હેતલ મહેતા
સુખ-શાંતિ અને સમૃદ્ધિથી સંપન્ન એક રાજ્ય શિવકાંચી. અને તેનું પાડોશી રાજ્ય સૂર્યકોટિ.નીતિમત્તા, પ્રજાવત્સલતા અને સુશાસન માટે બંને રાજ્યોની ખ્યાતિ દેશવિદેશમાં ફેલાયેલી છે. સાહસિક નવલકથાઓના શોખીન વાચકો માટે આ પુસ્તક એક ઉત્કૃષ્ટ વિકલ્પ સાબિત થશે.
₹475.00
ઊજમભાઈ પટેલ
‘જીવતરનો અજવાશ’ વિવિધ ક્ષત્રોના ૧૭ સેવાકર્મીઓએ પોતાના ક્ષેત્રમાં આપેલા અમૂલ્ય યોગદાન પર પ્રકાશ પાડે છે. દરેક પ્રકરણ જાણે સંક્ષિપ્ત આત્મકથા છે. આ પુસ્તક તેમના જીવનકર્મ અને ચરિત્રોથી વાચકોના જીવનમાં પણ પ્રેરણાનો અજવાશ ફેલાવશે.
₹350.00
સમાજ ઘડતરમાં અસાધારણ યોગદાન આપનાર ૨૧ જીવનચરિત્રોને લેખક પ્રસાદરૂપે અર્પણ કરે છે ‘પંચાજીરી’માં. સાથે જે-તે વ્યક્તિવિશેષની જીવનગાથા અને આંતરસત્ત્વ તેમ જ સાધનાને ઉજાગર કરી આપતા આ ચરિત્રલેખો આજના સમાજ માટે દીવાદાંડી બની રહે છે.
₹375.00
કાજલ ઓઝા વૈદ્ય
પ્રેમ અને સ્વીકારની ભાવના સાથે લગ્નજીવનને સુખી કેવી રીતે બનાવી શકાય એ વિશે વાત કરે છે લોકપ્રિય લેખક કાજલ ઓઝા વૈદ્યની કલમે લખાયેલું પુસ્તક ‘કહી દો ને આઇ લવ યૂ’.
₹450.00
ગુણવંત શાહ , સંજય વૈદ્ય (તસવીર-સંપાદન)
પુસ્તકમાં ગુણવંતભાઈના સમગ્ર સાહિત્યનો અર્ક સમાયેલો છે, જેમાં ઈશ્વર, માનવીય સંબંધો,મૈત્રી,પ્રેમ,વિયોગ, મૃત્યુ,આનંદ જેવા અનેક વિષયો પર તેમના સમગ્રતયા વિચારોનું ઊંડાણ પ્રગટ થતું જોવા મળે છે. ગુજરાતી વાચકો માટે આ પુસ્તક એક કલેક્ટર્સ એડિશન છે.
પ્રાગજીભાઈ ભામ્ભી
ભારત આંદોલનનો દેશ રહ્યો છે. કોરોનાની મહામારી દરમિયાન ગુજરાતના એક ગામમાં આકાર લેતી આવી જ એક કિસાન ચળવળ અને તેના સંઘર્ષની ગાથા એટલે પ્રાગજીભાઈ ભામ્ભીની નવલકથા ‘નેજાધારી’.
₹625.00
શ્રી ભાણદેવજી
મહર્ષિ વિશ્વામિત્ર સનાતન હિન્દુ ધર્મના ધર્મગુરુ તરીકે સ્થાપિત છે. તેમની અજોડ તપશ્ચર્યા, ક્રાંતિકારિતા અને જ્ઞાનસંપદા શ્રી ભાણદેવજીને આકર્ષી જાય છે અને તેઓ આ મહાન ઋષિના જીવન અને સર્જનની કથા આપણા હાથમાં મૂકે છે આ પુસ્તક સ્વરૂપે.
₹225.00
નિમિત્ત ઓઝા (ડૉ.)
ઝેન બુદ્ધિઝમમાં રોશીનો અર્થ ગુરુ થાય. એક એવા શિક્ષક જે પીઢ અને આદરણીય હોય. રોશી એટલે એક એવા માર્ગદર્શક જે પોતાની વિદ્વત્તા અને સમજણથી શિષ્યને આત્મજ્ઞાન સુધી લઈ જાય. એવી જ કોઈ યાત્રા દર્શાવતી આ કથા ખોટથી ખુમારી સુધીની છે.