારા, ડોળી ઉપાડનારા કહાર અને વિવિધ બાઉલના સંપર્કમાં આવ્યા, જેમાંના એક હતા ગગન બાઉલ.
રાજુ દવે
વિવિધ કલાનાં ક્ષેત્રો અને જાહેર જીવનને સમર્પિત ૧૧ વિલક્ષણ પ્રતિભાઓનું પોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન રહ્યું છે અને જેમની જીવનયાત્રા પ્રેરણાદાયી રહી છે, તેઓની સાથે રાજુભાઈ વિસ્તૃત મુલાકાત કરે છે, અથવા કહો કે ગોઠડી માંડે છે.
જિતેન્દ્ર પ્રજાપતિ
કવિતાના દરેક પ્રકારને ખેડનાર કવિ જિતેન્દ્રભાઈને ગઝલો વિશેષ આકર્ષે છે.આ વાત તેમના આ ચોથા ગઝલસંગ્રહમાં વર્તાય છે.જાત અને જગતની પીડાની સાથે સાથે બદલાતાં જતાં માનવમૂલ્યો અને પારિવારિક સંબંધોના લગાવને જિતેન્દ્રભાઈએ પોતાની ગઝલોનું તત્ત્વ બનાવ્યું છે.
ચન્દ્રકાન્ત બક્ષી
જાણીતા તસવીરકાર અને સંપાદક સંજય વૈદ્ય દ્વારા સંપાદિત અને લોકચાહના પામેલી ઈ-સિરીઝનું આ પુસ્તક ચંદ્રકાંત બક્ષીના ઈગોનો જાણે ઑલ્ટર ઈગો છે. પાલનપુરમાં જન્મી કોલકાતામાં રહી ગુજરાતી સાહિત્ય વિપુલ સર્જન કરનાર બક્ષીબાબુનું સાહિત્ય એટલે સત્યનો આયનો.
ધ્વનિલ પારેખ
ગઝલકાર અને નાટ્યલેખક ધ્વનિલ પારેખ નવો સાહિત્યપ્રકાર ખેડે છે અને લઘુનવલ પર કલમ અજમાવે છે.સુરતનો એક બિલ્ડર અનેક ઇમારતોનાં નિર્માણ કરી પોતાના ક્ષેત્રમાં ટોચ ઉપર પહોંચે છે.બધી જ રીતે સુખીસંપન્ન એના પરિવારમાં દીકરીનો જન્મ થતાં સોનામાં સુગંધ ભળે છે.
યુસુફ બુકવાલા
ગુજરાતી ગઝલના આકાશમાં અનેક ગઝલકારો સિતારાની જેમ ચમકી રહ્યા છે, પરંતુ કેટલાક ગઝલકારોનું અનોખું પ્રદાન હોવા છતાં તેઓ અલ્પ-પ્રસિદ્ધ રહ્યા છે. આવું જ એક નામ એટલે જનાબ યુસુફ બુકવાલા.
નિધિ મહેતા
જિજ્ઞાસા અને કુતૂહલથી છલોછલ બાળમાનસમાં ડૂબકી મારી તેમને રુચે એવી સાહિત્યસામગ્રી લઈને આવતાં લેખિકા નિધિ મહેતા પોતાની ૧૭ વાર્તાઓ દ્વારા બાળકોને મોજમસ્તી સાથે જીવનના પાઠ ભણાવે છે.
પ્રવીણ જે. પટેલ
આ પુસ્તકમાં રજૂ કરેલા સૉક્રેટિસ સાથેના કાલ્પનિક સંવાદો વાચકોને અનેક રીતે ઉપયોગી થઈ શકે તેમ છે. એક તો, આ સંવાદોમાં, મુખ્યત્ત્વે ભારતના સંદર્ભે, કરેલી અનેક ધાર્મિક, સામાજિક, રાજકીય, અને સાંસ્કૃતિક મુદ્દાઓ સમજવાની પ્રેરણા આપે તેમ છે.
યજ્ઞેશ દવે
કૉન્ક્રીટનાં જંગલોમાં કેદ થતો જતો માનવી ધીમે ધીમે પ્રકૃતિથી વિખૂટો પડતો જાય છે. આવા સમયે કવિ-લેખક યજ્ઞેશ દવે પોતાના પ્રકૃતિપ્રેમને વિવિધ લલિત નિબંધોમાં ઢાળી આપણને પ્રકૃતિના સાંનિધ્યમાં લઈ જાય છે.
પ્રતિષ્ઠા પંડ્યા
જેમ શીર્ષક સૂચવે છે તેમ, આ સંગ્રહનાં કાવ્યોમાં કવયિત્રી અનેક વિષમ પરિસ્થિતિઓ અને યુદ્ધની વિભીષિકાઓ વચ્ચે પ્રેમ અને માણસાઈ જેવાં સંવેદનોને શોધવાનો પ્રયત્ન કરે છે. પછી એ મહાભારત હોય કે કલિંગનું યુદ્ધ હોય, બીજું વિશ્વયુદ્ધ હોય કે ગાઝા પર થયેલાં આક્રમણો.
રામચંદ્ર પટેલ
સાંપ્રત ગુજરાતી કવિતાને ગઝલોએ આકર્ષી છે. પરંતુ આધુનિક યુગની શરૂઆતમાં 14 પંક્તિવાળા સૉનેટ ખૂબ પ્રચલિત હતા.પોતાના અભ્યાસકાળ દરમિયાન જ કવિતામાં રુચિ ધરાવનાર રામચન્દ્રને ઉમાશંકર જોશી, સુંદરમ્, રાવજી પટેલ, સ્નેહરશ્મિ જેવા કવિઓના સૉનેટો આકર્ષે છે.
જેને આપણે પળપળ યાદ કરીને જિંદગીના વર્ષો વિતાવ્યાં હોય, ક્ષણેક્ષણે જેની સ્મૃતિથી આપણી આંખો ભીંજાઈ હોય, જેની હાર પહેરાવેલી તસવીર આપણા ઘરમાં સતત જોઈ હોય એવી કોઈ વ્યક્તિ અચાનક આપણી સામે આવીને ઊભી રહી જાય તો?
વિનોદ ઓઝા
પોતાના વિચારને ગઝલમાં ગૂંથીને વિસ્મય જગાડતા કવિ વિનોદ ઓઝાએ હાથમાં હલેસાની જેમ કલમ લઈને કવિતાનો દરિયો ખેડવાનું સાહસ આરંભી દીધેલું. ગીત, ગઝલ અને અછાંદસ એમ ત્રણેય સ્વરૂપોમાં કાવ્યલેખન કરનાર આ કવિને જે સવિશેષ ફાવ્યું તે ગઝલનું સ્વરૂપ.
ફાધર વાલેસ
સંજય વૈદ્ય દ્વારા સંપાદિત આ પુસ્તકમાં છે ફાધર વાલેસના ચુનંદ નિબંધો સાથે સંજયભાઈ દ્વારા કૅપ્ચર કરાયેલી ફાધર વાલેસની અદ્ભુત ક્ષણો. સંજય વૈદ્ય દ્વારા સંપાદિત અને લોકચાહના પામેલી ઈ-સિરીઝનું આ પુસ્તક વાલેસના વ્યક્તિત્વના એલિગન્સને રજૂ કરે છે.
ભાવેશ ભટ્ટ
પરંપરાગત કલ્પનો અને પ્રતીકોથી બહાર નીકળી હંમેશાં નોખા તર્ક અને દલીલો સાથે ગઝલ કહેતા ભાવેશ ભટ્ટ આ નવા સંગ્રહમાં પોતાનો મિજાજ જાળવી રાખે છે. દુનિયામાં ટકી રહેવા પળેપળ હોશિયાર અને સતર્ક બનતા જતા માણસો વચ્ચે કવિ ઈશ્વર પાસે નોખા જ વ્યક્તિત્વની માગ કરે છે.
કેટલાક તફાવતોને બાદ કરતાં આમ જોવા જઈએ તો ગઝલ અને દુહામાં ઘણું સામ્ય જોવા મળે છે. જેમ ગઝલમાં બે પંક્તિમાં ચોટદાર અભિવ્યક્તિ દ્વારા વાત કહી શકાય તેમ દુહામાં પણ બે પંક્તિમાં અસરકારક વાત કહી શકાય છે.
રાધિકા પટેલ
વાર્તા, નવલકથા, ગઝલ જેવા વિવિધ સાહિત્યપ્રકારોમાં ખેડાણ કરનાર રાધિકા પટેલને તેમનો સ્વરબદ્ધ ગેય ગીતો પ્રત્યેનો લગાવ ગીતો લખવા પ્રેરે છે અને આપણને મળે છે તેમનો નવો ગીતસંગ્રહ ‘રંજાડી ઘોડા’.
‘ખાપછાડા’ એટલે કે અસંબદ્ધ, એકની સાથે બીજાનો મેળ નહીં એ વાત કવિએ સાર્થક કહી છે. કલ્પનાની એક અદ્ભુત સૃષ્ટિ ઊભી કરી છે. સમજુ ડોશીને પાંચ વડસાસુઓ હોય જે મીઠું પાનમાં નાંખે અને ચુનો શાકમાં નાંખે.
₹425.00
વૈશ્નવી પારેખ – કરોડપતિ પિતાનું એકનું એક સંતાન! તેજસ્વી, રૂપાળી, લાડકી અને આઝાદ મિજાજ! વૈશ્નવી એના પિતાના ડ્રાઇવરના દીકરા માધવના પ્રેમમાં છે. માધવ દેસાઈ – IIMAનો પાસઆઉટ. વૈશ્નવી ઘરેથી ભાગીને માધવ સાથે પરણે છે.
હેમંત ધોરડા
હજુ આજેય જ્યારે ગઝલના ગુજરાતી સાહિત્યના કાવ્યપ્રકારરૂપે સ્વીકાર સામે પ્રશ્નાર્થ ઊભા કરાય છે ત્યારે ગઝલ સૌથી વધારે ખેડાતું સ્વરૂપ છે એ પણ હકીકત છે. મૂળ અરબી-ફારસી કાવ્યપ્રકાર હોવા છતાં ગઝલને સમયાંતરે ગુજરાતી ભાષામાં ખેડવામાં આવી છે.
યામિની પટેલ
સમાજની ગુનાહિત ગલીઓમાં જઈ શબ્દનો દીવો કરનાર સાહિત્યપ્રકાર એટલે રહસ્યકથાઓ. ગુજરાતીમાં રહસ્યકથાઓના મૌલિક સર્જનની તુલનામાં વિદેશી રહસ્યકથાઓ અથવા તો ડિટેક્ટિવ વાર્તાઓનો અનુવાદ દાયકાઓથી થતો આવ્યો છે.
અર્પણ ક્રિસ્ટી
બ્લૅક હોલ, જેના શક્તિશાળી ગુરુત્વાકર્ષણથી બ્રહ્માંડનો કોઈ પણ પદાર્થ તેના તરફ ખેંચાયા વગર રહી નથી શકતો. અર્પણભાઈની ગઝલોમાં પણ આવું જ ખેંચાણ છે જે સંગ્રહના શીર્ષકને સાર્થક કરે છે.
રાજેશ્વરી પટેલ
જીવન વહેતું ઝરણું છે. આ ઉક્તિને સાર્થક કરે છે કુદરતનાં વિવિધ રમ્ય સ્થળોના પ્રવાસે નીકળી પડનાર રાજેશ્વરી પટેલ. બરફાચ્છાદિત પર્વતો, વાદળોમાં ઢંકાયેલી ગિરિકંદરાઓ, હરિયાળી વનસ્પતિમાં ખોવાયેલાં ગીચ અરણ્યો, ટેકરી કે તળેટી પર વસેલાં સુંદર ગામ અને નગરો.
ભાવિન ગોપાણી
છેલ્લા એક દશકમાં પોતાના આગવા મિજાજ અને અનોખી બાની સાથે મુશાયરાઓ ગજવનાર કવિ ભાવિન ગોપાણીએ ગઝલરસિકો સાથે સર્જકોને પણ આકર્ષ્યા છે. પરંપરાથી અલગ વિષયો પર ગઝલ કહેનાર ભાવિનભાઈની શાયરીમાં વિષયવૈવિધ્ય સાથે તાજપ જોવા મળે છે.
શબનમ ખોજા
શબનમ ખોજા કહે છે કે તેની સાત પેઢીમાં પણ કોઈનો કવિતા સાથે નાતો નથી. એ ગર્વથી તેમાં ઉમેરે છે : `Yes, I am the chosen one!' કવિતા પોતે પોતાના સર્જકને પસંદ કરે ત્યારે તે સર્જનમાં અભિનિવેશ નહીં પણ આભિજાત્ય હોય છે.
ગૌરાંગ ઠાકર
મુશાયરા હોય કે સામયિકો, આગવી શૈલી અને ચોટદાર રજૂઆત સાથે ગૌરાંગભાઈની ગઝલોએ આગવી ઓળખ ઊભી કરી છે. આધુનિક ગઝલ સર્જનમાં પોતીકી કેડી કંડારવાની તેમની રીત આ નવા ગઝલસંગ્રહમાં પણ જોવા મળે છે.
મકરંદ મૂસળે
ગઝલ શીખવા, સમજવા અને લખવા માગતા દરેકને માટે ગઝલશાસ્ત્રને સહજ, સરળ અને બોલચાલની ભાષામાં સમજાવતા પુસ્તકની આવશ્યકતા જણાતાં કવિ મકરંદ મુસળેએ પ્રયાસ આદર્યો અને આપણને મળ્યું પુસ્તક ‘ગઝલસંસ્કાર’.
પ્રકાશ ત્રિવેદી દ્વારા અમેરિકામાં રહેતા ભારતીયો પર લખાયેલી અને ૧૯૮૩માં પ્રગટ થયેલી નવલકથાએ અનેક ગુજરાતીઓને આકર્ષ્યા,જેનું પુનઃ પ્રાગટ્ય તે સમયના ગુજરાતી વિદ્યાર્થીઓની વસવાટની સંઘર્ષમય કથા સાથે તેના સંકુલ છતાં રસપ્રદ ભાવવિશ્વની સંવેદનશીલ સફર કરાવશે.
વિકી ત્રિવેદી
ક્યારેક જાત સાથે, ક્યારેક ઈશ્વર સાથે અને ક્યારેક પ્રકૃતિ સાથે સધાયેલા સંવાદોની ફળશ્રુતિ એટલે આ સંવેદનાનો વેદ. પોતાની આસપાસ આકાર લેતી વેદનાને પોતાની ગણી તેને સંવેદનાનું રૂપ આપવા વિકી ત્રિવેદીએ લીધો છે શબ્દોનો સહારો.
વિકી ત્રિવેદીનો આ નવો ગઝલસંગ્રહ છંદ, રદીફ અને કાફિયાના પ્રયોગોને લઈને અનોખો છે. એક શેરમાં દિગ્ગજ ક્રિકેટરોની લાક્ષણિકતાઓને ઉપયોગમાં લઈ ઈશ્વરને ફરિયાદ કરતાં કહે છે: મને ઈશ્વર સચિન જેવો બનાવીને જ રહેવાનો, એ મારી સામે દુઃખના બૉલ અખ્તર જેમ ફેંકે છે.
હિન્દી ફિલ્મોના સફળ અને દિગ્ગજ અભિનેતાનું મલેશિયાની હોટેલના સ્ટીમરૂમમાં રહસ્યમય મોત થાય છે. મીડિયાના અહેવાલો અને પોલીસની તપાસ પરથી તેનું ખૂન થયું હોવાની સંભાવના ઊપજે છે.
આપણી ભાષાના લોકપ્રિય સર્જક મધુ રાય. અમેરિકાની આબોહવામાં શ્વાસ લેતાં લેતાં નજર કરે છે વિશ્વના ખૂણે ખૂણે સતત બદલાતા જતા માનવજીવન પર અનુભવે છે સાંપ્રત સંવેદનોને અને પરખે છે નવું રૂપ ધરતા સંબંધોનાં સમીકરણોને.
રશ્મિ ત્રિવેદી
વિશ્વપ્રસિદ્ધ વાર્તાકાર એનીનોર પોર્ટરની સુપ્રસિદ્ધ અંગ્રેજી નવલકથા, જેનો રશ્મિબહેન ત્રિવેદીએ ગુજરાતી અનુવાદ કરેલો, જે વર્ષ ૧૯૭૫માં પ્રકાશિત થયેલો. આ નવલકથાએ ગુજરાતી વાચકોનાં જ નહીં, પરંતુ લેખકોનાં પણ દિલ જીત્યાં.
જિજ્ઞા પટેલ
વાર્તા સમાજનું દર્પણ છે. સારો કે વરવો, સમાજનો વાસ્તવિક ચહેરો વાર્તારૂપી દર્પણમાં પ્રતિબિંબિત થાય છે. સદીઓથી આપણો સમાજ રૂઢિગત પરંપરાઓ અને રીતિરિવાજોની બેડીમાં બંધાયેલો રહ્યો છે.
આપણા જીવનમાં એવા પ્રસંગો બનતા હોય છે જે આપણને અંદરથી હચમચાવી મૂકે. આવા પ્રસંગો પર આપણે તો સહજ આંસુ સારી દઈએ, પરંતુ વાર્તાકાર રાજેન્દ્ર પટેલ માટે તે વાર્તાનો વિષય બને છે.કોઈ ઠોસ અનુભવથી જાગી ગયેલાં સંવેદનો રાજેન્દ્રભાઈને લખવા માટે વિવશ કરી મૂકે છે.
વરિષ્ઠ સાહિત્યકાર અને સાહિત્યમર્મી ચન્દ્રકાન્ત ટોપીવાળાની પત્રચર્ચાઓ અને આવેલા ચર્ચાપત્રોનો કવિ રાજેન્દ્ર પટેલ સંપાદિત સંચય ‘વિનિમય વિવિધા’. કોઈ પણ સાહિત્ય વિવેચન વિના વામણું છે.
પ્રીતિ શાહ સેન-ગુપ્તા
બંગાળમાં બનતી એક સ્વાદિષ્ટ અને પ્રચલિત વાનગી એટલે પાંચ મેશાલી, જેના પરથી પરથી પ્રીતિ શાહ-સેનગુપ્તાએ પોતાના નવા પુસ્તકને શીર્ષક આપ્યું, જેમાં સામેલ છે જુદા-જુદા લેખનપ્રકારો, જેમ કે લલિત નિબંધો, પ્રવાસ નિબંધો, વાર્તાઓ, મૌલિક કાવ્યો અને અનૂદિત કાવ્યો.
નવ વર્ષની કાચી વયે પોતાની માતા ગુમાવનાર રાધિકા માટે પિતા અર્જુનકુમાર દીવાન સર્વસ્વ છે. રંગભૂમિના શિરમોર કલાકાર અર્જુનકુમાર અંગત જીવનનો ખાલીપો દૂર કરવા સુમિત્રાને બીજી પત્ની બનાવી ઘરે તો લઈ આવે છે, પરંતુ રાધિકા તેનો માતા તરીકે સ્વીકાર કરતી નથી.
મહેશ માંજાવાલા
તમે ક્યારેય એવી વસ્તુ કે બાબતમાં સારા એવાં સમયનું રોકાણ કર્યું છે, જેમાં પાછું વળીને જોતાં બહુ જ વ્યર્થમાં ગયું એવું અનુભવાય છે? કોઈ ઓક્શનમાં વધારે પડતો ભાવ ભરી દીધો છે?
કેન્ટ હારુફની વિશ્વપ્રસિદ્ધ નવલકથા ‘Our Souls At Night’નો વીનેશ અંતાણી દ્વારા થયેલો ગુજરાતી અનુવાદ ‘અમારી રાતોનો ઉજાસ’. સિત્તેર વર્ષની આસપાસ પહોંચેલાં બે એકાકી વૃદ્ધોને પોતાની એકલતા સતાવે છે.
આ પુસ્તકમાં લેખક રવીન્દ્રનાથના અંગ્રેજીમાં અનૂદિત પુસ્તકો, કાવ્યો અને અન્ય સાહિત્યપ્રકારોનો ગુજરાતીમાં અનુવાદ તેના અર્થઘટન સાથે મૂકવામાં આવ્યો છે. રવીન્દ્ર અનુરાગી તેમજ સુજ્ઞ વાચકોને રવીન્દ્ર સાહિત્યને માણવાની એક નવી અને અલગ દૃષ્ટિ ખોલી આપે છે.
કેતન કારિયા
• પ્રેમ એટલે શું? • પ્રેમ એટલે એકબીજા પ્રત્યેની અપેક્ષાઓ? • જે પૂરી થાય તો મજા અને ન થાય તો સજા? • શું પ્રેમ કરવો આસાન છે, પરંતુ નિભાવવો મુશ્કેલ? • પ્રેમમાં માલિકીભાવ આવે ત્યારે શું થાય?
ચન્દ્રકાન્ત ટોપીવાળા
સાહિત્યનાં વિવિધ પાસાંને સમજવા વિવેચનનો આધાર મહત્ત્વપૂર્ણ બની જાય છે. ‘અંતરાલ’માં વિવેચનની સમજ આપતા લેખોની સાથે ગુજરાતી સાહિત્યનાં તાજેતરમાં પ્રગટ થયેલાં પુસ્તકોની સમીક્ષા પણ સામેલ છે. સમય, ભાષા, રચના, જગત, સર્જક અને વાચક.
કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને એમનાં કાવ્યોએ વિશ્વભરના કાવ્યરસિકોને અભિભૂત કર્યા. તેમની અજાણી પ્રતિભાને ગુજરાતી વાચકો સુધી પહોંચાડવા રવીન્દ્ર સાહિત્યના અભ્યાસુ શૈલેશ પારેખે પુસ્તકશ્રેણી શરૂ કરી. આ શ્રેણીનું નવું પુસ્તક ‘રવીન્દ્ર પ્રસંગ’.
ચન્દ્રકાન્ત શેઠ
મૂળ સાથે જેમનો મેળ છે અને સત સાથે સુમેળ છે એવા આપણી ભાષાના મૂર્ધન્ય કવિ ચંદ્રકાન્ત શેઠ દસ વર્ષની વયે મહાત્મા ગાંધીથી પ્રભાવિત ચંદ્રકાન્ત ‘એવા બાપુ અમર રહો’ કાવ્ય સાથે પરખે છે પોતાનામાં રહેલી કવિપ્રતિભાને.
₹1,500.00
વિદેશસ્થિત ભારતીય મૂળની પ્રતિભાઓ પૈકીના એક ઉત્તુંગ શિખર સમા શ્રી ભીખુભાઈ પારેખનાં મૂળ દક્ષિણ ગુજરાતના અમલસાડ નામના નાનકડા ગામમાં છે અને એમની પ્રતિભાથી એમણે વિશ્વસ્તરે ગણનાપાત્ર પ્રદાન કર્યું છે.
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
ગુજરાતી ભાષામાં આ પ્રકારનું સર્વપ્રથમ પ્રકાશન છે. કોઈપણ પાનું ખોલીને તમે વાંચશો તો પ્રત્યેક શબ્દ, પ્રત્યેક વાક્ય તમને તમારી ભીતરની દુનિયામાં લઈ જતું લાગશે. આ કાવ્યો મારી દાયકાઓની ઉપાસનાની જિંદગીનો નીચોડ છે.
મયૂર ખાવડું
લેખક મયૂર ખાવડુ સામા પૂરે તરવાની હિંમત કરી રચે છે નવાનક્કોર ૧૭ હાસ્ય નિબંધો, જેનું શીર્ષક ‘સફેદ કાગડો’ જ હાસ્યમિશ્રિત જિજ્ઞાસા પેદા કરે છે. નિષ્ફળતાને કેન્દ્રમાં રાખી લખાયેલા સામાન્ય પ્રસંગો અને ઘટનાઓમાંથી હાસ્ય નીપજતું જણાય છે.
સંજય વૈદ્ય
સુપ્રસિદ્ધ તસવીરકાર સંજય વૈદ્ય દ્વારા સંપાદિત લોકપ્રિય કવયિત્રી પન્ના નાયકનાં ચુનંદાં સર્જનો રજૂ કરતું પુસ્તક ‘એમરલ્ડ’. દરેક કૃતિ સાથે દૃશ્યમાન પન્નાબહેનની લાક્ષણિક મુદ્રામાં લેવાયેલી તસવીર આ પુસ્તકને કલેક્ટર્સ એડિશન બનાવે છે.
બાબુ સુથાર
બાદરાયણના ‘બ્રહ્મસૂત્ર’નું પહેલું સૂત્ર છે: अथातो ब्रह्मजिज्ञासा॥ એટલે કે; હવે અહીંથી બ્રહ્મ વિષયક જિજ્ઞાસાનો આરંભ થાય છે. એ સૂત્રના આધારે બાબુ સુથાર એક બીજું સુત્ર બનાવે છે: અથાતો ઇલિકાજિજ્ઞાસા ॥
સંપાદક : મકરંદ મહેતા
પ્રો. ભીખુ પારેખ એક વૈશ્વિક પ્રતિભા.. એક રાજકીય અને સામાજિક તત્વચિંતક - જેમના લેખો અને વ્યાખ્યાનોનો પ્રભાવ સમગ્ર વિશ્વ પર પડ્યો છે.વિવિધ સંસ્કૃતિઓ અને રાજકીય પરિપ્રેક્ષ્યના તુલનાત્મક અભ્યાસ બાદ ભીખુભાઈની ફિલોસોફીએ બહુસંસ્કૃતિવાદના વિચારને જન્મ આપ્યો.
કોઈ પણ સર્જક પ્રથમ તો ઉમદા ભાવક હોય છે. મૂર્ધન્ય કવિ નરસિંહરાવ દિવેટિયાના વંશજ ગૌરાંગભાઈ પણ કવિતાના ચાહક તેમ જ ગુજરાતી ગીત-સંગીતમાં ઊંડો રસ ધરાવતા સુજ્ઞ ભાવક. સાંભળેલી અને ચાહેલી કવિતાઓનો સૂર તેમની કલમે જઈ બેસે છે અને સર્જાય છે.
અશોક પટેલ (ડૉ.)
ખબર નહીં, આ લખાણ ક્યાંથી આવે છે? માના ધાવણ જેવું છે! ખબર નહીં, ધાવણ... ક્યાંથી આવે છે? વિચાર આવવો ને વિચાર લાવવો એમાં ફરક છે! એક organic છે, બીજું ભેળસેળીયું!
કૅફેની એક આગવી ઓળખ હોય છે! દાખલ થાવ, ને એક માદક ખુશબૂ દોડતી આવે ને તમને વળગી પડે! ચટકંતા રંગો... તમને હાથ ઝાલી, અંદર તેડી જાય! ક્યાંક ગુસપુસ ચાલતી હોય, ક્યાંક વાતો, ક્યાંક અટ્ટહાસ્ય તો ક્યાંક નજરોની મુલાકાતો!
કિરણ ઓઝા
ભારત અવકાશ કાર્યક્રમનો મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ મિશન ચક્રવ્યૂહ એકસાથે નવ ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકવા જઈ રહ્યો છે કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે પરંતુ અંતિમ ઘડીએ જ મિશનના વડાના કમ્પ્યુટર સ્ક્રીન પર ખતરાની ઘંટી વાગે છે અને લૉન્ચ થઈ રહેલા યાનને રોકવા દોડે છે.
પરષોત્તમ રાઠોડ
ઉર્દૂ અદબના મહાન શાયર મિર્ઝા ગાલિબ, જેમની શાયરીથી આપણે સૌ પરિચિત છીએ, પરંતુ તેમના જીવન વિશે અન્ય ભાષાઓની સરખામણીમાં આપણી ભાષામાં ખૂબ ઓછું લખાયું છે.
સટોરી એટલે આત્મબોધ. અચાનક મળેલા આત્મ-જ્ઞાનને ઝેન બુદ્ધિઝમમાં સટોરી કહેવાય છે. આ કથા આત્મોદ્ધારની છે. વિષાદ યોગથી પીડાતી મારા અને તમારા જેવી એક વ્યક્તિનું જીવન, સમજણ અને સ્વીકારથી કઈ રીતે પરિવર્તન પામે છે એની કથા છે.
ભાષાઓની જનની એવી સંસ્કૃત ભાષાના શિરમોર સર્જક મહાકવિ કાલિદાસ, જેમનાં કાવ્યો અને નાટકોએ સાહિત્યરસિકો ઉપર અમીટ છાપ છોડી અને સદીઓ પર્યંત વાચકોને આકર્ષિત કર્યા. કાલિદાસનાં શરૂઆતનાં સર્જનોમાંનું એક ગીતિકાવ્ય - ‘ઋતુસંહાર’.
અનિલા દલાલ
‘અનંત’ અને ‘બહુ’ની સંવાદિતા દ્વારા ‘એક’ને પૂર્ણ અભિવ્યક્તિ આપવી એ જ સર્જનાત્મકતા પાછળ રહેલું સત્ય છે. આ જ વિચારને રવીન્દ્રનાથ પોતાના અલગ-અલગ વિષયો પર આધારિત વક્તવ્યો અને કેટલાક નિબંધોમાં પ્રસ્થાપિત કરે છે.
મૃગેશ વૈષ્ણવ (ડૉ.)
સફળતાનો કોઈ વિકલ્પ નથી હોતો અને નિષ્ફળતા પણ કાયમી હોતી નથી એટલે જ ‘જીત કે હાર કરો સ્વીકાર’. વિશ્વની મહાન વ્યક્તિઓના સંઘર્ષની ગાથા બયાન કરતું આ પુસ્તક વાચકને સફળતા તરફ જવાની દિશામાં પ્રેરિત કરશે.
‘કંઈક/કશુંક/અથવા તો..’ કવિ સંજુ વાળાનો સંવર્ધિત રચનાઓ સાથેનો વિશિષ્ટ કાવ્યસંગ્રહ.સૌરાષ્ટ્રની તળપદી બોલીમાં માનવહૃદયનાં ઋજુ અને બારીક સંવેદનોને ઝીલતા આ કાવ્યસંગ્રહમાં છે રમતિયાળ લય ધરાવતાં ગીતોનો વૈભવ અને હૃદયસોંસરવી ઊતરી જતી ગઝલોનો અસબાબ.
કવિવર ઉમાશંકર જોશી એ નોંધ્યું છે કે ‘કાવ્ય જીવે છે આસ્વાદમાં’. આસ્વાદ થકી કૃતિ લોકહૃદય સુધી પહોંચે છે. આ વિધાન કવિ યોગેશ જોશીને આપણી ભાષાના ઉત્તમ કવિઓ અને કૃતિઓનો રસપાન કરાવતા લેખો લખવા પ્રેરે છે.
જર્મનીની એક યુનિવર્સિટીના ક્વોન્ટમ ફિઝિક્સના પ્રોફેસર ડૉ. રંગરાજન, નોબેલ પ્રાઇઝવિજેતા છે. સમયયાત્રા કરવાની માણસની કલ્પનાને સાકાર કરતી આ નવલકથા આશ્ચર્યજનક ઘટનાઓ અને રસાળ પ્રવાહ દ્વારા અનોખો કથાપટ સર્જી વાચકોમાં કુતૂહલ જગાડી સંતોષ પમાડે છે.
‘આજ અનુપમ દીઠો’ – જેમ શીર્ષક સૂચવે છે તેમ કવિને આંતરચક્ષુના ઊઘડવાથી પરમ ચેતનાનાં દર્શન થયાં છે અને નરસિંહ અને મીરાની જેમ તેમને દરેક દિવસ, દરેક ક્ષણ અનુપમ ભાસે છે.
પ્રભા અત્રે (ડૉ.)
આ પુસ્તકમાં શાસ્ત્રીય સંગીતના અંતરંગ પાસાંની વિસ્તૃત જાણકારી તો છે જ. સાથે સંગીતસાધના, કલા આવિષ્કાર, કલાકારનાં વ્યક્તિગત વલણને ઉજાગર પણ કરાયા છે. સાથે એક ગાયિકાથી લઈને સંગીત રચનાઓ રચવા સુધીની પોતાની ઉપલબ્ધી વિષે વાત કરે છે.
આ પુસ્તિકામાંના નિબંધો ત્રણચાર મિનિટમાં વાંચી શકાય એવા લઘુનિબંધો છે પણ એમાં, કળીમાંથી ફૂલ ખીલે એમ સહજપણે સર્જકની વિચારલીલા ખૂલતી જાય છે ને ખીલતી જાય છે. સંવેદનની ભિનાશવાળા આ નિબંધો વાતવાતમાં વાચકને વિચારતો કરી દે છે ને એમાંનો સર્જક ઉદ્ગાર એને
જીવનનું રહસ્ય શું છે? ભૌતિકવાદીઓ અનુસાર તે મૃત્યુ સુધીની એક સફર છે. અધ્યાત્મવાદીઓ મૃત્યુને અલ્પવિરામના આત્માને અજર-અમર માને છે. ધાર્મિકો અને દાર્શનિકો પણ પોતાનાં અલગ મંતવ્યો રજૂ કરે છે.
રઇશ મનિઆર
પ્રથમ વિશ્વયુદ્ધના સમયનાં રજવાડાંના એક ગામ ચંદ્રપુરની ભોમકા પર આલેખાયેલી આ કથા પ્રેમની, ટેકીલાપણાની અને સાહસની ક્લાસિક છતાં લોકભોગ્ય કથા છે. વીર-વત્સલા નવલકથા એક રીતે વત્સલાની વીરતાની કથા છે તો બીજી રીતે વીરસિંહ અને વત્સલાની પ્રેમકથા છે.
કેવળ સફરમાં છું, હું હરીફાઈમાં નથી રસ્તે ઘણું સરસ છે, જે સરસાઈમાં નથી આ સુંદર શેરમાંથી જ આ ગઝલસંગ્રહનું શીર્ષક આવ્યું છે. આપણા સમયના શ્રેષ્ઠ શાયરોમાંના એક એવા કવિ રઈશ મનીઆરની કલમકલાથી નીપજેલી આ ગઝલો આપણા સહુ કોઈની જીવનસફર દરમ્યાન ભાથું બની રહે છે.
મહેન્દ્ર, માધવી અને રીમાની આ કથા, પરિણય, પ્રણય અને પીડાની કથા છે. ‘એક સાંજને સરનામે’ સમયના કાગળ પર સંબંધની શાહીથી લખાયેલો એક એવો પત્ર છે જે વારંવાર પાછો ફરે છે.ક્યાંય પહોંચતો નથી! માધવી અને મહેન્દ્ર ફરિયાદ વગર, ઝઘડ્યા વગર અદ્ભુત જીવ્યાં.
આપણી આસપાસ કેટલું બધું હોય છે. વસ્તુઓ, વ્યક્તિઓ, વૃક્ષો, વાદળો, પશુપંખીઓ, શાકભાજી, ફેરિયા વગેરે. પ્રત્યક્ષ નજરે આપણાથી અલગ લાગતું આ બધું જ આમ તો આપણા જીવનનો અને આપણી દુનિયાનો ભાગ હોય છે. જેની સાથે આપણે સંવેદનના તાંતણે જોડાયેલા હોઈએ છીએ.
કિરીટ ગોસ્વામી
કલ્પના અને કૌતુકથી ભરેલી આ બાળવાર્તા બાળકોને હસતાં હસાવતાં રમતાં રમાડતાં આપે છે પર્યાવરણના જતનની સાથે e-વેસ્ટ પ્રત્યે સજાગ બનવાની અમૂલ્ય શીખ.
₹65.00
હર્ષવી પટેલ
ગઝલ લખનાર કવયિત્રીઓની યાદી બનાવીએ તો ખૂબ જ ઓછા નામ સામે આવે છે. એમાનો એક આગવો અવાજ - હર્ષવી પટેલ. તેમની ગઝલની કલમમાંથી મૌલિકતાની સાથે ખુમારીની સ્યાહી છલકાતી જણાય છે. આ વાતનો પુરાવો તેમનાં અનેક શેરોમાંથી મળે છે.
વિશ્વભરમાં પ્રચલિત અને અનોખા અંદાજે બયાનવાળા ગાલિબ કોઈ પરિચયના મોહતાજ નથી. ચોટદાર અભિવ્યક્તિ, નોખી છટા,અનોખી વિચારગૂંથણી અને તર્કબદ્ધ કાવ્યાત્મકતા માટે ગઝલની દુનિયામાં અનન્ય સ્થાન પામનાર શાયર અસદ ઉલ્લાખાન બેગ ‘ગાલિબ’ના તખલ્લુસથી મશહૂર છે.
સુરેશ પરમાર ‘સુર’
વિવિધ ક્ષેત્રોમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપનાર ઉમર ખય્યામ સૌથી વધુ જાણીતા છે પોતાની દર્શનવિદ્યા એટલે કે સૂફી ફિલોસૉફી માટે. તેમની આ ફિલસૂફી છલકાય છે તેમની રૂબાઈઓમાં.
આ પુસ્તક પ્રત્યેક વ્યક્તિ દ્વારા અનુભવાતી હતાશાની સામાન્ય લાગણી અને ડીપ્રેશન મનોરોગ વચ્ચેની ભેદરેખા સમજાવે છે. તમારા આંતર મનની વેદના શારીરિક રોગનાં લક્ષણો રૂપે વ્યક્ત થતી હોય ત્યારે તમારા ડિપ્રેશનને કેવી રીતે ઓળખવું?
પૌરાણિક શાસ્ત્રોમાંના એક એવા બ્રહ્માંડપુરાણના ઉત્તરાર્ધમાં શ્રી લલિતા-આખ્યાન (ललितोपाख्यानम्)ના છેલ્લા અધ્યાયોના કુલ 320 શ્લોકોમાં સ્તોત્ર શિરોમણિ એવું ઉત્તમ શ્રીલલિતાસહસ્રનામ્ સ્તોત્રના કુલ 18212 શ્લોક આવેલા છે.
દેવદત્ત પટ્ટનાઇક
રામાયણ વિશે તો અનેક પુસ્તકો લખાઈ અને વંચાઈ ચૂક્યાં છે, પરંતુ પ્રસિદ્ધ માઇથોલૉજિસ્ટ દેવદત્ત પટ્ટનાયક લિખિત ‘સીતા’ શા માટે વાંચવું જોઈએ? પુસ્તક અને નાયક બંને તર્કથી પર છે.
₹750.00
આપણને કોઈ પૂછે કે જીવન કેવું? તો આપણે કહીશું એકદમ મસ્ત. પરંતુ ગઝલકાર દિનેશ કાનાણી જીવનની સાચી તસવીર એક શેરમાં રજૂ કરે છે - બસ ચિઠ્ઠીના ચાકર જેવું જીવન થઈ ગયું છે રસ્તા વચ્ચે સાંકળ જેવું જીવન થઈ ગયું છે.
યુવા લેખક મયૂર ખાવડુ પોતાના પુસ્તક ‘નરસિંહ ટેકરી’ સાથે ગુજરાતી નિબંધવિશ્વમાં માંડી રહ્યા છે. હિરણ નદીને કાંઠે તાલાલા ગીરમાં આવેલી નરસિંહ ટેકરી, જ્યાં વીતેલા બાળપણની દરેક પળને પોતાની સ્મૃતિમંજૂષામાં સાચવી અને શબ્દદેહ આપી જીવંત બનાવી છે.
પ્રિય સેલ્ફ પુસ્તકોનું પુસ્તક છે. આ પુસ્તકના દરેક લેખ પાછળનો એક માત્ર ઉદેશ્ય આત્મોદ્ધાર છે. જે મને ગમ્યું છે, એ તમને પણ ગમશે. જે મને ઉપયોગી નીવડ્યું છે, એ તમને પણ ઉપયોગમાં આવશે એવી શ્રદ્ધા અને આશા સાથે આ પુસ્તકનું નિર્માણ થયું છે.
અશ્વિન જાદવ
અભિવ્યક્તિમાં નાવીન્ય અને છંદ તેમજ વિષયમાં વૈવિધ્ય ધરાવતાં ગઝલસંગ્રહમાં અનેક શેર પહેલી નજરે સ્પર્શી જાય એવા છે. સૌંદર્ય પ્રેમ, પ્રતીક્ષા, વિરહ અને સામાજિક નિસ્બત સાથે લખાયેલી અશ્વિનસિંહ જાદવની ગઝલો અનેક સંભાવનાઓ અને આશાઓ જગાવી અવાજ પ્રસ્થાપિત કરે છે.
વિક્રાંત પાન્ડે, નિલેશ કુલકર્ણી
પ્રભુ શ્રી રામ... જેમણે પિતાના વચન ખાતર ૧૪ વરસનો વનવાસ સ્વીકાર્યો. રામ, લક્ષ્મણ અને જાનકી દ્વારા કરાયેલા આ વનવાસના પથ પર પ્રવાસ કરીને એ તમામ સ્થળોની મુલાકાત લેવાનો વિચાર આવે છે વિક્રાંત પાંડે અને નીલેશ કુલકર્ણીને.
ગુજરાતી કવિતાના આકાશમાં ચોતરફ ફેલાયેલા ગઝલના અજવાળાની વચ્ચે કવિ ધ્વનિલ પારેખ પ્રગટાવે છે અછાંદસ કાવ્યોનો દીવો અને આપણને મળે છે નવો કાવ્યસંગ્રહ ‘પારદર્શક’.
દેવદત્તે કથાના દરેક પ્રસંગનું પોતે જ દોરેલાં આશરે ૨૫૬ ચિત્રો દ્વારા વર્ણન કર્યું છે, જે કથાના આલેખનને યથાયોગ્ય દૃશ્ય પૂરું પાડી વાચકને અનેરો અનુભવ કરાવે છે.
ઇતિહાસના ગર્ભમાં કંઈક કેટલીયે ઘટનાઓની તવારીખ સચવાયેલી છે જેણે માનવજાત અને દુનિયા પર પોતાની દીર્ઘકાલીન અસર છોડી છે. પરંતુ આ તમામ ઘટનાઓની વચ્ચે કેટલીક ઘટનાઓએ માનવતા શબ્દના અર્થ પર પ્રશ્નાર્થ ઊભો કર્યો.
લેખક પ્રવીણસિંહ ચાવડાને એક દિવસ પોતાનું કબાટ ફંફોસતાં મળી આવે છે જૂની કોથળી જેમાંથી નીકળે છે Bank of Scotlandની પાસબુક, યુનિવર્સિટી ઑફ એડિનબરાની લાઇબ્રેરીનું કાર્ડ બ્રિટિશ કાઉન્સિલના કેટલાક પત્રો વિઝિટિંગ કાર્ડ ટેલિફોન ડાયરી, ચબરખી ઉપર સરનામાં વગેરે.
શિરીષ પંચાલ
માનવીના જીવનમાં આવતી કેટલીક મુશ્કેલ પરિસ્થિતિઓ તેને અજવાસમાંથી અંધકારમાં ધકેલી દેતી હોય છે. આ અંધકારમાંથી પાછા અજવાસ તરફ જવા મથતો માનવજીવ બની જાય છે તમસલોકનો યાત્રી.
કવિવર રવીન્દ્રનાથ ટાગોર કંઈ કેટલાયની પ્રેરણામૂર્તિ રહ્યા છે. પરંતુ કવિવરની પોતાની પ્રેરણામૂર્તિ કોણ? જેમણે તેમનાં જીવન અને સાહિત્ય પર ઊંડી અસર પાડી, જેમણે કવિની પ્રતિભાના વિકાસમાં ઊંડો રસ લીધો, એમનું નામ હતું કાદંબરીદેવી.
શૌનક જોશી
વિપુલ માત્રામાં લખાતી ગઝલો વચ્ચે જ્યારે કોઈ નવો અવાજ આવે ત્યારે ભાવકોના કાન સરવા થઈ જાય છે. પૂરતી સમજણ અને નિષ્ઠા સાથે ગઝલકર્મ કરતો આ નવો અવાજ છે યુવા ગઝલકાર શૌનક જોશીનો.
1980નાં દાયકાનો ઉત્તરાર્ધ એટલે આજના કમ્પ્યૂટર મહાશયનો ભાંખોડિયા ભરવાનો સમય યુવા પેઢીને કદાચ ખ્યાલ નહીં હોય કે તે વખતે કમ્પ્યુટરની RAM 2 MB હતી અને હાર્ડડ્રાઈવ 20 MB. અને જો 4MB અને 40MB મળે તો ભયો ભયો.
આમ તો આયુષ્યનો અંતિમ તબક્કો મનુષ્ય માટે કપરો હોય છે. પરંતુ આપણી ભાષાનાં મૂર્ધન્ય કવિ ચંદ્રકાંત શેઠનું કવિ હૃદય જીવન સરિતાના આખરી તટ પર ઉભા રહી મૃત્યુના ઉદયને નિહાળતા નિહાળતા કવિકર્મ કરે છે અને આ ઘડીઓને વિલક્ષણ બનાવે છે.
બાળલેખકની આત્મકથા લાંબા સમયથી અપ્રાપ્ય હતું. હવે તે નવા રૂપરંગમાં પ્રસ્તુત થાય છે. માતૃભાષા તથા તેના સાહિત્યના અસ્તિત્વ વિશે પણ ચિંતા સેવાઈ રહી છે ત્યારે સાહિત્ય પ્રત્યેના સમર્પણની આ કથા વધારે અર્થપૂર્ણ બની રહે છે.
ઇંગ્લૅન્ડના ઉત્તમ નવલકથાકારોની વાત કરતી વખતે વિવેચકો રેબેક્કા ના આ સર્જક એમિલી બ્રોન્ટીની વાત ખાસ કરતા નથી,પણ કોઈ લોકપ્રિય નવલકથા કેટલી હદે ઉત્તમ કૃતિ હોઈ શકે,માનવચિત્તનાં સાતે પાતાળ કેટલી હદે તાગી શકે આ નવલકથા-રૂપાંતર રાજેશ્વરીએ પૂરો પાડ્યો છે.
બાદલ પંચાલ
મહાનગર મુંબઈ. સવાર સાંજ દોડતી લોકલ. ટ્રાફિક જામમાં અટકતા વાહનો. ખદબદતી ઝૂંપડપટ્ટીઓ અને કશુંક પામવા દોડી રહેલું માનવ મહેરામણ. આ રોજિંદી ઘટમાળ વચ્ચે જીવન જાણે યંત્રવત્ બની ગયું છે.
ચન્દ્રકાન્ત શાહ
કવિ, લેખક, નાટ્યકાર, સંચાલક, આયોજક, વાર્તાકાર, ફિલ્મનિર્માતા ને નિર્દેશક કૈંક ઓળખ એમની. વળી પોતાનો આઇટી બિઝનેસ. અમેરિકામાં સંરક્ષણ ખાતા સાથે પણ સંકળાયેલો હોય એવો! પણ એ મળે ત્યારે કોઈ ભાર નહીં, બસ યાર દિલદાર જ મળે.
હરીશ મિનાશ્રુ
પાબ્લો એન્ટોનિયો કુઆદ્રા નિકારાગુઆના અગ્રદૂત - ઝંડાબરદાર છે, નિકારાગુઆમાં સન 1927-29 દરમિયાન વેન્ગાર્ડિયા લિટરરી મુવમેન્ટનો આરંભ થયો હતો. પાબ્લો એન્ટોનિયો એના મુખ્ય પ્રણેતાઓમાંના એક છે.
સમીરા દેખૈયા પાત્રાવાલા
લેખિકા સમીરા દેખૈયા પત્રાવાલા વિચારબીજથી લઈને વાર્તા લખવા સુધીની સફર ખેડી સત્તર ચોટદાર વાર્તાઓનું સર્જન કરે છે.આ વાર્તાઓ ભાવકો સુધી પહોંચવા માટે સ્વરૂપ લે છે એક પુસ્તકનું જેનું શીર્ષક છે ‘ફકીરની પાળ’.આ તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ છે.
કવિ ચંદ્રકાન્ત ટોપીવાલા જીવનની દરેક ક્ષણ અને દરેક અનુભૂતિને કાવ્યમાં રૂપાંતરિત કરવા હંમેશાં સજાગ હોય છે. આવું તમે પણ માનશો જ્યારે એમના તરોતાજા કાવ્યસંગ્રહ ‘કાલવેગ’માંથી પસાર થશો.
ડૉ. શ્યામા મજુમદારની હૉસ્પિટલમાં અડધી રાતે એક ઘવાયેલો દર્દી આવે છે. એનો ચહેરો જોઈને શ્યામાનો ભૂતકાળ કોઈ છંછેડાયેલા નાગની જેમ ફેણ ઉઠાવે છે. દર્દીને મારી નાખવો કે જિવાડવો એ ફક્ત શ્યામાના નિર્ણય પર આધારિત છે.
અનિરૂધ્ધ, અક્ષય અને અંજલિ... પ્રણય ત્રિકોણના ત્રણ એવા ખૂણા જે સતત પોતાનું સ્થાન બદલતા રહે છે. એકમેકની જગ્યા પૂરી દેવા-એકમેકના ખાલીપાને ભરવા સૌ વારેવારે ભૂતકાળમાં પ્રવાસ કરે છે.
₹575.00
સુજ્ઞશ્રી અનિલા દલાલે ગુજરાતી સાહિત્ય પરિષદના વિવેચન, સંપાદન, સંશોધન વિભાગનું અધ્યક્ષસ્થાન શોભાવ્યું છે. એ દરમિયાન તેમણે અનેક વિવેચનલેખો અને અભ્યાસલેખો આપ્યા છે.
વિનોદ માણેક
પ્રેમનો રંગ, પરમતત્ત્વમાં ઓગળી જવાની અલૌકિકતા, જીવનની વરવી વાસ્તવિકતા અને જીવનની ફિલસૂફીથી સજ્જ ગઝલકાર વિનોદ માણેક ‘ચાતક’નો નવો જ ગઝલસંગ્રહ ‘પ્રેમનું સરનામું ગઝલ’.
₹210.00
વીનેશ અંતાણી કહે છે તેમ ‘સાંધ્યદીપ’ સાંજના ધૂંધળા અજવાશ અને ઊતરતી રાતના અંધારાની વચ્ચે અધૂરપના અહેસાસ અને પૂર્ણતાના આભાસની નવલકથા છે.
અંકિત ત્રિવેદી
ઇન્ટરનેટ અને ઈ-મેઇલના યુગમાં જ્યાં પત્ર લખવાનો રિવાજ નામશેષ થઈ ગયો છે એવા સમયમાં કવિ અંકિત ત્રિવેદી પોતાની શ્રદ્ધાળુ અને સંવેદનશીલ કલમે લખે છે પ્રભુને પત્રો.
કલ્પના પાલખીવાલા
મંડલ વિષે ઘણાં પુસ્તકો પ્રકાશિત થયાં છે અને મંડલની હજારો ડિઝાઇનો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર જોવા મળે છે. અહીં નથી કોઈ ઇતિહાસ, નથી એનો વિકાસ કે નથી વિજ્ઞાન.
ભોજા ભગતનો પેલો પ્રસિદ્ધ ગરબો યાદ છે? 'હાલોને કીડીબાઈની જાનમાં!' અને હાલાજી તારા હાથ વખાણું, કે પટી તારા પગલાં વખાણું કેટલું પ્રચલિત છે! આ અછાંદસ કાવ્યોમાં પ્રસ્તુત અવલોકનો જીવસૃષ્ટિ સાથેનાં આપણા સંબંધને તરોતાજા કરે છે.
રંગીન ચિત્રો અને રસાળ શૈલીમાં કહેવાયેલી નવીનક્કોર ૧૫ મજાની બાળવાર્તાઓનાં ત્રણ પુસ્તકો એકસાથે. જેમાં ક્યાંક ગિટાર વગાડતા ઉંદરભાઈ છે તો ક્યાંક સ્કૂલે જતાં કીડીબહેન. હૅન્ડસમ હાથીભાઈ અને બંદરની દોસ્તી છે, ડરપોકમાંથી બહાદુર બનતું ખિસકોલીનું બચ્ચું છે.
રંગીન ચિત્રો અને રસાળ શૈલીમાં કહેવાયેલી નવીનક્કોર ૧૫ મજાની બાળવાર્તાઓનાં ત્રણ પુસ્તકો એકસાથે. QR શ્રાવ્યથી સજ્જ આ વાર્તાઓ બાળકો વાંચી પણ શકશે અને સાંભળી પણ શકશે.
₹125.00
રંગીન ચિત્રો અને રસાળ શૈલીમાં કહેવાયેલી નવીનક્કોર ૧૫ મજાની બાળવાર્તાઓનાં ત્રણ પુસ્તકો એકસાથે.જેમાં ક્યાંક ગિટાર વગાડતા ઉંદરભાઈ છે તો ક્યાંક સ્કૂલે જતાં કીડીબહેન. હૅન્ડસમ હાથીભાઈ અને બંદરની દોસ્તી છે, ડરપોકમાંથી બહાદુર બનતું ખિસકોલીનું બચ્ચું છે.
અવનવા પ્રયોગો, તાજાં કલ્પનો, છંદ તેમ જ વિષય-વૈવિધ્યથી સભર કવિ હરીશ મીનાશ્રુનો ગઝલસંગ્રહ ‘બોલે બાવન બ્હાર બટેર’ ભાવકોને નવા જ ભાવવિશ્વમાં લઈ જાય છે. સાથે ગઝલના અભ્યાસુઓ માટે પણ નવી બારી ખોલી આપે છે.
મહેન્દ્ર જોશી
કવિ મહેન્દ્ર જોષી ગીતો અને ગઝલોનાં સર્જક. અંગત સંવેદનાઓને કાવ્યનું રૂપ આપવા તેઓ અછાંદસ કાવ્યસ્વરૂપનો આશ્રય લે છે અને આપણને મળે છે એક નવો કાવ્યસંગ્રહ ‘ખીંટીઓ’.ક્ષણોની ખીંટીઓ ટિંગાળેલાં સ્મરણોને ઊતારીને તેઓ કાવ્યસ્વરૂપે આપણી સામે ધારે છે.
મનોહર ત્રિવેદી
શ્રી મનોહર ત્રિવેદીને વ્યક્તિ તરીકે હું આદરપાત્ર ગણું, પણ કવિ તરીકે તો પ્રિય જ કહું. એમનાં કાવ્યોમાં આવતી તળની મહેક મને આજેય લોભાવે, પણ આજે મારે એમના એક જુદા વ્યક્તિત્વની વાત કહેવી છે.
મારાં સર્જનની જે ઓળખ ઊભી થઈ છે તે અનુઆધુ નિકતાના ગાળામાં. લખવાનું, સામયિકોમાં મુદ્રિત થવાનું તો છેક મારી ચૌદ-સોળની વયે આરંભાયું. તે સમયે સાહિત્યનાં વિવિધ પાસાંઓની પરખ ન હોય તે સ્વાભાવિક છે.
લખવું એટલે? તમે કહેશો ‘લખવું એટલે લાગણીઓને વાચા આપી સંવેદનોને અભિવ્યક્ત કરવાં.’ પરંતુ કવિતાની ધૂણી ધખાવનાર કવિ બાબુ સુથાર કહે છે,‘લખવું એટલે મૃત્યુ પામવું એટલે કે કોઈક પ્રાચીન લિપિ તળે દટાઈને મરણ પામેલા પતંગિયા સાથે વાત માંડવી.
ગુજરાતી ગઝલની ક્ષિતિજો વિસ્તારીને જેમણે ગુજરાતી ગઝલમાં આધ્યાત્મિકતાનો સૂર મિલાવ્યો, જેમની ગઝલોમાં પરંપરા અને આધુનિકતાનો સમન્વય છે, જેમણે આત્મીય સંબંધોની વેદનાને સંવેદનામાં પરિવર્તિત કરી છે અને ગઝલને ગુજરાતીપણું બક્ષ્યું છે.
₹2,475.00
મૃણાલીની સારાભાઈ
પ્રેમ, શૌર્ય, મોહ, છળકપટ, કર્મ, ધર્મના તાણાવાણામાં ગૂંથાયેલી પ્રાચીન ભારતની મહાન કથા એટલે વેદવ્યાસરચિત મહાકાવ્ય મહાભારત. આશરે એક લાખ શ્લોકોમાં કહેવાયેલી આ કથાને ભારતનાં સુપ્રસિદ્ધ નૃત્યાંગના અને લેખિકા મૃણાલિની સારાભાઈ સંવેદનશીલ કાવ્યનું રૂપ આપે છે.
₹100.00
ઊની પહેરણ પહેરી ખુદની બંદગીમાં લીન રહેતો સંપ્રદાય એટલે સૂફીપંથ. સૂફીપંથના સૂફીસંગીત અને સૂફીનૃત્ય જેટલી જ પ્રભાવક છે સૂફીકથાઓ. આરબ પ્રદેશમાં વહેતી દજલા નદીને કાંઠે ઇસ્લામ ધર્મના સંતોએ તત્ત્વજ્ઞાનથી છલકાતી સૂફીકથાઓ રચી
વલ્લભદાસ નાંઢા
સ્મૃતિઓ જીવનનું અસલી ભાથું છે. કર્મે શિક્ષક અને સ્વભાવે ભાષાપ્રેમી વલ્લભનાંઢા જીવનના સાડા આઠ દાયકા દરમિયાન ભેગું કરેલ અનન્ય સ્મૃતિઓનું ભાથું આપણી સાથે વહેંચે છે એક પુસ્તક સ્વરૂપે. જેનું શીર્ષક છે ‘ત્રિખંડ ત્રિવેણી’.
હાર્દિક વ્યાસ
અમરેલીના ગઝલકાર હાર્દિક વ્યાસ પોતાની ગઝલોમાં પુરુષાર્થ, પ્રારબ્ધ, જિંદગીની ફિલસૂફી અને આધ્યાત્મિકતાનો રંગ લઇ પોતાનું કવિકર્મ કરતાં આવ્યા છે. લાંબી બહેર પર હથોટી ધરાવતા કવિનાં અનેક શેરમાં જિંદગીનાં હકારનો પડઘો સાંભળવા મળે છે.
સંજોગો અને સમીકરણોમા ગૂંચવાતા જીવનની અનેક પરિસ્થિતિઓની તાર્કિક નિષ્કર્ષ સાથે છણાવટ કરતું આ પુસ્તક વાચકને કશુંક નવું વિચારવાની દિશા પૂરી પાડે છે.
‘ક્યાં છો ચંદ્રકાન્ત?’ - આ પ્રશ્નને લઈને શબ્દના સથવારે સ્વયંની ખોજ પર નીકળેલા કવિ, વાર્તાકાર, નિબંધકાર અને સાહિત્યકાર ચંદ્રકાન્ત શેઠની ચુનિંદા શ્રેષ્ઠ રચનાઓને માણવાનો અવસર એટલે પુસ્તક ‘શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ’.
નંદિની ત્રિવેદી
નરસિંહનાં પ્રભાતિયાંથી લઈને મીરાંનાં ભજનો સુધી, મેઘાણીનાં શૌર્યગીતોથી લઈને પાનબાઈનાં ભક્તિગીતો સુધી, કૃષ્ણગીતો હોય કે વર્ષાગીતો, ગઝલ, નજમ કે ફિલ્મીગીતો, રાસગરબા કે લગ્નગીતો ગુજરાતી ગીતસંગીતનું ફલક અસંખ્ય સુમધુર ગીતોના મેઘધનુષી રંગોથી હર્યુંભર્યું છે.
₹775.00
આજીવન ઇચ્છાઓ, લાલસાઓ અને લાગણીઓમાં પરવાયેલા અને અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેલા મનને અચાનક પાછું વાળવું સરળ નથી,પરંતુ અશક્ય નથી.આટોપી લેવાથી જીવનનો ભાર હળવો થાય છે અને જીવવું ઉત્સવ બની જાય છે.આ પુસ્તક વાંચી આપનું મન પણ જરૂર કહેશે ચાલ મન આટોપી લઈએ.
રજનીકુમાર પંડ્યા
ત્રીસી વટાવી ચૂકેલો યુવાન મોહિત લગ્ન માટે કન્યાઓ જોતાં-જોતાં અનાયાસે જ પોતાના મિત્ર સુરેશની દીદીને જોઈ બોલી ઊઠે છે, અહા, કેટલી સુંદર! અને સર્જાય છે સુંદર પ્રેમકથા. ઘાસલેટની એજન્સીના માલિકનો દીકરો મોહન ઊતરતી કોમની સુધીના પ્રેમમાં પડે છે.
લેખકમાત્ર, એ સર્જક હોય કે વિવેચક, પોતાની કૃતિ માટે તરત પ્રતિભાવ ઇચ્છે છે. એ પ્રતિભાવ નર્યો ઉદ્દગાર હોય તો એનું આયુષ્ય ઝાકળના ચળકતા બિંદુ જેટલું હોય છે.
શ્રી યોગેશ વૈદ્ય પાસે લાંબો પચાસ વર્ષોનો અનુભવ છે પોતાના જીવનનો અનુભવ, શેરી, સમાજ, બજાર, સ્વજનો-પ્રિયજનો, પાડોશીઓ, પર્વો-પ્રસંગો, શિક્ષણ, રાજકાજના વારાફેરા, અને નગરનું રોજિંદું જીવન, આટલું બધું સમૃદ્ધ અને ભાતીગળ અનુભવજગત લેખકની મૂડી છે.
માત્ર ૧૪ વર્ષની કુમળી વયે લગ્નગ્રંથિમાં બંધાઈ પતિનો અત્યાચાર સહન કરતાં ધનબાઈ એક સમયે ગરમ પાણીના કુંડમાં પડી આત્મહત્યાનો પ્રયાસ તો કરે છે. પરંતુ ત્યાર બાદ ગાંધીજીની પ્રેરણાથી સહનશક્તિ અને આત્મબળ કેળવી બને છે એક સમર્પિત સમાજસેવિકા.
૨૦મી સદીમાં ભારતભૂમિ પર રચાયેલા ઉત્તમ સાહિત્યમાંનું એક ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું રવીન્દ્રસાહિત્ય.એમના સુપ્રસિદ્ધ બંગાળી કાવ્યસંગ્રહ ગીતાંજલિ ને બહોળા વાચક વર્ગ સુધી પહોંચાડવા કવિવરે પોતે તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો, જે ૧૯૧૨માં પ્રગટ થયો.
₹1,000.00
દુરાગ્રહ... હઠાગ્રહ... સત્યાગ્રહ જેવા શબ્દોથી તો આપણે પરિચિત છીએ, પણ સ્વાગ્રહ એટલે શું એ તમે જાણો છો? પોતાના આગ્રહ પ્રમાણે જીવન જીવવું એ સ્વાગ્રહ અને સ્વાગ્રહ પ્રમાણે જીવનાર સ્વાગ્રહી.
ઉમાશંકર જોશી... ગુજરાતી ભાષાના શિરમોર સાહિત્યકાર જેમણે પોતાની છ દાયકાની સર્જનસાધના દરમ્યાન ગુજરાતી સાહિત્યને મૂલ્યવાન સાહિત્યવારસો આપ્યો છે. આ પ્રશિષ્ટ સાહિત્યકારની કાવ્ય ઉપલબ્ધિઓ અને સાહિત્યક વલણો કવિ ચંદ્રકાન્ત શેઠને નિરીક્ષણ અર્થે પ્રેરે છે.
₹1,750.00
તુષાર વ્યાસ
વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત. જેનાં પાયામાં તેના ન્યાયતંત્રની પણ વિશિષ્ટ ભૂમિકા રહી છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ભારતીય ન્યાયતંત્ર અને તેના સ્વરૂપમાં સમયાંતરે ફેરફારો આવતા ગયા છે અને ન્યાયની પ્રક્રિયા વધુ સુગમ બનતી આવી છે.
બળવંત તેજાણી (ડૉ.)
આપણે કશુંક સાંભળીએ છીએ. આંખથી જોઈએ છીએ. વાંચીએ છીએ અને વિચારતાં પણ રહીએ છીએ. આ બધું ગ્રહણ કર્યા પછી આપણે બોલીએ છીએ અને લખીએ છીએ. બોલવું અને લખવું એ આમ તો સરળ લાગે પણ યોગ્ય, સુંદર અને શુદ્ધ બોલવું અને લખવું એ સહજ સાધ્ય નથી હોતું.
નીતિન વડગામા
નીતિન વડગામાની કવિતાઓ પ્રિયતમા વિશે લખાયેલી ગઝલો નથી. એમની ગઝલોમાં વારંવાર એક શબ્દ આવે છે `સંકેત.’ આ સંકેતને ઉકેલતાં ક્યાં તો સંકેત ઉકેલાયો તેવી આ ગઝલો છે. કોઈ સંતનું વ્યક્તિત્વ કેવું હોય? એ પગલાં કેવાં હોય? એ સંકેત કેવા હોય? તે આ ગઝલોમાં છે.
વિકી ત્રિવેદીની ગઝલોનો પ્રાણ છે પીડા.એની કથાનો સાર છે વ્યથા.વિકીનું મૂળ નામ વિનોદ છે.આપણને લાગે કે કુદરતે એના હિસ્સામાં વિનોદ ઓછો અને વ્યથા વધારે રાખી હશે.એની ગઝલોમાં વ્યથાની મજા અને મજાની વ્યથા છે એ વાત અગાઉ પણ નોંધેલી. કવિ પોતે આમ કબૂલાત કરે છે.
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ એટલે એવા ગઝલકાર જેમણે ગુજરાતી ગઝલની ક્ષિતિજોને વિસ્તારી, ગુજરાતી ગઝલમાં આધ્યાત્મિકતાનો સૂર મિલાવ્યો, જેમની ગઝલોમાં પરંપરા અને આધુનિકતાનો સમન્વય સાધ્યો, જેમણે આત્મીય સંબંધોની વેદનાને સંવેદનામાં પરિવર્તિત કરી છે.
પરેશ ભટ્ટ
આ પુસ્તકમાં સંસ્કૃત એટલે ફક્ત ભાષા જ નહીં, પરંતુ એ સમયનું સમાજજીવન, એ સમયની સમાજવ્યવસ્થા, એ સમયનું ગણિત, વિજ્ઞાન, એ સમયે સાહિત્યમાં કટાક્ષ, દલિતો પણ સંસ્કૃત હતા જેવી અનેક બાબતો આવરેલી છે.
ગણિતશાસ્ત્રી અને ફિલોસોફર બ્લેઈઝ પાસ્કલે કહેલું કે ‘મનુષ્યના જીવનની તમામ સમસ્યાઓ એક ઓરડામાં શાંતિથી એકલા બેસી શકવાની અસમર્થતાને કારણે ઉદ્ભવે છે.’ જેમ જેમ મારું વાંચન, મારી સમજણ અને મારા અનુભવો વિકસતા જાય છે.
આ પુસ્તકમાં એવા લોકોની વાત કરવામાં આવી છે, જેમને આપણે રોજ મળીએ છીએ. જેમનાં ભાષણો આપણે સાંભળીએ છીએ, જેમની કોઈ કાબેલિયત પાછળ આપણે તેમના ઉપર વારી જઈએ છીએ, જેઓ આપણા ઘરની ડિઝાઇન બનાવે છે, જેમણે સારાં કાવ્યો કે ચિત્રો બનાવ્યાં છે.
નાની નાની વસ્તુઓમાં ઊભા થતા ઝઘડા, અપેક્ષાઓ, શંકાકુશંકા અને બીજી કેટલીયે સમસ્યાઓ લગ્નજીવનને તહસનહસ કરી નાંખે છે. સપ્તપદીના સાત મંત્રો જે એકબીજાંનો હાથ પકડીને બોલાયા હોય છે એમાંનું કશુંય માણસને યાદ રહેતું નથી.
પોતાના પરિવાર, માતા-પિતા, સંતાનો અને પત્ની વચ્ચે સંતુલન જાળવતાં જાળવતાં મોટાભાગના પુરુષો થાકી જતા હોય છે. ડાયાબિટીસ, હૃદય રોગ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની બિમારીની સાથે સાથે ખરતા વાળ અને હાઈપર ટેન્શન કદાચ એટલા માટે થાય છે.
આ એકવીસમી સદીના બીજા અને ત્રીજા દાયકામાં અગાઉ કરતા સંખ્યાધિક અને નરવા કવિઓના અવાજ સંભળાય છે. એ બધામાં નોંધ લઈ શકાય એવા કવિ એટલે શ્રી અગન રાજ્યગુરુ. એમનાં વિશે કશું પણ કહેવું એનાં કરતા એમની ગઝલોને જ બોલવા દઈએ.
જીવતી જિંદગી સાથે અલિપ્ત રહેવાની વાત.
અનિલ જોશી
આ પુસ્તકમાં વાચકોને એક સંવેદનશીલ છતાં આક્રમક મિજાજ ધરાવતા કટારલેખક અનિલ જોશીનો પરિચય થાય છે. રાજકીય પરિસ્થિતિ પર વ્યંગસભર ચાબખાથી લઈને દંભી ધર્મગુરુઓને છડેચોક ઉઘાડા પાડવા સુધી તેમની કલમ તરખાટ મચાવે છે.
તળપદી બોલીમાં કાવ્યતત્ત્વના પ્રાણ પૂરી રચી ઉત્તમ કવિતાઓ, ભારતીય દંતકથાઓનાં પાત્રોને પોતાની કવિતામાં નોખી રીતે મઢ્યાં, કન્યાવિદાય જેવા પ્રસંગનું હૃદયદ્રાવક ગીત ઘરે-ઘરે ગૂંજતું કર્યું છે.
₹550.00
હોઈ શકે છતાં ન પણ હોય એવો હરકાન્ત; અંદરથી સબડતા રહેવાની ઋતુમાં બે ફાડિયાં થઈ જતી માધવી; ઘરના હીંચકાઓની વચ્ચે નિજનો હીંચકો ખોઈ બેઠેલી કાન્તા; પોતાના ઘરમાં ભૂતકાળનો એક ટુકડો રંગવા આવેલો ક્રિસ્ટોફર.
‘ગાઓ મજાનાં જોડકણાં’ એ બાળસાહિત્યમાં અનોખી ભાત પાડતો જોડકણાં સંગ્રહ છે. આ સંગ્રહમાં ગુજરાતી જોડકણાંની સાથે ગુજલીશ (અંગ્રેજી શબ્દો સાથેના) જોડકણાંનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે બાળસાહિત્યમાં તદ્દન નવો જ પ્રયોગ છે.
આનંદિતા રૈયાણી
આપણા ધર્મમાં ૧૮ પુરાણો આવેલાં છે. આ પુરાણોના પાઠથી મનવાંછિત ફળ પ્રાપ્ત થતાં હશે... પણ આજે આશાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ પાછળ દોડી રહેલો માણસ ટેન્શન અને સ્ટ્રેસથી પરેશાન છે.
આર્જેન્ટીનાનાં લેખક એરિયલ ડોર્ફમેનની નવલકથા “The Rabbit’s Rebellion” સરમુખત્યારોને ઉઘાડા પાડતી કથા છે. પોલીશ લેખક જાનુસ્ઝ કોરાઝાકેની નવલકથા “King Matt The First”માં એવી કલ્પના છે કે એક બાળક રાજા બને તો શું થાય?
આ કવિતાઓ એક કવિનો પક્ષ લે છે જેને કેદારજી એકવીસમી સદીના બીજા દશકમાં આવીને પક્ષહીન થઈ ગયેલા આપણને સોંપી રહ્યા છે. આ કવિતાઓ હિંસાના વિશાળ પડદા આગળ એક મનુષ્યના હિંસક હોવાનો અસ્વીકાર કરે છે.
ધારો કે, આપણામાં રહેલું કોઈ આપણને કેદ કરે અને એમાંથી મુક્ત થવા આપણે શું નું શું નથી કરતા? પરંતુ એક સર્જક એમાંથી મુક્ત થવા કવિતાઓ લખે છે અને સર્જે છે પોતાનાં હોવા/અસ્તિત્વ સાથે મળેલ આંતરિક વ્યથાઓને વાચા આપતો સંગ્રહ.
મનુષ્ય માટે હરહંમેશ અકળ અને અગોચર રહ્યું છે મૃત્યુ જેનો સમય નક્કી નથી,પણ તેનું આગમન નિશ્ચિત છે પરંતુ એક કવિ પોતાની કવિતામાં કહે છે નચિકેત, છોડ આ યમનો ઉંબરો, પોતાની હઠ, પોતાની જિજ્ઞાસા સાથે આવ કવિ જણાવશે સાફસાફ કે મર્યા પછી શું થાય છે
મહાભારતના સુપ્રસિદ્ધ પ્રસંગો પર આધારિત આ ત્રણ રચના દ્વારા રવીન્દ્રનાથ તેમની આગવી કાવ્યમય અને નાટ્યાત્મક શૈલીમાં પોતાનું ધર્મદર્શન સહજ અને સરળ રીતે પ્રસ્તુત કરતાં નિત્યધર્મનો મહિમા પ્રસ્થાપિત કરે છે.
વતનથી સાત સમંદર પાર વસતો એક કવિ. પોતાનાં માતા પિતાને અંત સમયે પિંડદાન નથી કરી શકતો. ત્યારે તેમના પ્રત્યેના પ્રેમ, માન અને લાગણીને શબ્દોમાં ઢાળી પોતાનાં માવતરને આપે છે કાવ્યાંજલિ અને રચાય છે કાવ્યસંગ્રહ ડોશી, બાપા અને બીજાં કાવ્યો.
હિન્દી ભાષાના નામાંકિત કવિ અશોક વાજપેયી, જે કવિ હોવાની સાથે નિબંધકાર, સમીક્ષક અને બહુઆયામી લેખક છે, જેમનાં ૨૩થી પણ વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. આ કવિનો એક સુપ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જેમાં રફૂ કરી અને થીગડાં મારી જિવાતા જીવન અને સંબંધોની વાત છે.
₹160.00
જીવરામ જોષી (૧૯૦૫-૨૦૦૪)નાં અત્યંત રમૂજી પાત્રો એટલે છકો-મકો. આ છકો-મકો વરસોથી “છકાને માથે ચોટી, મકાને માથે મૂંડો” એવા જોડકણાથી બાળકોમાં પ્રિય છે. છકો છે ઊંચા ઊંચા વાંસ જેવો પાતળો-પાતળો અને મકો છે જાડોપાડો, ગોળમટોળ કોઠી જેવો. બંને ભાઈઓ અભણ છે, સાથે
જીવરામ જોષી (૧૯૦૫-૨૦૦૪)નાં અત્યંત રમૂજી પાત્રો એટલે છકો-મકો.આ છકો-મકો વરસોથી “છકાને માથે ચોટી, મકાને માથે મૂંડો”એવા જોડકણાથી બાળકોમાં પ્રિય છે. છકો છે ઊંચા ઊંચા વાંસ જેવો પાતળો-પાતળો અને મકો છે જાડોપાડો, ગોળમટોળ કોઠી જેવો.બંને ભાઈઓ અભણ છે
ડંકેશ ઓઝા
આપણે ત્યાં ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને આદર્શ અધ્યાપકો શોધવા પડે તેમ છે. એવે સમયે વિદ્યાર્થીપ્રિય અને વિદ્યાપ્રીતિ ધરાવતો અધ્યાપક કેવો હોય, જ્ઞાનની ઝંખના કેવી હોય, એ વહેંચવા માટે એ કેવો તલપાપડ હોય એવા અધ્યાપક એટલે નિરંજન ભગત.
અજિત પોપટ
ફિલ્મ સંગીતનો સુવર્ણ યુગ ગણાતા સમયમાં એક કચ્છી વેપારી પરિવારના નબીરાએ સાવ નાને પાયે સાજિંદા તરીકે કામ શરૂ કરીને ટોચના સંગીતકારોની હરોળમાં બેસી શકે એવું સંગીત પીરસ્યું છે.
ભારતમાતાનાં બે સંતાનો – એક પૂર્વમાં આવેલા બંગાળનાં તો બીજા પશ્ચિમમાં ગુજરાતનાં. એકે અંગ્રેજોની હકૂમતમાંથી ભારતને મુક્તિ અપાવી બીજાએ જગતના બૌદ્ધિક વર્તુળમાં ભારતને ગૌરવ અપાવ્યું.
કોમિલા, બાંગ્લાદેશમાં જન્મેલા બુદ્ધદેવ બસુ (૧૯૦૮-૧૯૭૪), બંગાળના ૨૦મી સદીના રવીન્દ્રનાથ પછીના અગ્રગણ્ય કવિ.બુદ્ધદેવનો જ્યારે સાહિત્ય જગતમાં પ્રવેશ થયો ત્યારે રવીન્દ્રનાથ બંગાળના સાહિત્ય જગત ઉપર જ નહીં.
માનસેનનાં પરાક્રમીના આ પુસ્તકમાં (1) આખરી દાવ, (2) ફિરંગી રાક્ષસ, (3) ભેદી ભોંયરું?, (4) માનસેન ગુમ અને (5) કાળાં ભૂત એમ પાંચ સાહસ, જોમ અને પ્રંચડતાવાળી વાર્તાઓ સમાવી છે.
માનસેનનાં સાહસીના આ પુસ્તકમાં (1) ભયંકર સફર, (2) મોતનો ભાઈ, (3) કુમાર ક્યાં?, (4) મોતનું વમળ અને (5) ભેદી ગુફા એમ પાંચ સાહસ, જોમ અને પ્રંચડતાવાળી વાર્તાઓ સમાવી છે.
શ્રી બુદ્ધદેવ બસુ (૧૯૦૮-૧૯૭૪)ની બંગાળી નવલકથા, ‘રાત ભરે વૃષ્ટિ’, ૧૯૬૭માં પ્રગટ થઈ. અશ્લીલતાના આરોપને કારણે નીચલી કોર્ટે તેને વિતરણ અટકાવ્યું એટલું જ નહીં પણ તેની હસ્તપ્રતનો પણ નાશ કરવાનો હુકમ કર્યો.
પ્રવીણ કુકડિયા
એકવીસમી સદીની પહેલી પચીસીએ પહોંચવા આવ્યા છીએ ત્યારે ગુજરાતી વિવેચન અને સંશોધનમાં કટોકટીભરી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ અતિશયોક્તિ લાગશે પણ અરધાથી પણ વધારે ગુજરાતી અધ્યાપકોને વ્યાકરણની દૃષ્ટિએ સાચું ગુજરાતી લખતા આવડતું નથી.
રજનીકુમારની વાર્તાઓ એમની વાર્તા કલા તથા રસની, ચોટની દૃષ્ટિએ ગુજરાત જ નહીં, પણ ઉત્તમ બ્રિટિશ, અમેરિકી, ફ્રેંચ, રશિયન ઉત્સાદોની હરોળમાં સહેલાઈથી બેસે તેવી છે. કેટલીક તો ચેખોવ અને મોપાંસા જેવાની અમર કૃતિઓની કક્ષાની છે.
આ કથાઓનું ફોર્મેટ આમ તો 'ટૂંકી વાર્તા'નું છે, પણ કેટલીક વાર્તાઓ લાંબી છે. જીવનના પ્રવાસમાં કેટલાંક વળાંકે મળી ગયેલા, થોડાં ડગલાં સાથે ચાલેલા અને પછી કોઈક વળાંકે છૂટા પડી ગયેલા અનેક પાત્રો આ વાર્તાઓમાં ચહેરા બનીને ઉપસ્યા છે.
મન્નુ શેખચલ્લી
‘લોચા છે બોસ!’ મન્નુ શેખચલ્લીની તાજી હાસ્ય કથાઓનો સંગ્રહ છે જેમાં દરેક પાત્રને કંઈ ને કંઈ લોચા પડે છે. પ્રેમમાં લોચા, રોમાન્સમાં લોચા, લગ્નમાં લોચા, કરિયરમાં લોચા, ક્રાઈમમાં લોચા.. અરે, લોચા મારવામાં પણ લોચા!
ગામડાની અનેક પેઢીઓ મદારીના મોરલીવાદન અને નાગ–નાગિનના ખેલ જોઈને મોટી થઈ છે. નાગપાંચમે શહેર કે ગામડાંમાં જો મદારીનાં પગલાં ન પડે તો નાગદેવતાનાં દર્શન દુર્લભ હોય.લોકોને આધુનિક સ્વરૂપે મોરલીવાદન અને નાગિનનૃત્ય દ્વારા મનોરંજન પૂરું પાડ્યું છે.
અનાહિતા અને શિવાંગી. સ્ત્રીનાં બે અલગ ચહેરા.એક સંપૂર્ણપણે સમર્પિત, પ્રેમની મૂર્તિ અને બીજી, સ્વતંત્ર અને તેજમિજાજ. બેની વચ્ચે છે કરણ. શિવાંગી ચાહે છે કરણને, અને કરણ ઝંખે છે અનાહિતાને.
₹850.00
પુસ્તકસમીક્ષા કે વિવેચન મારી સર્જનપ્રવૃત્તિમાં નગણ્ય સ્થાન ધરાવે છે. વિવેચન વાંચવું ગમે, પરંતુ એ લખવામાં રુચિ નહીં. એથી મેં એ દિશામાં સભાનતાપૂર્વક કામ કર્યું નથી. પુસ્તક વાંચવા લઉં ત્યારે મુગ્ધ ભાવકની જેમ એનો આનંદ માણું.
રવીન્દ્રનાથનાં સર્જનોમાં પ્રકટ થતું તેમનું દર્શન તેમને વિશ્વનાં સંસ્કારપુરુષોની સાથે સ્થાન આપે છે. તેમની સર્જકપ્રતિભા સાહિત્ય, સંગીત, કલા, ચિત્ર જેવાં અનેક ક્ષેત્રોમાં પરિસ્ફુટ થયેલી છે.
શબ્દ. એ અવાજ કરતાં પણ વધારે મહત્ત્વનો છે. આદિમાનવે આડી-ઊભી-ત્રાંસી લીટીઓ અને ચિત્રો દોરી, એને ગતિમાન બનાવી ભાષાનો આરંભ કર્યો અને સદીઓ જતાં ભાષા વિકસી.આ ભાષાએ આપણને પ્રાથમિક શબ્દો આપ્યા.અવાજ તો સંદેશ-વ્યવહાર માટે પ્રાથમિક લક્ષણ બની જળવાઈ રહ્યું.
ભૂપત વડોદરિયા
માણસે પોતાના ભણતરને પોતાનું જ એક અંગ બનાવવાનું છે અને પોતાના સમગ્ર વ્યક્તિત્વ અને એકંદર હીરમાં તેને ભેળવી દેવાનું છે. ગમે તેવી ઊંચી કે મોટી ડિગ્રી તમને મજબૂત બખ્તર જેવી લાગે, પણ આવા કોઈ પણ બખ્તરની કિંમત મર્યાદિત છે.
માણસને બધું જ માણવું હોય છે, પણ પોતાના સમયને જ માણવાનું ભૂલી જાય છે. આખી દુનિયા સાથે દોસ્તી કરવી હોય છે, પણ પોતાની જાત સાથે જ મિત્રતા કરવાનું ભૂલી જાય છે. સરવાળે થાય છે એવું કે માણસ પોતાના માર્ગથી જ ભટકી ગયો હોય એવું એને લાગવા માંડે છે.
₹265.00
અત્યારનો સમય બહુ ફાસ્ટ થઈ ગયો છે. ઇન્ટરનેટે દુનિયાને કમ્પ્યૂટર અને મોબાઇલ ફોનના સ્ક્રીનમાં સમાવીને લોકો સામે ધરી દીધી છે અને માણસ પણ જાણે આખું જગત મુઠ્ઠીમાં હોય એવી રીતે જીવવા લાગ્યો છે. બધાને ટૂંકા સમયમાં ઊંચા થઈ જવું છે.
સુખ અને દુઃખ એ જિંદગીનાં સનાતન સત્યો છે અને એ પણ સત્ય છે કે બેમાંથી કોઈ જ કાયમી નથી. દુઃખને જીરવવા કરતાં દુઃખને સમજવું જરૂરી છે. માણસ મોટા ભાગે કામચલાઉ રીતે આવેલી સમસ્યાઓને દુઃખ સમજી લે છે અને દુઃખી-દુઃખી થઈ જાય છે.
જિંદગીને ઉત્સવની જેમ માણો... જિંદગી ફક્ત જીવવા માટે નથી હોતી, પણ સાર્થક કરવા માટે હોય છે. જિંદગીની સાર્થકતા સુખ અને શાંતિમાં છે, જિંદગીની સાર્થકતા પોતાના લોકો સાથે દરેક ક્ષણ શ્રેષ્ઠતાથી જીવવામાં છે.
ૐ રહસ્યમય અવાજ, પ્રતીક અને મંત્ર તરીકે નોંધપાત્ર પવિત્ર સ્થાન ધરાવે છે અને બૌદ્ધ, હિંદુ, અને જૈન ધર્મો તેમજ કેટલાક ગૂઢ અધ્યયન કરતાં જૂથોમાં એનો ઉપયોગ થાય છે. ભારતના અતિ પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં એનું ગીત અથવા જપ તરીકે અર્થઘટન કરાયું છે.
‘જાત સાથે વાત’ પુસ્તક જીવનતત્ત્વોની ઓળખ કરાવવાનો અને તેને વૈજ્ઞાનિક સંદર્ભે સમજાવવાનો એક એવો પ્રયાસ છે; જે વાચકને પોતોની જિંદગીમે તેના યથોચિત સ્વરૂપે જાણવાનું, સમજવાનું અને પામવાનું સામર્થ્ય કેળવવા પ્રેરશે.
સાંપ્રત જીવનની આવી જ વાસ્તવિકતાઓનું ચિંતન કરી લયબદ્ધ રીતે અભિવ્યક્ત કરતા ગઝલકાર ભાવેશ ભટ્ટ પોતાના તરોતાજા ગઝલસંગ્રહ ‘જતનથી તૂટીએ’ દ્વારા આપણને લઈ જાય છે એક નવા ભાવવિશ્વમાં.
પીડિયાટ્રિક ઑર્થોપેડિક સર્જન ડૉ. મૌલીન શાહ દર્દથી પીડાતાં બાળકોના જીવનમાં ગતિ, ઉલ્લાસ, આશા અને નર્તન ભરે છે સાથે તેમની સારવાર દરમિયાન આવેલી અડચણો અને મુશ્કેલ સંજોગોમાંથી માનવતાસભર અભિગમ ધરાવતા સંવેદનશીલ પ્રસંગોનું વાર્તાસ્વરૂપે નિરૂપણ કરે છે.
સફળ દરેકને બનવું હોય છે પણ સફળતાની ચાવી શું?
જેમ ભાવક વિના સર્જક અધૂરો છે એમ સર્જક વિના ભાવક પણ અધૂરો છે. સર્જક અને ભાવક એકમેકના પૂરક છે. ઉત્કૃષ્ટ પ્રકારના સર્જનનો આધાર જેટલો સર્જકની પ્રતિભા પર રહેલો છે એટલો જ બાબતની પ્રતિભા પર પણ રહેલો છે.
આપણે જિંદગી જીવીએ છીએ. રોજેરોજ શ્વાસમાં ભીતર લઈએ છીએ અને ઉચ્છ્વાસમાં એને બહાર કાઢી નાખીએ છીએ. સુખ-દુઃખ, પીડા, પશ્ચાત્તાપ, પ્રશ્નો, ક્ષમાયાચના, ઝઘડો, ફરિયાદ અને ફરી ફરી યાદ આ પત્રો માત્ર મારી નહીં - આપણા સૌની જિંદગીને કરેલું સંબોધન છે.
“કરાર” એટલે બે પક્ષકારો વચ્ચે થયેલ સમજૂતીનો લેખિત પુરાવો. જેમાં એક પક્ષકારની દરખાસ્ત અને બીજાની સ્વીકૃતિને કાયદાકીય મહોર મારવામાં આવે છે. પરંતુ કુદરત અને માનવી વચ્ચે પણ એક વણલખ્યો કરાર અસ્તિત્વ ધરાવે છે.
ભરત વિંઝુડા
કોઈ પણ ઘટના અચાનક બની રહી હોય ત્યારે કેમેરો લઈને તેનો વિડીયો શુટીંગ કરવા માંડીએ તો તે દસ્તાવેજી ફિલ્મ થઈ ગણાય. કોઈ કલાકૃતિમાં એનો સમાવેશ થાય નહીં. ઉપરાંત દરેક વ્યક્તિનો એક સમય ચાલતો હોય છે.
આ સમગ્ર પુસ્તકનો એકમાત્ર હેતુ ‘ગ્રોથ’ છે. ઈમોશનલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ- એટલે કે ભાવનાત્મક અને બૌદ્ધિક વિકાસ. કારણ કે વિકસતા રહેવું, એ મનુષ્યની પ્રકૃતિ છે. જે ક્ષણે મનુષ્ય વાચવાનું, શીખવાનું કે વિકસવાનું બંધ કરી દે છે.
દસકાઓથી બંગાળ – શાંતિનિકેતનના મુલાકાતી રહેલા કવિશ્રી સતીશચંદ્ર વ્યાસ જીવનમૂલ્યો સંકોરતાં શિક્ષણમૂલ્યોની માવજત કોણ, કેવી રીતે કરી શકે તે વિગતો ‘શાંતિનિકેતન : બાઉલની નજરે’માં 26 રસપ્રદ લેખો દ્વારા આપે છે.
સમગ્ર બંગાળનું પરિભ્રમણ કરી એકેએક બાઉલને પ્રત્યક્ષ જાતે મળી સો વાતોની વિગતો એકઠી કરી છે! કેવો જબરો પરિશ્રમ! કોણ છે આ બાઉલ સંતો? આચાર્ય ક્ષિતિમોહન સેન ભારતીય સંતપરંપરાને બે શ્રેણીમાં વિભાજિત કરે છે. બાઉલગાન કંઠસ્થ સ્વરૂપે જળવાયું છે.
પુરાકથાઓ, લોકકથાઓ અને સાહિત્યની અનેક પ્રેમકથાઓ અમર થઈ છે તથા વાસ્તવ જગતમાં પણ અનેક પ્રેમકથાઓ રચાઈ છે અને રચાતી આવશે. તેમાંથી કેટલીક પ્રેમકથા વાસ્તવિક હોવા છતાં દંતકથારૂપ બની ગઈ.
હાઇકુના વિશ્વમાં આ નાનકડું ડોકિયું એ ઘરની બારીમાંથી બહારના જગતમાં, અવકાશયાનમાંથી અંતિરક્ષમાં કે જાતના કોઈ અજવાળિયા ખૂણામાં ડોકિયું કરાવશે તેવી આશા સાથે આ સંગ્રહમાં ડોકિયું કરવા આપ સહુને પ્રેમભર્યું ઇજન.
પ્રદીપ ખાંડવાળા
પંદર પ્રકરણોમાં વહેંચાયેલો આ કાવ્યસંગ્રહ- ભૂતકાળ અને ભવિષ્યકાળનાં અસ્તિત્વો, સત્યના સત્ય, ઝાંખીઓ, સંબંધો, આપખુદી અને અનુકંપા, પ્રવાસો, સ્વ, પરિવર્તનો અને પ્રવાસોની અનુભૂતિનો અહેસાસ કરાવતી રસપ્રદ અછાંદસ રચનાઓનો સંગ્રહ છે.
એકાન્તદ્વીપ ને લેખકે નવલકથા કહી છે પરંતુ દેખીતી રીતે જ એ નવલકથા નથી. એમાં પાત્રસંખ્યા નવલિકાની સામાન્ય અપેક્ષા કરતાં પ્રમાણમાં વધારે છે અને કથાનાયક સિવાયનાં પાત્રો પણ એમાં કેન્દ્રગામી થતાં રહે છે એટલે એને નવલિકાના વર્ગમાં પણ મૂકી શકાય તેમ નથી.
રોજ-બરોજના જીવનમાં આપણે અનેક નાની-મોટી ઘટનાઓના સાક્ષી બનીએ છીએ અનેકવિધ પાત્રોના સંપર્કમાં પણ આવીએ છીએ. એ ઘટનાઓ અને પાત્રોનો સપાટી પરનો રંગ જુદો છે અંદરના પ્રવાહોની રંગછટા જુદી છે એ રંગછટાઓને જાણવાનો આ રીતે શબ્દો દ્વારા સપાટી પર લાવવાનો આ પ્રયાસ છે.
રૂપા મહેતા (ડૉ.)
જાજરમાન વ્યક્તિત્વ, રેડિયો પ્રસારણ ક્ષેત્રના કર્તૃત્વ અને સ્વાનંદી જીવનને કારણે વસુબહેન એક જમાનામાં સેલિબ્રિટી હતાં.સાઠના દાયકાથી પોતાના નામની આગળ પાછળ કશું જ નહીં લગાવવાનો તેમનો ક્રાન્તિકારી નિર્ણય તેમના સ્વતંત્ર વ્યક્તિત્વનું સ્ટેટમેન્ટ હતું.
મહિમા જયસિંહ... માત્ર મુંબઈ જ નહીં, નૅશનલ અખબારો માટે પેજ થ્રી પર્સનાલિટી! એનો એક્સ પતિ રાહુલ સેન, મૉડેલ, હૉલીવુડ-બૉલીવુડનો હીરો... અનેક સ્ત્રીઓનાં સપનાંનો રાજકુમાર. અર્જુન જયસિંહ... મહિમાનો ભાઈ અને એનો વિરોધી.
સમાચારની દુનિયામાં કામ કરવા માગતા યુવાનો અને એ દુનિયાના તમામ પાસાં જોવા-સમજવા માગતા સામાન્ય જન માટે આ પુસ્તક ઉપયોગી થઈ પડશે.આકાશવાણીમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે સમાચારવાચક-સહ-ભાષાંતરકાર અને પાછળથી કોરસ્પોન્ડન્ટ તરીકેના જાત-અનુભવનો આમાં નીચોડ છે.
કાવ્ય, નવલકથા, વિવેચન, વાર્તા, નિબંધ, બાલવાર્તાઓ-ગીતો – એમ સાહિત્યનાં તમામ સ્વરૂપ સાથે સુપેરે કામ પાડનાર કવિશ્રી મનોહર ત્રિવેદીના નવતર સંગ્રહ ‘કહો કે ના કહો’ એ ગીતો, ગઝલો અને અછાંદસ કાવ્યોનો સંગ્રહ છે.
રુક્મણિ, સુરતના ચકલા વિસ્તારમાં દેહવ્યાપારના વ્યવસાયમાં ફસાઈ ગયેલી, એક સ્વમાની, મહત્ત્વાકાંક્ષી અને હિંમતવાળી છોકરી... પોલીસથી શરૂ કરીને દલાલ સુધી એ કોઈનાથી ડરતી નથી.
હિન્દી સિનેમાના ગોલ્ડન પિરિયડ વિશે માહિતી આપતાં પુસ્તકો તો અનેક હશે પણ આ પુસ્તકમાં મન્નુ શેખચલ્લી એક રસિયા પ્રેક્ષકની નજરથી તેને થોડી રમુજી અને થોડી એક્સ-રે પધ્ધતિથી રજુ કરતાં કરતાં એ જમાનાની ખાટીમીઠી યાદોને હસતાં હસાવતાં વાગોળે છે.
રમણિક સોમેશ્વર
રમણીક સોમેશ્વર ઘડી વાર પણ ભૂલવા દેતા નથી કે આ નિબંધો સંવેદનશીલ કવિએ લખ્યા છે.નિબંધ લખતી વેળા એ કવિતામાં વિચારે છે,એમનું ગદ્ય અનેક જગ્યાએ કાવ્યપંક્તિ બની જાય છે વિચારની સાથે સંવેદનોને ઝબકાવતું રહે છે જાણે વિવિધ રંગી સ્ફુલ્લિંગો ચારે બાજુ ઊડતા હોય.
આ કાવ્યસંગ્રહનાં ઘણાં કાવ્યોમાં વિગત સમયખંડની સંવેદનશીલ છબિ છે. એ છબિ ઊભી કરવામાં પ્રયોજેલી ભાષા, લય, રીતિથી આ રચનાઓ અવશ્યપણે અન્ય સમકાલીન રચનાઓથી નોખી પડે છે. આ કવિતામાં અસ્મિતા ભાન સ્પૃહણીય રૂપે વ્યક્ત થયું છે.
તેજલ શાહ - અર્પિતા પંડ્યા
ડગલે ને પગલે આવતી સમસ્યાનું નિવારણ કરીને, આત્મવિશ્વાસ ઉજાગર કરવાની વાત આ પુસ્તકમાં સરળતાથી કહી છે. કિશોરો માટે ભારેખમ સલાહને બદલે શનાયાના જીવનપ્રસંગો વર્ણવીને એક માર્ગદર્શિકા બનાવી છે. આ કિશોરકથા દરેક ઉંમરની વ્યક્તિ માટે વાંચવા યોગ્ય છે.
પાંચ વિભાગમાં રજૂ થયેલાં આ સંગ્રહનાં કાવ્યો જ્ઞાની-વિજ્ઞાની કવિ યજ્ઞેશ દવેએ એકલાએ રચેલાં છે પણ એકમાં અનેક અવતરેલા કવિઓનો ભેટો થાય છે. આ કવિ પર્યાવરણના નિષ્ણાત તો ગળથૂથીથી પણ ઇતિહાસ-ભૂગોળ અને નૃવંશશાસ્ત્રનાં તથ્યો પણ માણતા રહે છે.
શુચિતા દિવેટિયા મહેતા
શ્રીરૂપગોસ્વામી દ્વારા સંકલિત શ્રીભક્તિરસામૃતસિન્ધુ ગૌડીય વૈષ્ણવ પરંપરામાં અનન્ય સ્થાન ધરાવે છે. તેટલું જ નહિ પરંતુ ભારતીય રસશાસ્ત્રના ક્ષેત્રે પણ તેનું પ્રદાન મહત્ત્વનું છે.
આધુનિક સમયમાં માનવરૂપે જન્મેલી નાગિન અને ઇચ્છાધારી નાગની પ્રણયકથા આ કહાનીનો વ્યાપ માનવલોક અને નાગલોક એમ બે લોકને સમાવે છે. તેમાં નાયક અને નાયિકાના બે નહિ પણ ત્રણ જન્મના અંતરાલો છે.
હેમંત પૂણેકર
આજકાલ ગઝલો વિપુલ પ્રમાણમાં લખાય છે. એકંદરે છંદોબદ્ધ રચના લખનારાઓનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે. ‘કાગળની નાવ’ લઈને ગઝલની વૈતરણી પાર કરવા નીકળેલા કવિ ચોક્કસ ગઝલને ભાળી ગયા છે.
ગોલગપ્પા જેવો ગોળમટોળ અને ખાવાનો શોખીન ગગન અને સોટી જેવી પાતળી જયુ- એટલે કે જ્યોત્સના- મળે એટલે પ્રેમ તો થાય જ ને! એમાં વળી ભળે છે રસોઈના રાજા એવા ગગનના મગન મહારાજ અને ‘કરમ કઠિયારાનાં અને જાત ગરાસિયાની’ એવો ગગનનો મુફલિસ દોસ્ત ચંદુ.
હારવાના, મુંઝાવાના અને મલકાવાના પ્રસંગો કોના જીવનમાં નથી આવતા? કોઈ સદ્ભાગીને સુખ મળે છે.કોઈને દુઃખ અને બાકીનાઓને જીવનની ધુળિયાવાટે એક લાંબી નીરવ દડમજલ. એમનું શું થયું તે જાણવા અને ધીરુબહેન પટેલી પ્રવાહી શૈલી માણવા સાદ્યંત વાંચવી પડે એક ડાળ મીઠી.
આકસ્મિક મૃત્યુના પ્રચંડ ધડાકા પછી ચારે બાજુ વેરાયેલી અસંખ્ય કરચોની જેમ પરિવારમાં પાછળ રહી જતી વ્યક્તિઓનું જીવન વેરણછેરણ થઈ જાય છે. મૂળ ઘટનાના અનુરણનો એમના મન અને જીવનમાં પડઘાતાં રહે છે.
લગ્ન– એક એવો સંબંધ જે ઋગ્વેદથી શરૂ થઈ ને બાવીસમી સદી સુધી અપગ્રેડ થતો રહ્યો. સમય સાથે લગ્નની વ્યાખ્યા અને વ્યવસ્થા બદલાતી રહી છે, પણ સુખ અને સહજીવનની basic જરૂરિયાત હતી અને છે જ. બે જુદી વ્યક્તિ, જુદો ઉછેર, જુદાં શિક્ષણ, માનસિકતા અને ઇગો.
આ પુસ્તકના મુખ્ય બે જ હેતુ છે : રાહત અને રૂઝ. રડતા હૈયાને છાનું રાખવા માટે સહાનુભૂતિ, સ્પર્શ અને સથવારાની જરૂર પડે છે. અને ક્યારેક કોઈ સાવ અપરિચિત વ્યક્તિ દ્વારા લખાયેલા શબ્દો આ ત્રણેય ભૂમિકા ભજવી અશાંત મનને શાતા અને સ્થિરતા આપી જતા હોય છે.
સ્ત્રી ઈશ્વરનું સુંદરતમ સર્જન છે અને સંબંધ એ સ્ત્રીનું ઉત્તમ સર્જન છે! સીતાથી શરૂ કરીને સની લિઓની સુધી... રઝિયા સુલતાનથી શરૂ કરીને રેખા સુધી...ગંગાસતીથી શરૂ કરીને ગાયત્રીદેવી સુધી... દરેક સ્ત્રી સ્વભાવ, પ્રકૃતિ, શરીર અને સંવેદનાથી ભિન્ન છે.
ભરત દવે
રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમ એકબીજાના પર્યાયો નથી, બંને સમાનાર્થી નથી. કેમ કે દેશપ્રેમ સહજ, સ્વાભાવિક, કુદરતી છે. જેમ તમને તમારો પરિવાર વહાલો છે એવી જ રીતે જે દેશમાં તમે જન્મ્યા એ દેશ પ્રતિ તમને અાપમેળે જ વહાલ ઊપજે છે.
મગજ કસવું પડે એવા સામાજિક વહેવારો, રિવાજો કે પછી કુરિવાજો એવું વરવું સ્વરૂપ ધારણ કરતા જાય છે કે એનો ઉકેલ આપવા અદાલતોએ ઘણીવાર નુક્તેચીની કરવી પડે છે. જેમ કે,એક સવાલ એવો પણ છે કે, એક પિતા પોતાનાં બે સંતાનો પૈકી એક પુત્રના લગ્નસંબંધો સરળતાથી બાંધી શકાય.
સુપ્રસિદ્ધ સર્જક વીનેશ અંતાણીના નિબંધસંગ્રહ ‘પોતપોતાનો વરસાદ’ના નિબંધોમાં એમણે જાત સાથે કરેલી અંગત અને આપણા સૌની વાતો છે. કોઈ સંવેદનશીલ સર્જક મુંબઈ જેવા મહાનગરમાં એકલો પડે ત્યારે એનું ભાવવિશ્વ અલગ જ રૂપમાં પ્રગટ થાય છે.
શ્રી ટોપીવાળાસાહેબનું વિવેચન વિવિધ સૂરોમાં પ્રગટેલ છે. ‘પહોંચનામા’માં એ બધા સૂરો વિસતર્યા છે. ‘પ્રથમ સૂર’માં સાહિત્યની સર્વસામાન્ય વિગતોનો સ્પર્શ છે. ‘મધ્યસૂર’માં મારી મધ્યકાલીન ચેતના અંગે મથામણ છે.
શ્રી રજનીકુમાર પંડ્યાની સિદ્ધહસ્ત કલમે એક સત્યઘટના પરથી આલેખાયેલી રોચક નવલકથા.
તીરછી નજર’ એ ‘હાસબિલોરી’ અને ‘શબ્દઠઠ્ઠા’ પછીનો રજનીકુમાર પંડ્યાની હાસ્યરચનાઓનો ત્રીજો સંગ્રહ છે. હાસ્યરચનાનું સર્જન તત્ત્વતઃ તીરછી નજરનો જ ખેલ હોય છે. હાસ્યકારને તીરછી નજરનું વરદાન મળેલું હોય છે.
ગુજરાતી સાહિત્યના એક વિલક્ષણ મહત્ત્વના કવિ અને વિવેચક ચન્દ્રકાન્ત ટોપીવાળાના સમગ્ર સાહિત્યના અનુસંધાનમાં ‘આલોચનાત્મક નોંધો’ (Critical notes) દર્શાવતો અને બહુપારિમાણિક તોમજ બહુસ્તરીય સાહિત્યિક સંદર્ભો ધરાવતો આ વિશિષ્ટ ગ્રંથ છે.
હિંદી ફિલ્મઉદ્યોગના પહેલા દાયકાની ફિલ્મોનો આટલો ઝીણવટભર્યો અને વર્ણનાત્મક ઇતિહાસ ધરાવતું કદાચ આ પહેલું ગુજરાતી પુસ્તક હશે. હિંદી ફિલ્મોના ઈતિહાસનું સળંગસૂત્રી આલેખન જટિલ અને પહોળો પટ માંગી લેતું કામ છે.
ચિનુ મોદી
કવિ શ્રી ચિનુ મોદીના સ્વર્ગવાસ પછી એમની જૂની હસ્તલિખિત બે ડાયરીઓ મળી આવી, ‘ઈર્શાદગઢ’માં ધાંધલ-ધમાલ શરુ થઈ – એ ડાયરીઓને ગ્રંથસ્થ કરવાની. ગઝલ, ગીત, દોહા, મુક્તછંદ કાવ્યો, બાળ કાવ્યો વગેરેથી ડાયરીનાં પાનાં ઉભરાઈ રહ્યાં હતાં.
ચિત્રા દેસાઈ
ચિત્રા દેસાઈ માટે કાવ્યલેખન પ્રક્રિયા કેવી છે? તે માટે તેઓ એક અત્યંત સુંદર કલ્પન આપે છે તે છે બાજ પક્ષીનું. આ પક્ષી જે રીતે પોતાના આયુષ્યના ચાલીસ વર્ષ પછી તેની ચાંચ ઘસી-ઘસીને કાયાકલ્પ માટે અણીદાર કરે છે અને નવું આકાશ શોધે છે.
માનવજીવન અને માનવમનની સંકુલતાનો તાગ સહેલાઈથી મળતો નથી. એના વિશે જેટલું લખાશે, ઓછું જ પડશે. સાહિત્ય અને અન્ય કળાઓ તથા સામાન્ય માણસ પોતાની રીતે જીવનનો વ્યાપ અને મનનું ઊંડાણ સમજવાનો પ્રયત્ન કરે છે.
પ્રીત અને પિયુ, પુત્રી, પુત્ર, માતા, પિતા, સ્વજનો, મિત્રો - આ સૌની સંવેદના એ તીવ્રપણે અનુભવે છે. અને શબ્દો દ્વારા યથાતથ અભિવ્યકત કરે છે, એક નરી, સૂક્ષ્મ સંવેદનશીલતા પ્રગટ થતી રહે છે. અહીં આક્રોશ અને વિદ્રોહ પણ નિઃસંકોચ પ્રજ્વલિત થાય છે.
૧૯૮૦માં નિર્મિત પ્રખ્યાત ફિલ્મ ભવની ભવાઈની સ્ક્રિપ્ટ : લેખિકા ધીરુબહેન પટેલ.
ખલિલ ધનતેજવી
રજૂ કરીએ છીએ ખલીલ ધનતેજવી સાહેબની જાણીતી નવલકથા.
રજૂ કરીએ છીએ ખલીલતધનતેજવીસાહેબની જાણીતી નવલકથા.
આધ્યાત્મિક બનવાની વાતને રોજબરોજના જીવન સાથે સંબંધ છે. ધાર્મિક રીતરિવાજ કે ક્રિયાકાંડને આધ્યાત્મિકતા સાથે કોઈ સંબંધ નથી. બધાના રીતરિવાજ અને ક્રિયાકાંડ સરખા નથી.
મારી સંસ્કૃતિ ભૂંસાતી ચાલી પુસ્તક બે સંસ્કૃતિઓની ખાસિયતોને ધ્યાનમાં રાખી,એક સંસ્કૃતિને સમજી,સ્વીકારીને હતાશાઓ અને ચિંતાઓના ઉકેલ તરફ આંગળી ચિંધે છે.ભારતીય સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિ સાચવવાની બાબતમાં ચિંતિત એવાં સૌ ગુજરાતી ભાઈબહેનો માટે ઉપયોગી પુસ્તક.
જીવનમાં કેટલીક સત્યઘટના ક્યારેક નવલકથાનું બીજ બની જાય છે. ‘ધુમ્મસને પેલે પાર' સત્યઘટનાથી પ્રેરિત નથી, સત્યઘટના પર આધારિત છે અને મારે માટે આવી મુક્તિના શ્વાસનું શાબ્દિક સ્વરૂપ છે.
₹875.00
ધીરુબહેન પટેલની `આગન્તુક' વાંચી, ત્યારથી મને લાગતું હતું કે આ વિચારબીજ સાથે એક જબરજસ્ત થ્રિલર બની શકે. લગભગ 20 વર્ષ સુધી મેં આ કથાબીજને મારી ભીતર વિકસવા દીધું છે, જેમાંથી જન્મી છે ‘રાગ - વૈરાગ'ની થ્રિલર લવ સ્ટોરી!
₹725.00
રાહુલ રવૈલ
આ ઉષ્માપૂર્ણ સંસ્મરણો દ્વારા વરિષ્ઠ દિગ્દર્શક રાહુલ રવૈલ પોતે આર.કે. સ્ટુડિયોઝમાં ગાળેલા એ દિવસોની યાદ તાજી કરે છે જ્યારે એમને ખુદ રાજ કપૂર પાસેથી ફિલ્મમેકિંગના પાઠ શીખવા મળ્યા હતા અને એક દિગ્દર્શક તરીકે એમનું ઘડતર થયું હતું.
જુહુનો દરિયો, સવારનો પહોર, સાથે એક નાનકડી નિર્દોષ બાલિકા જે અપાર કૂતૂહલપૂર્વક આસપાસ જોયા કરે છે અને મનમાં ઊગે તે પ્રશ્નો પૂછે છે.
ધીરુબહેન પટેલની આ નવલકથા વાચક પાસે મૈત્રીનાં મૂલ્ય લઈને આવે છે. અલબત્ત એમનાં પાત્રો રાબેતા મુજબ રાબેતાથી સાવ જુદાં છે. સ્ત્રી-પુરુષની મૈત્રી - નિર્મળ અને સુખદ મૈત્રી - જેને જડી જાય એની ઇર્ષ્યા જ આવે પણ એ તો ભાગ્યની વાત છે.
તાયા... એક નાની સરખી એકલી અજૂબી છોકરી – જેમ વાયરો ઉડાડે તેમ ઊડતી – ચોખ્ખા દિલની ને ચોખ્ખાં કર્મની તેને મહાલીબા મળ્યાં અને ફૂંક મારતાંમાં ચાલ્યાં ગયાં.... અતુલ ગયો, માતાજી ખોવાયાં સુબંધુ ફસાવી ન શક્યો.
ઈશાન: કેટલીક વાર વહેમ પડે છે કે ઈશ્વરે એક નહીં, પણ બે દુનિયા બનાવી હશે. એક આપણા જેવાને રહેવા માટે - જ્યાં આપણે સુખી થઈએ, દુઃખી થઈએ, એકબીજા જોડે લડીએ, કંઈક નાની-મોટી ગેરસમજો કરીએ અને એકબીજાનું મોં નહીં જોવાના શપથ લઈએ.
પરિવર્તન જીવનનો મહત્ત્વનો ભાગ છે. પરંતુ જે ઝડપે બધું બદલાઈ રહ્યું છે, બિહામણું લાગે છે. જીવવાની શૈલી બદલાઈ ગઈ. સંબંધોની ભાત બદલાઈ ગઈ. મૂલ્યો પણ બદલાયાં. કુદરતી પરિબળો પણ બદલાયાં. માણસ કુદરતની સામે બાંયો ચઢાવી રહ્યો છે!
રોજબરોજનું જીવન અનેક દબાણ, ભાર અને ચિંતાઓથી ભરપૂર છે. દરરોજ અનેક સરહદો પર લડવાનું થાય છે. 'એક સાંધે ત્યાં તેર તૂટે છે,' એ પરિસ્થિતિમાં જીવનનું સમતોલપણું લગભગ અશક્ય લાગે.
₹335.00
નાઝિર દેખૈયા
આ ‘નાઝિર'નું સમગ્ર સર્જન એક સંપુટમાં વાચકો-ભાવકોના હાથમાં આપતાં અનહદ આનંદની લાગણી થાય છે. પ્રકાશનનો ઉદ્દેશ ‘નાઝિર'ની ગઝલોને ચાહનારાઓને એમનું સઘળું કાર્ય ઉપલબ્ધ કરાવવાનો છે.
રૂબી જાગૃત
40 ટૂંકી વાર્તાઓનો આ સંગ્રહ જેમ રંગો કૅન્વાસ પર પ્રસરી જાય, ફેલાઈ જાય અને કોઈ આકાર રચાય તેવા સહજભાવે આ વાર્તાઓ રચાઈ છે. તેમાં ક્યારેક અવનવા સ્નેહનાં સ્પંદનો તો ક્યારેક ક્રૂરતા અને સ્વાર્થની પરાકાષ્ઠાએ સ્થાન લીધું છે.
૩૮ જેટલાં ખ્યાતનામ ગુજરાતી સાહિત્યકારોનાં જીવનચિત્રો અને તેમની સાથેનાં પોતાનાં સંસ્મરણોનું આ પુસ્તક ‘શબ્દનાં સગાં’ એવી તો અદ્ભુત યાદો અને વિગતોથી છલકાય છે કે જે એ ન વાંચ્યું હોય તો ચૂક્યા જ સમજો.
વ્યક્તિ પોતે નિર્ણય નથી કરી શકતી કે એણે ક્યાં જન્મ લેવો જોઈએ,એણે શું બનીને અવતરવું જોઈએ? જેમ માણસથી ભૂલ થાય એમ ક્યારેક સર્જનહાર પણ ગૂંચવાઈ જતો હશે.
₹950.00
કૃષ્ણપ્રેમના અનાયાસે સ્ફુરેલી આ ચોર્યાસી રચનાઓ એક અનેરા ભાવવિશ્વમાં ડુબાડીને જાણે રાધા, મીરા, યમુના, વ્રજ, મેવાડ અને સાક્ષાત્ શ્રીજીસ્વરૂપ શ્રીનાથજીની સમીપે લઈ જતાં હોય એવી અનુભૂતિનો આનંદ મને સાંપડ્યો છે, એ આનંદ તમારા હૃદયને ભીંજવશે.
અહીં, એક એવું ‘છલ’ છે, જેણે બધું જ મેળવી ચુકેલા માણસના હાથમાંથી પ્યાલો ત્યારે પાડી નાખ્યો, જ્યારે એ હોઠ સુધી પહોંચી ગયો હતો. આ કથા એ થાપની, એ છલની કથા છે.
આદિત્ય ભાગવત – પોતાની જિંદગીને પ્રિયમના શ્વાસથી જીવવા માંગતો, એક સફળ માણસ – એક સંનિષ્ઠ પતિ અને છતાં ક્યાંક પહોંચીને સ્ત્રીને, પત્નીને માલિક થઈને સંબંધોને ગૂંચવી નાંખતો એક એવો માણસ જે આપણી વચ્ચે જ મળી આવે.
શિલ્પા ચોક્સી
આ પુસ્તક 2007ની કૈલાસ માનસરોવરની 30 દિવસની યાત્રાનું વિવરણ છે. યાત્રાના અદ્ભૂત અનુભવો, કેટલીયે વાર્તાઓ અને દંતકથાઓને આ પુસ્તકમાં આવરી લીધાં છે. પ્રવાસ દરમિયાન આવતાં નયનરમ્ય સ્થળોની સુંદર રંગીન તસવીરો.
ઉદયન ઠક્કર
આ ઉપહારમાં છે શું? ‘વાર્તાઓના આસ્વાદ : મેઘાણી, મડિયા, સુરેશ જોષી.’ ‘હાસ્યનિબંધોના આસ્વાદ પણ ખરા. બકુલ ત્રિપાઠી, જ્યોતીન્દ્ર દવે, વળી રમણભાઈ નીલકંઠની નવલકથા, ભદ્રંભદ્ર. અને પુ. લ. દેશપાંડે. દેશપાંડે એટલે પેલા મરાઠી હાસ્યલેખક?
ધીરુબેન પટેલની પ્રખ્યાત નવલકથા
ઈશારામાં વાત પતી જતી હોય તો શબ્દ વેડફવો ન જોઈએ અને શબ્દથી વાત પતી જતી હોય તો વાક્ય બોલવાનું ટાળવું જોઈએ એવી કવિ મકરન્દ મુસળેની સમજ છે. લાંબા લાંબા વર્ણનો થકી વાતની માંડણી કરવાનું - સાંભળવાનું તેમના સ્વભાવને અનુકૂળ નથી.
ક્યાંક કબીરની સાધુક્કડી જેવી તિર્યક વાણી, ક્યાંક તોછડી સમજાવટ તો ક્યાંક પ્રેમાભક્તિનો આર્દ્ર અનુનય, - પદપ્રાંજલિનાં પદો નોખી નોખી રીતે ભજનનું હાર્દ પ્રકટાવે છે. પારભૌતિક રહસ્યમયતાને સ્પર્શતો ભાષાયોગ આ પદોની વિશિષ્ટતા છે.
તુષાર શુક્લ
આવનારા સમયમાં પરંપરાગત વ્યવસ્થાઓએ પડકારનો સામનો કરવો પડશે. પરંપરાગત માન્યતાઓ સામે પ્રશ્નાર્થ મુકાશે. કેટલુંક બદલાશે. કેટલાકે બદલાવું પડશે. સમયના પ્રવાહમાં જૂનું વહી જાય. નવું રચાય. નિત્યનૂતના છે એટલે તો રસપ્રદ છે જીવન.
મને લગભગ રોજ 50 જેટલા ઈ-મેઇલ અને ઘણા ફોન મળે છે, જેમાં ગૂંચવાતા - ગૂંચવાયેલા સંબંધની ગાંઠો ઉકેલવાની મદદ માટે વિનંતિ હોય છે. હું કોઈ ક્વૉલિફાઇડ કાઉન્સિલર નથી. જિંદગીના દરેક વળાંકે, ઊબડ-ખાબડ રસ્તાઓમાંથી પસાર થતાં, અથડાતાં-કૂટાતાં જે શીખી છું એ
‘સેલ્ફ મૅનેજમેન્ટ’ એટલે માત્ર દુઃખ, ડિપ્રેશન કે સમસ્યામાંથી નીકળવાનો રસ્તો નહીં... બલ્કે રોજ સવારે પોતાને થોડા વધુ બહેતર વ્યક્તિ, થોડા વધુ બૅલેન્સ્ડ માણસ બનાવવાનું નાનકડું પગલું!
કાવ્યસંગ્રહ ‘કુંભલગઢ’માં મુખ્યત્વે ગદ્યકાવ્યો અને અછાંદસ રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કવિએ નોંધ્યું છે એ રીતે સ્થળવિશેષનાં કાવ્યોમાં પ્રવાસી/નિવાસી કવિ ‘એ સ્થળનું પરાત્પર રૂપ શબ્દો વડે તાદૃશ કરવા મથે છે’.
હરીશ મીનાશ્રુ આપણી ભાષાના નીવડેલા કવિ અને અનુવાદક છે. કવિ લેખે અને અનુવાદક લેખે પણ એ રાષ્ટ્રીય કક્ષાએ પોંખાયેલા સર્જક છે.
સોળમું વર્ષ કવિતામાં ખૂબ ગવાયું છે ને સમાજમાં વગોવાયું પણ છે! આ વર્ષ teenage ની મુગ્ધયાત્રાનું શિખર છે. અધૂરપની મધૂરપનો સ્વાદ માણવાનો મુકામ છે. પશ્ચિમમાં એનો અર્થ સ્વાતંત્ર્ય છે. પૂર્વમાં એનો અર્થ સમજણ છે.
પ્રવાસના અનુભવ જીવનની પરિભાષા ઘડે છે. એશિયા, અમેરિકા અને યુરોપ એમ ત્રણ ખંડના અમેરિકા, જપાન અને સ્વિટ્ઝર્લૅન્ડ તથા ઈસ્ટ યુરોપના 10 દેશોના ત્રણ પ્રવાસમાં જાણે અડધી વસુંધરા ફરી વળ્યાં હો એવી અનુભૂતિ કરાવતું આ પુસ્તક!
કન્યાવિદાયની કરુણમંગલ ક્ષણ વિષે કેટલું લખાયું છે... ને લખાયું એથી વિશેષ અનુભવાયું છે... એમાં વળી એક પુસ્તક શાને? જે દીકરી દ્વારેથી વિદાય થઈ હશે અને જે દરવાજે એણે ઉંબર ઓળંગીને ગૃહપ્રવેશ કર્યો હશે એ બંને ઘર આ પ્રસંગનો મહિમા અનુભવતા જ હશે.
રિઝવાન કાદરી
આ અપ્રસિદ્ધ પત્રને સંભારણારૂપે પ્રગટ કરતું પુસ્તક એટલે શોધકર્તા રીઝવાન કાદરી દ્વારા સંપાદિત ‘મહાત્માનો આત્મા’. જેમાં મહાદેવભાઈ વિષે ગાંધીજીના સ્વહસ્તે લખાયેલ સંભારણાં ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં આલેખાયા છે.
સન્ 1866માં લંડનથી પ્રસિદ્ધ થયેલા એક ગ્રંથમાં અમદાવાદની એ સમયની તસવીરો આલેખાયેલી છે, જ્યારે અમદાવાદની વસ્તી એક લાખની આસપાસ હતી. શહેર ફક્ત કોટ વિસ્તારમાં જ સીમિત હતું.
અનિશા અને કિશનની પ્રણયકથા... આ એક એવી પ્રણયકથા છે જે પરિણય સુધી નથી પહોંચતી... પરંતુ, પ્રણયનું પૂર્ણત્વ પરિણય નથી એવું સમય સાથે સમજાય છે. પ્રેમ આપણા અસ્તિત્વનો હિસ્સો નથી, આપણું સમગ્ર અસ્તિત્વ જ પ્રેમ છે.
₹797.00
એક પુરુષને પ્રેમ કરતી છોકરીને જ્યારે બીજા પુરુષ સાથે પરણવાની ફરજ પાડવામાં આવે ત્યારે એ જેને પ્રેમ કરે છે તે પુરુષને એ ભૂલી ન શકે તો એક સમયે એને ‘રાધા’ કહીને પૂજવામાં આવે જ્યારે બીજા સમયમાં એને બેવફા, ચાલુ કે સ્લટ કહીને ઉતારી પાડવામાં આવે!
ટીમ કોકોનટ
Complete Graphical story of Movie - Chaal Jeevi Laiye
આમ જુઓ તો કેવા મોકળા અને જટિલ અને અનેરું અંગત જીવન-કથાનક ધરાવતા ચિનુ મોદી જ્યારે પોતાનાં અગણિત મિત્રો, મુરબ્બીઓ અને સ્વજનો સાથેની આત્મીયતાને આલેખે છે ત્યારે રચાય છે ‘જલસા અવતાર’.
લગભગ 35 વર્ષના ગાળામાં લખાએલી છ લઘુનવલો જિંદગીના કોચડાને જુદી જુદી રીતે જુએ છે અને મૂલવે છે. એનું વાચન આપણા મનના કોઈ ખૂણાને સ્પર્શે અને એક નવો જ પ્રકાશ રેલાવે એવી શક્યતા પૂરેપૂરી છે, વાંચી જુઓ તો ખબર પડે.
આ શ્રીધર... કોઈ પણ હોઈ શકે? ડેરાતંબુ ઉપાડતાં પહેલાં એક છેલ્લી નજર નાખી લેવાનું કોને મન ન થાય? કશુંક રહી ગયું, આડુંઅવળું મુકાઈ ગયું, સાફસૂથરું ન થયું એનો ઝીણો અજંપો લઈને જવાનું કોઈને ન ગમે. થોડોક વખત હોય તો બધું ઠીકઠાક કરી નાખવાની ઇચ્છા પણ થાય.
₹140.00
જીવનમાં સલામતી અને સમૃદ્ધિ એ બે જ સૌથી મહત્ત્વનાં છે એવું જ્યાં લગી સ્ત્રીઓ માનતી રહેશે ત્યાં લગી એમને કદી પોતે સંપૂર્ણપણે માનવ છે એવી પ્રતીતિ થવાની નથી. આ પ્રશ્નનો ઉત્તર મળશે ‘કાદંબરીની મા’ના વાચન દ્વારા. પ્રયત્ન કરી જુઓ.
ચરણ ચાલ્યા કરે ગંતવ્ય સ્થાન દૂર જતું જાય થાક લાગી શકે પણ એને સ્વીકારાય નહીં બસ, ચાલવાનું ચાલતા રહેવાનું પરંતુ જેનો અંત જ ન દેખાતો હોય તે પથ પર શી રીતે ચાલવાનું? કેટલું ચાલવાનું?
આ દુનિયા જેવી છે તેવી શું એક ભલા માણસને સહન કરી શકે? એને છેક લગી ભલો રહેવા દઈ શકે? આ દ્વંદ્વયુદ્ધમાં કોણ જીતે છે અને કોણ હારે છે તે જાણવાની ઉત્સુકતા જાગે તો આ પુસ્તક વાંચ્યે જ છૂટકો!
બધા વટેમાર્ગુઓને ચેતવણી મળે છે. રાતે વાંસવનની આજુબાજુ સૂવું નહીં. આખરે વાંસ એટલે વાંસ કંઈ કહેવાય નહીં ઓચિંતો ફૂટી નીકળે વચ્ચે જે કંઈ આવે એને વીંધી નાખે. કદાચ આ પુસ્તકનાં પાનાં ફેરવતાં જવાબ જડે તો જડે! જોઈ જુઓ!
ધીરુબહેન પટેલની સૌ પ્રથમ નવલકથા એટલે ‘વડવાનલ’. માનવ કેટલું દુઃખ સહન કરી શકે તેનો તાગ મેળવવા મથે છે. અને બાલ્યાવસ્થાથી જ જે પ્રક્રિયા શરુ થઈ તે જીવનના અંત લગી એનો કેડો મુકતી નથી એ દશાર્વે છે - એના મુખ્ય પાત્રની એકોક્તિ દ્વારા.
પરિસ્થિતિ અને સંજોગોના ઊબડખાબડ રસ્તે પસાર થતાં જિંદગી એવા પથ પર લાવી ને મુકી દે છે કે “તમને બધું જ જોઈતું હોય ત્યારે કશું ના મળે અને જ્યારે બધું આવી મળે ત્યારે એ મળ્યાનો રોમાંચ, એ મળ્યાની થ્રિલ કે તૃપ્તિ લગભગ શૂન્ય થઈ જાય...”
₹800.00
સાંપ્રત સમયની તણાવયુક્ત અને બેઠાડું જીવનશૈલી, અને તાજેતરની કોરોનાની મહામારીએ સહુને ફરી યોગનું મહત્ત્વ યાદ દેવડાવ્યું છે. પરંતુ મન, બુદ્ધિ અને બળના વિકાસ માટે અષ્ટાંગયોગ સિવાય કોઈ રસ્તો નથી.
નારીજીવનની સમગ્રતાને આલેખતી સામાજિક નવલકથાઓનાં લેખિકા ધીરુબહેન પટેલની લઘુનવલ ‘હુતાશન’ એક માતાના સંતાનપ્રેમની કથા છે. કથાનાયિકા વત્સલાને પોતાના એકના એક સંતાન આશિષ માટે અનન્ય લગાવ છે.
આ પુસ્તક સ્ટોરીટેલિંગ ફૉર્મેટમાં લખેલી હ્યુમન સ્ટોરીઝ એટલે માનવસંવેદનોની અનુભવકથાઓ છે.જેમાં થોડું વિજ્ઞાન ને ઝાઝી માનવીય લાગણી છે.અહીં રજૂ થયેલી વાર્તામાં ડૉ.મૌલીન શાહે અનુભવેલાં અને તારવેલાં સંવેદન ભાવકના લાગણીતંત્રને કરુણાના સંસ્કાર આપે છે.
ઉદયન ઠક્કર કવિ છે એટલે કવિતાના ચાહક-ભાવક તો હોય જ; ‘હસ્તાક્ષર’માં તેઓ આસ્વાદક છે. તેમણે માણેલો, જાણેલો કાવ્યનો રસાનુભવ ‘હસ્તાક્ષર’ના પાને પાને રજૂ થયો છે. જે કવિતાનાં રસસ્થાનો સામાન્ય ભાવક સુધી સરળતાથી પહોંચાડે છે.
હરીશ રઘુવંશી
બૉલિવૂડના ઈતિહાસમાં એની સ્થાપના અને સ્થિરતામાં ગુજરાતીઓનો કેવો અને કેટલો મહત્વપૂર્ણ ફાળો છે.
સાહિત્યરસિક રાજેન્દ્ર પટેલને અનુવાદપ્રવૃત્તિના કારણે વિદેશી સાહિત્યનો ગાઢ પરિચય થયો. વિશ્વસાહિત્યના પ્રતિભાશાળી કવિ-લેખકોનો અને તેમનાં લેખનનો ગુજરાતી વાચકોને પરિચય થાય તેવા ઉમદા હેતુથી આ પુસ્તક લખાયું છે.
ગુજરાતી નિબંધોના આ સંગ્રહમાં નિબંધકાર કહે છે, “‘બારી પાસે’ના આ નિબંધોએ ઘણી વાર સ્થળ અને કાળનિરપેક્ષ વિહાર કરાવ્યો છે. આ ‘બારી પાસે’ અવનવા અર્થો લાધ્યા, નવી અનુભૂતિઓએ આકાર લીધો.”
રાજેન્દ્ર પટેલ કવિ થયા ત્યારે આરંભમાં કેવાં અને કયાં કાવ્યો રચ્યાં એ આ સંગ્રહમાં સચવાયાં છે. સંગ્રહનાં બધાં કાવ્ય છંદમાં છે. લો, ગણગણો, પછી મમળાવો... “જુઓ અહીં, વહી રહી નદી રિક્તકાંઠે, / કાલે હતી સભર, આજ ઊભી અભાવે.”
₹90.00
કવિ રાજેન્દ્ર પટેલના પહેલા કાવ્યસંગ્રહ કોશમાં સૂર્યોદયમાં એકકોષીનું બહુકોષીમાં રૂપાંતરની પ્રક્રિયાની આરંભેલી શોધ વસિયતનામું સુધી વિસ્તરી છે. પહેલી શોધ કોષની હતી તે ઉત્ક્રાંત પામતી આ સંગ્રહમાં ચેતનાની ભૂમિકાએ સત્ત્વ અને તત્ત્વ સુધી પહોંચી છે.
₹130.00
કવિ રાજેન્દ્ર પટેલનો ‘એક શોધપર્વ’ પછીનો આ પાંચમો કાવ્યસંગ્રહ એના નામમાં રહેલા વિષયને લઈને વિશિષ્ટ ભાત પાડે છે. કવિ કહે છે, “આ કાવ્યસંગ્રહમાં પરંપરાનો મહિમા છે, જેને લીધે મારું અસ્તિત્વ ઉત્ક્રાંત થતું રહ્યું છે.
માણસ જીવંત છે કારણ કે ચેતનની સાથે જડ પદાર્થો સાથે એને નિસબત છે. જીવવા માટે ઉપયોગમાં આવેલી, લેવાયેલી, લેવાતી રહેલી વસ્તુઓ સાથે લાગણી જોડાય છે તેથી એ એ વસ્તુનું જીવનમાં મૂલ્ય ઊભું થાય છે અથવા સ્મૃતિમાં જડાયેલી રહે છે.
રાષ્ટ્રીય કક્ષાએ પોંખાયેલાં અને ગુજરાતીમાં તંતોતંત અનુવાદ થયેલાં ભારતની ચાર ભાષાના કુલ ચૌદ કવિઓનાં કાવ્યોને સમાવતું આ પુસ્તક વિષયવૈવિધ્ય અને અભિવ્યક્તિની તાજગીનો અનુભવ કરાવે એવું છે.
‘જો સાહિત્યપદાર્થને ઉત્તમ રીતે વાચક સુધી પહોંચાડવું હોય તો નીવડેલી રચનાઓના રસપ્રદ શૈલીમાં આસ્વાદ કરાવવા જોઈએ.’ એમ માનનારા કવિ-વિવેચક રાજેન્દ્ર પટેલના આ પુસ્તકમાં સાહિત્યના ચાર પ્રકારોના આસ્વાદલક્ષી લેખોનો સમાવેશ થયો છે.
રવીન્દ્રનાથના સાહિત્યના વાંચન પછી રાજેન્દ્ર પટેલ કવિવર સાથે નાભિનાળથી જોડાઈ જાય છે. રાજેન્દ્ર પટેલ લખે છે; માનસસુંદરી, જીવનદેવતા, વિશ્વદેવતા અને અંતે વિશ્વપુરુષમાં વિસ્તરતી રવીન્દ્રનાથની કવિદૃષ્ટિની અનેરી ભાત મારા ચિત્તમાં પડી.
રાજેન્દ્ર પટેલનાં વાચન-મનનના પરિશીલનના પરિપાકરૂપે આ પુસ્તકમાં લેખો રજૂ થયા છે. જેમાં ગુજરાતી ભાષાના મહત્ત્વના કવિઓ રાજેન્દ્ર શાહ, ઉમાશંકર જોશી, ઉશનસ્, ચિનુ મોદી, નિરંજન ભગતના સર્જન પછવાડેનાં વિશિષ્ટ પરિમાણો તારવ્યાં છે.
સાહિત્યિક નિબંધોનું આ પુસ્તક રાજેન્દ્ર પટેલનાં સર્જનાત્મક લેખન અને વિવેચકીય દૃષ્ટિકોણને દર્શાવે છે. પુસ્તકમાં ભોગીલાલ ગાંધી અને નારાયણ દેસાઈ તથા નિરંજન ભગત અને ભોળાભાઈ પટેલ સાથેના સાહિત્યને ઉપકારક એવા લેખકના વૈચારિક સંવાદો છે.
સ્વયંને શોધવા નીકળેલી સ્ત્રીની કથા... ભારતીય સાહિત્યનું સર્વશ્રેષ્ઠ સર્જન એટલે મહાભારત... સદીઓ સુધી વિશ્વને મોહિત કરનાર આ કથાની નાયિકા એટલે દ્રૌપદી.
માધ્યમ ગમે તે હોય પરંતુ બે વ્યક્તિ વચ્ચે જ્યારે ‘સંવાદ’ થાય છે ત્યારે ગેરસમજણ દૂર થાય છે અને પરસ્પર વિશે તથા પોતાના વિશે પણ સમજણ પ્રગટે છે. ‘હું + તું = આપણે’ એક રીતે જોવા જાવ તો વ્હાલી આસ્થાની સિક્વલ છે.
Stories have always been a source of imagination among children. It is through stories that a child embarks on a Magical Adventure. The book is set with such colourful and vivid illustrations, which opens up a whole new world of imagination in a
મહેક એ ફૂલોની ઓળખ છે, સદ્ગુણ એ માણસની ઓળખ છે. આ પુસ્તકમાં સદ્ગુણોની નાની નાની વાતો પ્રેરક પ્રસંગોના માધ્યમથી મુકવામાં આવી છે. આ પ્રસંગો કોઈના પણ જીવનમાં સદ્ગુણોની સુગંધ ફેલાવશે. એવી શુભકામનાઓ સાથે...
લગભગ બે દાયકાના અંતરાલ પછી ખલીલ ધનતેજવીએ ગુજરાતીમાં બિલકુલ ફ્રેશ નવલકથા લખી છે : ‘સુંવાળો ડંખ’. પ્રણયત્રિકોણ - ચતુષ્કોણની રસાકસીભરી આ નવલકથામાં એક તરફ ગામડામાં પાંગરેલો સ્વાતિનો બાળપણનો એકતરફી પ્રેમ છે.
₹540.00
₹1,800.00
અનુપમા ચોપરા
શોલે ૧૯૭૫ની ૧૫મી ઑગસ્ટે રીલીઝ થઈ અને સતત પાંચ વર્ષ સુધી થિયેટર્સમાં ચાલી. આ ફિલ્મે હિન્દી સિનેમા ઉદ્યોગને એક નવી જ રાહ ચીંધી. આજ દિન સુધી બૉક્સ ઑફિસનું ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણાતી શોલે પ્રેક્ષકો અને સિનેમાજગત બંને માટે એક સીમાચિહ્ન સમાન છે.
ભગવાન શ્રીકૃષ્ણએ જેમને પોતાના સાવ અંગત ગણ્યા અને આખું જીવન જે સંબંધોને શ્વાસમાં ભરીને જીવ્યા તે સહુ સાથે જીવનની આખરી ક્ષણોમાં રૂબરૂ થવાય તો શું સંવાદ રચાય તેનું આબેહૂબ અને અદ્ભૂત કલ્પન એટલે કૃષ્ણાયન!
આ નવલકથાનો નાયક સત્યજીત, પેથોલોજીકલ લાયર છે. માનસશાસ્ત્રમાં આ એક ડિસઓર્ડર છે. કેટલીક વ્યક્તિ કોઈ કારણ કે જરૂરિયાત વગર જૂઠ્ઠુ બોલે છે. સત્યજીતનું જૂઠ્ઠાણું એની પ્રિયતમા પ્રિયંકા માટે અવારનવાર આઘાત પુરવાર થતું રહ્યું.
જાડા, ઠીંગણા અને મોટ્ટી ફાંદવાળા તભા ભટ્ટ, મિયાં ફુસકીના પરમ મિત્ર છે. મિયાં ફુસકીનાં દરેક પરાક્રમો વખતે તેઓ તેને તેવું ન કરવા જણાવે અને ન માને તો સાથ આપે છે. મુશ્કેલીમાં મુકાયેલા મિયાં ફુસકીને તેઓ ચતુરાઈપૂર્વક બહાર કાઢે છે.
₹2,000.00
મોટા ભાગના લોકો વીતેલાં વર્ષો વિશે અફસોસ કર્યા જ કરે છે... ‘હવે શું?’ એ એમનો પર્મેનન્ટ પ્રશ્ન હોય છે! અગત્યનું એ છે કે હવે પણ ઘણું બાકી છે. આપણે બધા વહી ગયેલાં વર્ષો વિશે એટલા બધા નિરાશાજનક છીએ કે આવનારાં વર્ષો તરફ જોઈ શકતા જ નથી.
ટીનએજ વટાવી ગયેલાં સંતાનો જ્યારે માતા-પિતાની લાગણીને ન સમજી શકે અથવા સમજવાનો ઇનકાર કરે ત્યારે માતા-પિતાના હૃદયને કેટલી પીડા થતી હશે! આપણને પણ આપણાં માતા-પિતા વિશે ક્યારેક વિરોધ, ગુસ્સો કે અણગમો થયા હશે.
સત્ય તો એ છે કે જો ખરેખર એટલું જ દુઃખ થયું હોય તો જેણે તમારી સાથે બેવફાઈ કરી, ખોટું કર્યું, દગો કર્યો એને છોડીને જવાની આપણામાં હિંમત હોવી જોઈએ. આવી હિંમત હોતી નથી કારણ કે, જે-તે વ્યક્તિ પાસેથી પોતાને ઘણું બધું જોઈતું હોય છે.
શક્ય છે કે પીડાના સમયમાં, ડૂમો ભરાયો હોય કે અકળામણ થઈ ગઈ હોય, ગૂંચવાઈ ગયા હોઈએ, ફસાઈ ગયા હોઈએ અને મન ભરાઈ આવ્યું હોય ત્યારે આપણી સામે જે આવે એની પાસે રડી દેવાય અથવા બોલી દેવાય... પરંતુ બને ત્યાં સુધી આ પરિસ્થિતિ ટાળવી.
કેટલાંક એવાં માતા-પિતા છે જે સંતાનને સતત વખોડ્યા અને વગોવ્યા કરે છે. એમનો દીકરો કે પુત્રવધૂ ગમે તેટલી સેવા કરે કે ગમે તેટલું ધ્યાન રાખે એમને ઓછું જ પડે છે. વાંધા પાડવાની ઑલિમ્પિકમાં આવાં માતા-પિતાને ગોલ્ડ મેડલ મળી શકે એમ છે.
આપણે સૌ પરમપિતાના સંતાન છીએ. ઈશ્વર સાથે જોડાયેલા આપણા અસ્તિત્વના તાર આમ જુઓ તો એકસરખા છે. કેટલાક લોકો આ અનુસંધાનને ઓળખે છે જ્યારે, આપણે બધા પરમતત્ત્વ સાથેના આપણા અનુસંધાનને અવગણીએ છીએ.
આમ જુઓ તો આપણે જે કંઈ જીવ્યા છીએ તે ફરી ફરીને જીવી રહ્યા છીએ. આપણા મિત્રો, સ્વજન, પ્રિયજન, પરિવાર, પ્રેમી કે દુશ્મન બધા જ આપણી પાસેથી કંઈ લેવા કે કંઈ આપવા આપણને મળતા રહે છે. સુખ આપીશું તો એને પાછું લેવા માટે મળવું પડશે...
જે સંબંધો સુંવાળા નથી એ સંબંધોને પકડી રાખવા સરળ છે, કારણ કે એ સરકી જાય એવા લિસ્સા નથી, પણ ટકી જાય એવા ખરબચડા છે. આપણને બધાને આપણા અહંકાર સાથે ખૂબ પ્રેમ છે.
માણસનું મન જ એના જીવનમાં બનતા પ્રસંગોની અનુભૂતિને સુખ અને દુઃખમાં ટ્રાન્સલેટ કરે છે. કેટલાક લોકો પીડાને પ્રસંગ બનાવી શકતા હોય છે, જ્યારે કેટલાક લોકો માટે પ્રસંગ પીડા બની જતી હોય એવું આપણે નથી જોયું? ધોમધખતો તાપ, વરસાદની પહેલાંના છડીદારની જેમ આવે છે.
ખલીલભાઈને આ બધી જ ગઝલ મૌખિક છે. તેમણે ક્યારેય પોતાની ગઝલો કાગળ પર નથી લખી. સંગ્રહ પ્રગટ કરતી વખતે યાદ કરી કરીને લખાવી છે. પરંપરિત ગઝલોના સુવર્ણયુગ સમયે લખાયેલી આ ગઝલોમાં ખલીલ ધનતેજવીનો પોતીકો મિજાજ પ્રગટ્યો છે.
આ પુસ્તકમાં લાગતાં અંગ્રેજીનાં 202 કાવ્યોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. અંગ્રેજીમાં તો લાખોની સંખ્યામાં કાવ્યો લખાયા છે અને અનૂદિત થયાં છે. એમને પ્રતિનિધિત્વ આપવાનું અહીં ગજું નથી.
વાર્તાસંપુટમાં ધીરુબેન પટેલની 151 ટૂંકી વાર્તાઓ સમાવિષ્ટ થઈ છે. આ દળદાર ગ્રંથ તમારા બુકશૅલ્ફનું સૌથી વધુ વાંચન આપતું પુસ્તક ન બને તો જ નવાઈ!
₹1,250.00
‘સફરનામા’ પ્રવાસની નોંધ છે. પણ એમાં તમારે દુનિયાનો ગોળો સામે રાખીને કે શહેરના નકશા પાથરીને કૈં શોધવાનું કે એ પ્રમાણે next tripનું આયોજન નથી કરવાનું, કારણ કે અહીં એવી કોઈ અજાણી જગ્યાઓ નથી.
મને આ ‘નામા’ શબ્દ ગમે છે. મનનો સ્વભાવ સ્વૈરવિહાર છે. એ જુએ છે ને જીવે છે એની વાત કરે છે. જેમ એ જમીન પર પગલાં માંડે છે એમ જ કલ્પનાની પાંખેય ઊડે છે. એનું ઉડ્ડયન ગરુડ સરીખુંય હોય છે ને પતંગિયા સરીખુંય હોય છે.
જે સહુથી વધુ અઘરું કામ છે તે છે સહજ થવું ને રહેવું. મહોરા વિના આ જિંદગીના મેળામાં મજા નથી આવતી. જે આપણે નથી એ -સારા કે ખરાબ- આપણે દેખાવા માંગીએ છીએ ને એ માટે આપણી પાસે આપણાં કારણો છે. આ મહોરાને કારણે પાત્રોનું વૈવિધ્ય મળે છે.
આ એક એવી ડાયરી છે જેનું લખાણ કોઈ તારીખ-વારના સમયસંદર્ભથી પર છે. ડાયરી લખનારનો એ પાછળ હેતુ એ છે કે કોઈ એને આધારે નકશો ન રચે. કારણ કે આ પ્રવાસ, સફર, યાત્રા સહુએ પોતે પોતાની જાતે જ, પોતાની સાથે જ કરવાનાં છે.
માણસ શું છે? સ્મરણો રચતો ને સ્મરણમાં રાચતો જીવ છે. આ પ્રક્રિયા જીવનપર્યન્ત ચાલે છે. પણ કેટલાંક સચવાય છે, કેટલાંક વીસરી જવાય છે. અને આ કશું આપણી પસંદ - ના પસંદ પર આધાર નથી રાખતું.
ટ્રેનમાં જેમ સંકટ સમયે ખેંચવાની સાંકળ મૂકવામાં આવે છે તેમ રમરમાટ વહેતા જીવનમાં સંકટ ઊભું થાય ત્યારે શું કરવાનું? પ્રાર્થના કરવાની ઈશ્વરને યાદ કરવાનો.પ્રત્યેક વિભાગનો પ્રારંભ ટૂંકા ચિંતનાત્મક લખાણથી થાય છે ને પછી ક્રમશઃ પ્રાર્થનાઓ વહેવા માંડે છે.
લેખકની લોકપ્રિય કૉલમ ‘ઑફબીટ’નો આ પાંચમો લેખસંગ્રહ છે. નાના નાના, વાંચવાની મજા પડે એવા વિચારનો તણખો પ્રગટાવી દે તેવા 54 લેખોના આ સંચયમાં પુષ્કળ વિષયવૈવિધ્ય છે. અહીં એક તરફ જે.કૃષ્ણમૂર્તિ અને ખુશવંત સિંહ છે,તો બીજી તરફ હળવું મૌલિક ચિંતન છે.
જેમની બાનીમાં ‘આધુનિકતાય છે અને પરંપરા સાથે પણ મજબૂત સંબંધ છે’ એવા યુવા ગઝલકાર ભાવિન ગોપાણીની પસંદગીની 108 ગઝલોના સંગ્રહ ‘અગાશી’માં સરળ ભાષામાં ‘અલંકારોના કે પંડિતાઈના ઘટાટોપ વગર’ ગઝલો લખાઈ છે.
વાઘની જીભ હરણના શિંગડાથી ચિરાઈ જાય છે. તેથી વાઘ તો કશું ખાઈ શકે નહીં, એટલે ડૉક્ટર લંગૂર પાસે ઑપરેશન કરાવી નવી જીભ ચોંટાડાવે છે. ડૉ. લંગૂરે નાખી આપેલી નવી જીભના કારણે વાઘના સ્વાદના ચટકા કેવા બદલાઈ ગયા એની રસભરી વાત જાણવા માટે વાંચો ‘ડૉક્ટરની ફી’
₹75.00
બે પાક્કમપાક્કા દોસ્તાર. એક બુડબુડસલાક ને બીજો, ટ્રીમટ્રામધડાક. અવનવા નામવાળા આ બે ભાઈબંધ નવાનક્કોર બૂટ પહેરીને નીકળ્યા. એકના પગમાં લીલા બૂટ ને બીજાના પગમાં પીળા બૂટ. બંનેને મન થયું અદલાબદલી કરવાનું. છે ને મજાની વાત! પછી વાર્તામાં આગળ શું થયું એ
‘અજવાળિયું’ એટલે કે, છાપરા કે દીવાલમાં મૂકેલું જાળિયું. છાપરા કે મકાનમાં પ્રકાશ અને પવનની આવજા થઈ શકે એ માટેનો એક માર્ગ.સામાન્ય રીતે મકાન બાંધનાર આર્કિટેક કે કારીગર દીવાલ અને ખાસ કરીને પછીત ઉપર કોઈ પહોંચી ન શકે એટલી ઊંચાઈએ નાની બારી મૂકે.
કવિ ખલીલ ધનતેજવી સાહેબની કારકિર્દી કથા. મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો એક શેર માણો : 'જે તને ચુંબન કરી ચાખી જશે, એ હવા મારા સુધી પહોંચી જશે!'
લગભગ દોઢ દાયકાના અંતરાલ પછી ધીરુબહેન પટેલ નવલકથાલેખનક્ષેત્રે સક્રિય થયાં અને જે નવલ લખાઈ તે ‘કોશેટો અને પતંગિયું’. આ નવલકથામાં સ્વતંત્રતા અને સમાનતાના માનવીય અધિકારોને ધીરુબહેન પટેલે સ્થિતપ્રજ્ઞ રહીને આલેખ્યા છે.
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી.કવિનો એક શેર માણો : જે તને ચુંબન કરી ચાખી જશે,એ હવા મારા સુધી પહોંચી જશે! ખમીર અને ખુમારીના આ કવિની ગઝલોમાં શેરિયત છે,સાદગી સાથેનું ઊંડાણ છે.
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો એક શેર માણો : જે તને ચુંબન કરી ચાખી જશે, એ હવા મારા સુધી પહોંચી જશે! ખમીર અને ખુમારીના આ કવિની ગઝલોમાં શેરિયત છે, સાદગી સાથેનું ઊંડાણ છે.
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી.કવિનો એક શેર માણો: જે તને ચુંબન કરી ચાખી જશે,એ હવા મારા સુધી પહોંચી જશે! ખમીર અને ખુમારીના આ કવિની ગઝલોમાં શેરિયત છે, સાદગી સાથેનું ઊંડાણ છે.
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી.કવિનો એક શેર માણો: જે તને ચુંબન કરી ચાખી જશે, એ હવા મારા સુધી પહોંચી જશે! ખમીર અને ખુમારીના આ કવિની ગઝલોમાં શેરિયત છે,સાદગી સાથેનું ઊંડાણ છે.
જાડા, ઠીંગણા અને મોટ્ટી ફાંદવાળા તભા ભટ્ટ, મિયાં ફુસકીના પરમ મિત્ર છે. મિયાં ફુસકીનાં દરેક પરાક્રમો વખતે તેઓ તેને તેવું ન કરવા જણાવે અને ન માને તો સાથ આપે છે. મુશ્કેલીમાં મુકાયેલા મિયાં ફુસકીને તેઓ ચતુરાઈપૂર્વક બહાર કાઢે છે
“અમે કોણ? મિયાં ફુસકી. સિપાઈ બચ્ચા.” બાળકોમાં ખૂબ જ પ્રિય ‘મિયાં ફુસકી’ અને ‘તભા ભટ્ટ’ અમર પાત્રો છે. 1945માં જીવરામ જોષીએ આ બે અને અન્ય પાત્રો વેપારી ‘દલા શેઠ’ અને મિયાંની પત્ની ‘અમુ બીબી’ને લઈને રમૂજી બાળવાર્તાઓ લખી હતી, જે આજે પણ એટલી જ લોકપ્રિય
66 નવોદિત અને નીવડેલી લેખિકાઓનો વાર્તાસંગ્રહ : પુસ્તકની આ ટેગ-લાઇન ગર્વ અનુભવાય એવી છે. આ સંગ્રહની વાર્તા-લેખિકાઓ એમની લેખિની વાર્તાસ્પર્ધામાં નીવડેલી સાબિત થઈ છે. મે 2018માં બહેનો માટે વાર્તાલેખન સ્પર્ધા યોજાઈ હતી, તેમાં 80થી વધુ વાર્તા મળેલી.
લેખક કે ચિંતક હોવાનો દાવો નહીં કરતા અમેરિકાસ્થિત લેખકનું મનોવિશ્લેષણાત્મક નિબંધોનું આ પુસ્તક જેટલું જીવનોપકારક છે એટલું જ સમાજ અને સમજ બંનેને ઉપકારક છે. પુસ્તકમાં વિભાગવાર કુલ 31 ચિંતનાત્મક નિબંધો છે.
‘મને...’ શ્રેણીનું મનોવિશ્લેષક નિબંધોનું આ ત્રીજું પુસ્તક ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. પહેલા વિભાગમાં 12, બીજામાં 13 અને ત્રીજા વિભાગમાં શીર્ષક નિબંધનો સમાવેશ થયો છે.
આ પુસ્તકના છ વિભાગમાં 31 પ્રેરક મનોવિશ્લેષક નિબંધો છે. લેખકે અમેરિકામાં રહીને ત્યાંની જીવનશૈલીનો ઘણો અનુભવ કર્યો હોવાથી એમનાં નિરીક્ષણો વિચારપ્રેરક બન્યાં છે.
ગુજરાતી ભાષાસાહિત્યમાં કિશોરકથાઓ પ્રમાણમાં ખાસ્સી ઓછી લખાઈ છે તે વાત સાચી, પણ ધીરુબહેન પટેલ રચિત ‘કાર્તિક અને બીજા બધા’એ આ ક્ષેત્રમાં એકે હજારા જેવું કામ કર્યું છે તે વાત પણ એટલી જ સાચી. પ્રથમ પુરુષ એકવચનમાં લખાયેલું આ પુસ્તક છે.
રાષ્ટ્રગુરુ કહેવાયેલા સમર્થ સ્વામી રામદાસ રચિત ‘શ્રી મનાચે શ્લોક’ એટલે મરાઠી આધ્યાત્મિક સાહિત્યનું મોરપિચ્છ. મનની ભીતર રહેલાં શક્ય તેટલાં તમામ દ્વાર પર ટકોરા મારવાનું કામ શ્રી સમર્થ કર્યું છે.
થોડામાં ઘણું યા તો ગાગરમાં સાગર તે આનું નામ. જીવનનાં નાનાં નાનાં અને મહાન આ બન્ને પ્રકારનાં સત્યો હંમશાં સરળ હોય છે તે હકીકત અંકિત ત્રિવેદીના આ પુસ્તકમાંથી પસાર થતી વખતે પુનઃ દૃઢ થાય છે. પુસ્તકના શીર્ષક પરથી જ સ્પષ્ટ થાય છે.
શું રસોડું હજુય ઘરનું સૌથી અન્ડર-રેટેડ અંગ છે? કદાચ. રસોડું એવી જગ્યા છે, જ્યાં માત્ર ખાવાનું જ નથી રંધાતું, જ્યાં કેવળ વાનગીઓની સોડમ નથી ફેલાતી. અહીં તો સ્ત્રીનાં મન-હૃદયમાં ઘણું બધું બને છે, બાહ્ય અને આંતરિક સ્તરે.
અંકિત ત્રિવેદીની મૂળભૂત તાસીર એક સંવેદનશીલ કવિની હતી, છે અને રહેવાની છે તે સત્યની નક્કર પ્રતીતિ કરવી હોય તો આ કાવ્યસંગ્રહમાંથી પસાર થઈ જવું.
બાળહઠ કોને કહેવાય! શનિયા નામના ટાબરિયાએ હઠ પકડી કે એને ગાડાના પૈડા જેવડો રોટલો ખાવો છે. મા તો માંડી રડવા ને બાપને ચડ્યો ગુસ્સો. બાપ શનિયાને મારવા એની પાછળ દોડ્યો. શનિયાને રસ્તામાં બાવાજી, કોટવાળ, નગરશેઠ, સેનાપતિ, પ્રધાન અને હરિયો વાળંદ મળ્યા.
શું કાકુ ગેર માર્ગે દોરવાશે? ડંફાસિયા માકુનું અંતે શું થયું? જાણવા વાંચો, બચ્ચાંઓને મઝા પડે તેવી ઇલ્સ્ટ્રેટેડ, રંગો અને વાર્તા સાથે સંક્ળાયેલી કવિતા એને શીખ આ વાર્તાને માણવા જેવી બનાવે છે.
બાળકોને ગમે તેવાં નામ, બાળકોને સમજાય એવી ભાષામાં નાની પણ રમૂજપ્રેરક આ વાર્તા છે. કેવું સરસ નામ છે હેં ને! ‘ડ્રેન્ડ્રીડ્રાન્ડ’. વાર્તામાંનાં રંગીન ચિત્રો જોઈને બાળકોને ચિત્ર દોરવાની પ્રેરણા પણ મળશે.
મીનુ નામની એક નાનકડી બેબલી. એની પાસે લાલચટ્ટાક મોજડીની એક સરસ મજાની જોડી. આ મોજડી પહેરીને એ જંગલમાં ફરવા ગઈ. મીનુ ઝાડ નીચે આરામ કરવા સૂઈ ગઈ ને ડાબા પગની નટખટ મોજડી જંગલમાં ફરવા એકલી ઊપડી ગઈ.
પુસ્તકની વાંચનસામગ્રી એના શીર્ષક પરથી જ સ્પષ્ટ થઈ જાય છે. અહીં ધીરુબહેન પટેલ એક તરફ ઝુમ્મરિયા જાસૂદ અને કામિનીનાં ફૂલથી લઈને શિરીષની કલગી સુધીની વાત કરે છે, તો બીજી તરફ પ્રફુલ્લિત રહેવાની કલા શીખવે છે.
પાણીનું ટીપું ગોળ જ શા માટે હોવું જોઈએ? તેને ચોરસ આકાર ધારણ કરવાની છૂટ મળે તો? ધીરુબહેન પટેલે આ પુસ્તકમાં આ પ્રકારની શક્યતાઓને તાગવાની કોશિશ કરી છે.
એક હતો કીનુ. એને બૂટ પહેરવાનું મન થયું તે બૂટ ખરીદવા બજારમાં ગયો, પણ કીનુ કંઈ બે પગવાળો માણસ કે ચાર પગવાળો જનાવર થોડો હતો? એ તો હતો મોટો કાનખજૂરો.
શું આજે આપણે અજંપામાં જીવન જીવીએ છીએ એનું એક મોટું કારણ એ નથી કે આપણે સતત સુખનું કાયમી સરનામું શોધવા માટે ફાંફાં મારતા રહીએ છીએ? આ સરનામું ન મળે ત્યારે આપણી સામે અનેક પ્રશ્નો ઊભા થાય છે.
ઝપાટાભેર બદલાતા જતા જમાનામાં શું નીતિમૂલ્યો અપ્રસ્તુત બની રહ્યાં છે યા તો બની ચૂક્યાં છે? આર. ડી. પટેલ લિખિત સેલ્ફ-હેલ્પ શૈલીના આ પુસ્તકમાં કુલ 29 લેખો છે, જે વાચકને સત્ત્વશીલ વિચારભાથું પૂરું પાડે છે.
માણસ સંબંધો વગર જીવી શકતો નથી. પ્રારંભ પોતાની જાત સાથેના સંબંધથી થાય છે. પછી માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની-સંતાનો, પૌત્ર-પૌત્રીઓ, પડોશીઓ અને મિત્રો-પ્રિયજનો સાથેના સંબંધો આવે છે.
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નો પ્રત્યેક ગઝલસંગ્રહ એમના ચાહકો માટે એક ઉત્સવ સમાન હોવાનો. આ પુસ્તકમાં એમની 103 ગઝલો સમાવી લેવામાં આવી છે. કવિ પ્રસ્તાવનામાં કહે છે કે ગઝલ ક્યારેક તેમને આખી રાત જાગતા રાખે છે.
સર્જનાત્મક કૃતિ એક મુક્ત એન્ટિટી છે. એને એક કરતાં વધારે રીતે માણી શકાય, એક કરતાં વધારે સ્તરથી નીરખી શકાય. ભાવક બદલાય એમ કૃતિનું અર્થઘટન પણ બદલાય, પણ સર્જક ખુદ જ્યારે પોતાની કૃતિનો રસાસ્વાદ કરાવે તો? તો ભાવકને વિશિષ્ટ અનુભૂતિ થયા વગર ન રહે.
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ના આ પુસ્તકના શીર્ષકની ટૅગલાઇન છે, ‘આસ્વાદ સાથે’. વાસ્તવમાં આ પુસ્તકનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ પણ એ જ છે.અહીં કવિએ મુખ્યત્ત્વે પોતાની માતા વિશે લખેલાં કાવ્યો સંગ્રહાયાં છે એમના પિતા વિશેની થોડીક રચનાઓ પણ છે.
પ્રેમ જેવી સૌથી અંગત અને ખાનગી લાગણીને ક્યારેય નિશ્ચિત ચોકઠામાં બેસાડી શકાતી નથી. છતાંય તુષાર શુક્લ જેવી સંવેદનશીલ વ્યક્તિ પ્રેમના સંદર્ભમાં એક ચોકક્સ શબ્દાકાર ઊભો કરવાની કોશિશ કરે ત્યારે આકર્ષક પરિણામ આવ્યા વગર ન રહે.
જીવન પ્રગટપણે ભર્યુંભાદર્યું હોય તો પણ અંદરનો કોઈ ખૂણો સૂનો રહી ગયો હોય એવું બને. અચાનક કોઈક વ્યક્તિ જીવનમાં પ્રવેશે ને એ સૂનો ખૂણો જીવંત બની જાય, સહેજ મોળું થઈ ગયેલું જીવન ગળ્યું થઈ જાય અને જીવનમાં એક વિશિષ્ટ ઊર્જા ઉમેરાઈ જાય એવુંય બને.
ખલીલ ધનતેજવી આપણી ભાષાના પોંખાયેલા સર્જક છે. આ તેમનો દસમો ગઝલસંગ્રહ છે. આ શેર જુઓઃ ન કોઈ ડર ન કોઈ વાતનો ખટકો રહેશે...તમે સીધા રહો, પડછાયો પણ સીધો રહેશે.કહી દો સામી છાતીએ હવે પાગલ હવાને.હશે અંધારું ત્યાં લગ આ મારો દીવો રહેશે!
ધીરુબહેન પટેલના ગદ્યનો નિખાર માણવો હોય તો આ પુસ્તકમાં સંગ્રહાયેલી એમની 36 નવલિકાઓમાંથી પસાર થવું પડે. ‘વિનીનું ઘર’ એક સ્ત્રીની વાત છે, જે સમાજની દૃષ્ટિએ સંભવતઃ ચારિત્ર્યહીન છે.
પુસ્તકનું આખું શીર્ષક છે, ‘કશું જ મારા હાથમાં નથી તોયે લાઇફ ઓકે’. આ શીર્ષક જ પુસ્તકમાં સગ્રહાયેલા 21 લેખોની તાસીર સ્પષ્ટ કરી આપે છે. લેખો રોજ-બ-રોજના જીવનમાં પેદા થતી પરિસ્થિતિઓને વાસ્તવિક તેમજ વ્યવહારુ રીતે મૂલવતાં શીખવે છે.
જાહ્નવી પી. પાલ
સપનાં કઈ ઉંમરે જોવાનું શરૂ કરવું જોઈએ? જવાબ છે, સમજણા થઈએ ત્યારથી. સપનાં જોવાનું કઈ ઉંમરે બંધ કરવું જોઈએ? જવાબ છે, કદી નહીં! આ પુસ્તકમાં જીવનરસથી છલકાતાં જે વ્યક્તિઓની વાત થઈ છે એમનો જવાબ તો આ જ છે.