મણિલાલ હ. પટેલ
શ્રી સુરેશભાઈ જોષીનું સૌથી પ્રિય સાહિત્યસ્વરૂપ રહ્યું છે નિબંધો.તેમનો પ્રથમ નિબંધસંગ્રહ પ્રગટ થતાંની સાથે જ ગુજરાતી નિબંધનો ચહેરો-મહોરો બદલાઈ જાય છે અને અભિવ્યક્તિની નવીન આબોહવા સર્જાય છે.
₹250.00
કુમાર જૈમિનિ શાસ્ત્રી
કવિ અને ગઝલકાર તરીકે જાણીતા શ્રી કુમાર જૈમિનિ શાસ્ત્રી ગદ્યલેખનમાં પણ આગવી હથોટી ધરાવે છે. એક સામાન્ય માનવીના જીવનને સ્પર્શતા વિષયો ઉપર તેમના વિચારો પ્રગટ કરતા લલિતનિબંધોનો સંગ્રહ એટલે સમયવન.
₹300.00
યોગેશ જોષી
એક કવિ અને સર્જક તરીકે યોગેશભાઈ ગુજરાતી સાહિત્યના છેલ્લા છ દાયકાના પ્રતિનિધિ કવિઓ અને સાહિત્યકારોની નિકટ રહ્યા છે.ઉત્તમ સાહિત્યકારોના અવસાન પર યોગેશભાઈએ સંસ્મરણો અને યોગદાનને વાગોળતા તૈયાર કરેલા શ્રદ્ધાંજલિ લેખોનો સંચય આ પુસ્તકમાં જોવા મળે છે.
₹350.00
અશોક મશરૂ
રાજકોટની આસપાસની નદીઓ, જળાશયો, ગીર અને રણથંભોર જેવાં અભયારણ્યોના પ્રવાસો અને ડાંગનાં જંગલોની બાઇકયાત્રા દરમિયાન નિહાળેલી વન્ય જીવસૃષ્ટિ અને તેની લીલાને શબ્દબદ્ધ કરી અનેક નિબંધો રચે છે જે આ પુસ્તકમાં એકસાથે માણવા મળે છે.
₹475.00
દીનેશ પરમાર (ડૉ.)
સતત પરિવર્તનશીલ એવા જગતમાં દરેક ક્ષેત્રમાં પરિવર્તન આવતું જાય છે. એક શિક્ષક હોવાના નાતે દિનેશભાઈએ પોતાના શાળાકક્ષાના રોજબરોજના અનુભવોને વિવિધ શિક્ષણનિબંધોમાં પરિવર્તિત કર્યા છે, જેની ફળશ્રુતિ એટલે આ પુસ્તક.
₹200.00
કમલેશ જોષી
ક્યારેક સહેલી લાગે તો ક્યારેક પહેલી, ક્યારેક ખુશ છે તો ક્યારેક નારાજ, ક્યારેક તડકો આપે તો ક્યારેક છાંયો, ક્યારેક આશાથી છલોછલ તો ક્યારેક નિરાશામાં ડૂબેલી. અલગ રૂપરંગ અને નોખા-અનોખા મિજાજવાળી જિંદગીને ચાલો ઢંઢોળીએ અને આ પુસ્તક સાથે કહીએ કમ-ઑન જિંદગી.
ભારતી રાણે ડૉ.
સ્વપ્નો અને કલ્પના કરતાં જિંદગીની વાસ્તવિકતાથી સભર આ વાર્તાઓમાં માનવીય સંવેદનો કથ્ય છતાં અકથ્ય રીતે સ્થાન પામ્યાં છે. સરળ, સહજ, આકર્ષક લેખનશૈલી દરેક વાર્તાને આસ્વાદ્ય બનાવે છે.
કાનજી પટેલ
આદિવાસી, દેશી સમાજ અને તેમના સાહિત્ય વિષયક લેખો ધરાવતા આ પુસ્તકમાં આદિવાસી સંસ્કૃતિ, જીવનમૂલ્યો અને સર્જનવિશ્વનો પરિચય મળે છે. ગુજરાતી સાહિત્યમાં થયેલાં આદિવાસી સર્જનોના અમૂલ્ય ફાળાથી વાચકને અવગત કરાવવામાં આવ્યો છે.
નિલેશ ગોહિલ
ખેતરમાં હળ ચલાવનાર ધરતીપુત્ર જ્યારે કાગળની ધરતી પર કલમનું હળ ચલાવે છે ત્યારે ઊગે છે વાઢ જેવો નિબંધસંગ્રહ. કૃષિ વ્યવસાય સાથે જોડાયેલા પરિવારમાં સૌરાષ્ટ્રમાં જન્મેલા નીલેશ ગોહિલ ઋતુ પ્રમાણે પાક તો લણી જાણે છે.
₹175.00
ભાગ્યેશ જહા
કવિ શ્રી ભાગ્યેશ જ્હાનો સંબંધ આમ તો કવિતા સાથે, તેથી વધીને સંસ્કૃત સાથે પણ ખરો. પરંતુ આ બહુઆયામી સર્જક જ્યારે નિબંધો લખવા બેસે ને તેય પાછા પ્રકૃતિમય થઈને, ત્યારે આપણને મળે છે ‘પર્ણમર્મર’.
પ્રવીણ જે. પટેલ
આ પુસ્તકમાં રજૂ કરેલા સૉક્રેટિસ સાથેના કાલ્પનિક સંવાદો વાચકોને અનેક રીતે ઉપયોગી થઈ શકે તેમ છે. એક તો, આ સંવાદોમાં, મુખ્યત્ત્વે ભારતના સંદર્ભે, કરેલી અનેક ધાર્મિક, સામાજિક, રાજકીય, અને સાંસ્કૃતિક મુદ્દાઓ સમજવાની પ્રેરણા આપે તેમ છે.
યજ્ઞેશ દવે
કૉન્ક્રીટનાં જંગલોમાં કેદ થતો જતો માનવી ધીમે ધીમે પ્રકૃતિથી વિખૂટો પડતો જાય છે. આવા સમયે કવિ-લેખક યજ્ઞેશ દવે પોતાના પ્રકૃતિપ્રેમને વિવિધ લલિત નિબંધોમાં ઢાળી આપણને પ્રકૃતિના સાંનિધ્યમાં લઈ જાય છે.
રાજેન્દ્ર પટેલ
વરિષ્ઠ સાહિત્યકાર અને સાહિત્યમર્મી ચન્દ્રકાન્ત ટોપીવાળાની પત્રચર્ચાઓ અને આવેલા ચર્ચાપત્રોનો કવિ રાજેન્દ્ર પટેલ સંપાદિત સંચય ‘વિનિમય વિવિધા’. કોઈ પણ સાહિત્ય વિવેચન વિના વામણું છે.
અનિલા દલાલ
‘અનંત’ અને ‘બહુ’ની સંવાદિતા દ્વારા ‘એક’ને પૂર્ણ અભિવ્યક્તિ આપવી એ જ સર્જનાત્મકતા પાછળ રહેલું સત્ય છે. આ જ વિચારને રવીન્દ્રનાથ પોતાના અલગ-અલગ વિષયો પર આધારિત વક્તવ્યો અને કેટલાક નિબંધોમાં પ્રસ્થાપિત કરે છે.
₹225.00
રમણ સોની
આ પુસ્તિકામાંના નિબંધો ત્રણચાર મિનિટમાં વાંચી શકાય એવા લઘુનિબંધો છે પણ એમાં, કળીમાંથી ફૂલ ખીલે એમ સહજપણે સર્જકની વિચારલીલા ખૂલતી જાય છે ને ખીલતી જાય છે. સંવેદનની ભિનાશવાળા આ નિબંધો વાતવાતમાં વાચકને વિચારતો કરી દે છે ને એમાંનો સર્જક ઉદ્ગાર એને
મયૂર ખાવડું
યુવા લેખક મયૂર ખાવડુ પોતાના પુસ્તક ‘નરસિંહ ટેકરી’ સાથે ગુજરાતી નિબંધવિશ્વમાં માંડી રહ્યા છે. હિરણ નદીને કાંઠે તાલાલા ગીરમાં આવેલી નરસિંહ ટેકરી, જ્યાં વીતેલા બાળપણની દરેક પળને પોતાની સ્મૃતિમંજૂષામાં સાચવી અને શબ્દદેહ આપી જીવંત બનાવી છે.
યોગેશ વૈદ્ય
શ્રી યોગેશ વૈદ્ય પાસે લાંબો પચાસ વર્ષોનો અનુભવ છે પોતાના જીવનનો અનુભવ, શેરી, સમાજ, બજાર, સ્વજનો-પ્રિયજનો, પાડોશીઓ, પર્વો-પ્રસંગો, શિક્ષણ, રાજકાજના વારાફેરા, અને નગરનું રોજિંદું જીવન, આટલું બધું સમૃદ્ધ અને ભાતીગળ અનુભવજગત લેખકની મૂડી છે.
અનિલ જોશી
આ પુસ્તકમાં વાચકોને એક સંવેદનશીલ છતાં આક્રમક મિજાજ ધરાવતા કટારલેખક અનિલ જોશીનો પરિચય થાય છે. રાજકીય પરિસ્થિતિ પર વ્યંગસભર ચાબખાથી લઈને દંભી ધર્મગુરુઓને છડેચોક ઉઘાડા પાડવા સુધી તેમની કલમ તરખાટ મચાવે છે.
₹450.00
કલ્પના પાલખીવાલા
શબ્દ. એ અવાજ કરતાં પણ વધારે મહત્ત્વનો છે. આદિમાનવે આડી-ઊભી-ત્રાંસી લીટીઓ અને ચિત્રો દોરી, એને ગતિમાન બનાવી ભાષાનો આરંભ કર્યો અને સદીઓ જતાં ભાષા વિકસી.આ ભાષાએ આપણને પ્રાથમિક શબ્દો આપ્યા.અવાજ તો સંદેશ-વ્યવહાર માટે પ્રાથમિક લક્ષણ બની જળવાઈ રહ્યું.
ભૂપત વડોદરિયા
માણસે પોતાના ભણતરને પોતાનું જ એક અંગ બનાવવાનું છે અને પોતાના સમગ્ર વ્યક્તિત્વ અને એકંદર હીરમાં તેને ભેળવી દેવાનું છે. ગમે તેવી ઊંચી કે મોટી ડિગ્રી તમને મજબૂત બખ્તર જેવી લાગે, પણ આવા કોઈ પણ બખ્તરની કિંમત મર્યાદિત છે.
માણસને બધું જ માણવું હોય છે, પણ પોતાના સમયને જ માણવાનું ભૂલી જાય છે. આખી દુનિયા સાથે દોસ્તી કરવી હોય છે, પણ પોતાની જાત સાથે જ મિત્રતા કરવાનું ભૂલી જાય છે. સરવાળે થાય છે એવું કે માણસ પોતાના માર્ગથી જ ભટકી ગયો હોય એવું એને લાગવા માંડે છે.
₹265.00
અત્યારનો સમય બહુ ફાસ્ટ થઈ ગયો છે. ઇન્ટરનેટે દુનિયાને કમ્પ્યૂટર અને મોબાઇલ ફોનના સ્ક્રીનમાં સમાવીને લોકો સામે ધરી દીધી છે અને માણસ પણ જાણે આખું જગત મુઠ્ઠીમાં હોય એવી રીતે જીવવા લાગ્યો છે. બધાને ટૂંકા સમયમાં ઊંચા થઈ જવું છે.
સુખ અને દુઃખ એ જિંદગીનાં સનાતન સત્યો છે અને એ પણ સત્ય છે કે બેમાંથી કોઈ જ કાયમી નથી. દુઃખને જીરવવા કરતાં દુઃખને સમજવું જરૂરી છે. માણસ મોટા ભાગે કામચલાઉ રીતે આવેલી સમસ્યાઓને દુઃખ સમજી લે છે અને દુઃખી-દુઃખી થઈ જાય છે.
જિંદગીને ઉત્સવની જેમ માણો... જિંદગી ફક્ત જીવવા માટે નથી હોતી, પણ સાર્થક કરવા માટે હોય છે. જિંદગીની સાર્થકતા સુખ અને શાંતિમાં છે, જિંદગીની સાર્થકતા પોતાના લોકો સાથે દરેક ક્ષણ શ્રેષ્ઠતાથી જીવવામાં છે.
₹275.00
સરોજિની જિતેન્દ્ર (ડૉ.)
‘જાત સાથે વાત’ પુસ્તક જીવનતત્ત્વોની ઓળખ કરાવવાનો અને તેને વૈજ્ઞાનિક સંદર્ભે સમજાવવાનો એક એવો પ્રયાસ છે; જે વાચકને પોતોની જિંદગીમે તેના યથોચિત સ્વરૂપે જાણવાનું, સમજવાનું અને પામવાનું સામર્થ્ય કેળવવા પ્રેરશે.
કાજલ ઓઝા વૈદ્ય
આપણે જિંદગી જીવીએ છીએ. રોજેરોજ શ્વાસમાં ભીતર લઈએ છીએ અને ઉચ્છ્વાસમાં એને બહાર કાઢી નાખીએ છીએ. સુખ-દુઃખ, પીડા, પશ્ચાત્તાપ, પ્રશ્નો, ક્ષમાયાચના, ઝઘડો, ફરિયાદ અને ફરી ફરી યાદ આ પત્રો માત્ર મારી નહીં - આપણા સૌની જિંદગીને કરેલું સંબોધન છે.
સતીશચંદ્ર વ્યાસ ‘શબ્દ’
સમગ્ર બંગાળનું પરિભ્રમણ કરી એકેએક બાઉલને પ્રત્યક્ષ જાતે મળી સો વાતોની વિગતો એકઠી કરી છે! કેવો જબરો પરિશ્રમ! કોણ છે આ બાઉલ સંતો? આચાર્ય ક્ષિતિમોહન સેન ભારતીય સંતપરંપરાને બે શ્રેણીમાં વિભાજિત કરે છે. બાઉલગાન કંઠસ્થ સ્વરૂપે જળવાયું છે.
પુરાકથાઓ, લોકકથાઓ અને સાહિત્યની અનેક પ્રેમકથાઓ અમર થઈ છે તથા વાસ્તવ જગતમાં પણ અનેક પ્રેમકથાઓ રચાઈ છે અને રચાતી આવશે. તેમાંથી કેટલીક પ્રેમકથા વાસ્તવિક હોવા છતાં દંતકથારૂપ બની ગઈ.
રમણિક સોમેશ્વર
રમણીક સોમેશ્વર ઘડી વાર પણ ભૂલવા દેતા નથી કે આ નિબંધો સંવેદનશીલ કવિએ લખ્યા છે.નિબંધ લખતી વેળા એ કવિતામાં વિચારે છે,એમનું ગદ્ય અનેક જગ્યાએ કાવ્યપંક્તિ બની જાય છે વિચારની સાથે સંવેદનોને ઝબકાવતું રહે છે જાણે વિવિધ રંગી સ્ફુલ્લિંગો ચારે બાજુ ઊડતા હોય.
ભરત દવે
રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમ એકબીજાના પર્યાયો નથી, બંને સમાનાર્થી નથી. કેમ કે દેશપ્રેમ સહજ, સ્વાભાવિક, કુદરતી છે. જેમ તમને તમારો પરિવાર વહાલો છે એવી જ રીતે જે દેશમાં તમે જન્મ્યા એ દેશ પ્રતિ તમને અાપમેળે જ વહાલ ઊપજે છે.
₹375.00
વીનેશ અંતાણી
સુપ્રસિદ્ધ સર્જક વીનેશ અંતાણીના નિબંધસંગ્રહ ‘પોતપોતાનો વરસાદ’ના નિબંધોમાં એમણે જાત સાથે કરેલી અંગત અને આપણા સૌની વાતો છે. કોઈ સંવેદનશીલ સર્જક મુંબઈ જેવા મહાનગરમાં એકલો પડે ત્યારે એનું ભાવવિશ્વ અલગ જ રૂપમાં પ્રગટ થાય છે.
માનવજીવન અને માનવમનની સંકુલતાનો તાગ સહેલાઈથી મળતો નથી. એના વિશે જેટલું લખાશે, ઓછું જ પડશે. સાહિત્ય અને અન્ય કળાઓ તથા સામાન્ય માણસ પોતાની રીતે જીવનનો વ્યાપ અને મનનું ઊંડાણ સમજવાનો પ્રયત્ન કરે છે.
તુષાર શુક્લ
આવનારા સમયમાં પરંપરાગત વ્યવસ્થાઓએ પડકારનો સામનો કરવો પડશે. પરંપરાગત માન્યતાઓ સામે પ્રશ્નાર્થ મુકાશે. કેટલુંક બદલાશે. કેટલાકે બદલાવું પડશે. સમયના પ્રવાહમાં જૂનું વહી જાય. નવું રચાય. નિત્યનૂતના છે એટલે તો રસપ્રદ છે જીવન.
સોળમું વર્ષ કવિતામાં ખૂબ ગવાયું છે ને સમાજમાં વગોવાયું પણ છે! આ વર્ષ teenage ની મુગ્ધયાત્રાનું શિખર છે. અધૂરપની મધૂરપનો સ્વાદ માણવાનો મુકામ છે. પશ્ચિમમાં એનો અર્થ સ્વાતંત્ર્ય છે. પૂર્વમાં એનો અર્થ સમજણ છે.
₹325.00
કન્યાવિદાયની કરુણમંગલ ક્ષણ વિષે કેટલું લખાયું છે... ને લખાયું એથી વિશેષ અનુભવાયું છે... એમાં વળી એક પુસ્તક શાને? જે દીકરી દ્વારેથી વિદાય થઈ હશે અને જે દરવાજે એણે ઉંબર ઓળંગીને ગૃહપ્રવેશ કર્યો હશે એ બંને ઘર આ પ્રસંગનો મહિમા અનુભવતા જ હશે.
મૌલિન શાહ (ડૉ.)
આ પુસ્તક સ્ટોરીટેલિંગ ફૉર્મેટમાં લખેલી હ્યુમન સ્ટોરીઝ એટલે માનવસંવેદનોની અનુભવકથાઓ છે.જેમાં થોડું વિજ્ઞાન ને ઝાઝી માનવીય લાગણી છે.અહીં રજૂ થયેલી વાર્તામાં ડૉ.મૌલીન શાહે અનુભવેલાં અને તારવેલાં સંવેદન ભાવકના લાગણીતંત્રને કરુણાના સંસ્કાર આપે છે.
ગુજરાતી નિબંધોના આ સંગ્રહમાં નિબંધકાર કહે છે, “‘બારી પાસે’ના આ નિબંધોએ ઘણી વાર સ્થળ અને કાળનિરપેક્ષ વિહાર કરાવ્યો છે. આ ‘બારી પાસે’ અવનવા અર્થો લાધ્યા, નવી અનુભૂતિઓએ આકાર લીધો.”
₹150.00
સાહિત્યિક નિબંધોનું આ પુસ્તક રાજેન્દ્ર પટેલનાં સર્જનાત્મક લેખન અને વિવેચકીય દૃષ્ટિકોણને દર્શાવે છે. પુસ્તકમાં ભોગીલાલ ગાંધી અને નારાયણ દેસાઈ તથા નિરંજન ભગત અને ભોળાભાઈ પટેલ સાથેના સાહિત્યને ઉપકારક એવા લેખકના વૈચારિક સંવાદો છે.
₹125.00
₹1,800.00
મોટા ભાગના લોકો વીતેલાં વર્ષો વિશે અફસોસ કર્યા જ કરે છે... ‘હવે શું?’ એ એમનો પર્મેનન્ટ પ્રશ્ન હોય છે! અગત્યનું એ છે કે હવે પણ ઘણું બાકી છે. આપણે બધા વહી ગયેલાં વર્ષો વિશે એટલા બધા નિરાશાજનક છીએ કે આવનારાં વર્ષો તરફ જોઈ શકતા જ નથી.
ટીનએજ વટાવી ગયેલાં સંતાનો જ્યારે માતા-પિતાની લાગણીને ન સમજી શકે અથવા સમજવાનો ઇનકાર કરે ત્યારે માતા-પિતાના હૃદયને કેટલી પીડા થતી હશે! આપણને પણ આપણાં માતા-પિતા વિશે ક્યારેક વિરોધ, ગુસ્સો કે અણગમો થયા હશે.
સત્ય તો એ છે કે જો ખરેખર એટલું જ દુઃખ થયું હોય તો જેણે તમારી સાથે બેવફાઈ કરી, ખોટું કર્યું, દગો કર્યો એને છોડીને જવાની આપણામાં હિંમત હોવી જોઈએ. આવી હિંમત હોતી નથી કારણ કે, જે-તે વ્યક્તિ પાસેથી પોતાને ઘણું બધું જોઈતું હોય છે.
શક્ય છે કે પીડાના સમયમાં, ડૂમો ભરાયો હોય કે અકળામણ થઈ ગઈ હોય, ગૂંચવાઈ ગયા હોઈએ, ફસાઈ ગયા હોઈએ અને મન ભરાઈ આવ્યું હોય ત્યારે આપણી સામે જે આવે એની પાસે રડી દેવાય અથવા બોલી દેવાય... પરંતુ બને ત્યાં સુધી આ પરિસ્થિતિ ટાળવી.
કેટલાંક એવાં માતા-પિતા છે જે સંતાનને સતત વખોડ્યા અને વગોવ્યા કરે છે. એમનો દીકરો કે પુત્રવધૂ ગમે તેટલી સેવા કરે કે ગમે તેટલું ધ્યાન રાખે એમને ઓછું જ પડે છે. વાંધા પાડવાની ઑલિમ્પિકમાં આવાં માતા-પિતાને ગોલ્ડ મેડલ મળી શકે એમ છે.
આપણે સૌ પરમપિતાના સંતાન છીએ. ઈશ્વર સાથે જોડાયેલા આપણા અસ્તિત્વના તાર આમ જુઓ તો એકસરખા છે. કેટલાક લોકો આ અનુસંધાનને ઓળખે છે જ્યારે, આપણે બધા પરમતત્ત્વ સાથેના આપણા અનુસંધાનને અવગણીએ છીએ.
આમ જુઓ તો આપણે જે કંઈ જીવ્યા છીએ તે ફરી ફરીને જીવી રહ્યા છીએ. આપણા મિત્રો, સ્વજન, પ્રિયજન, પરિવાર, પ્રેમી કે દુશ્મન બધા જ આપણી પાસેથી કંઈ લેવા કે કંઈ આપવા આપણને મળતા રહે છે. સુખ આપીશું તો એને પાછું લેવા માટે મળવું પડશે...
જે સંબંધો સુંવાળા નથી એ સંબંધોને પકડી રાખવા સરળ છે, કારણ કે એ સરકી જાય એવા લિસ્સા નથી, પણ ટકી જાય એવા ખરબચડા છે. આપણને બધાને આપણા અહંકાર સાથે ખૂબ પ્રેમ છે.
માણસનું મન જ એના જીવનમાં બનતા પ્રસંગોની અનુભૂતિને સુખ અને દુઃખમાં ટ્રાન્સલેટ કરે છે. કેટલાક લોકો પીડાને પ્રસંગ બનાવી શકતા હોય છે, જ્યારે કેટલાક લોકો માટે પ્રસંગ પીડા બની જતી હોય એવું આપણે નથી જોયું? ધોમધખતો તાપ, વરસાદની પહેલાંના છડીદારની જેમ આવે છે.
‘સફરનામા’ પ્રવાસની નોંધ છે. પણ એમાં તમારે દુનિયાનો ગોળો સામે રાખીને કે શહેરના નકશા પાથરીને કૈં શોધવાનું કે એ પ્રમાણે next tripનું આયોજન નથી કરવાનું, કારણ કે અહીં એવી કોઈ અજાણી જગ્યાઓ નથી.
મને આ ‘નામા’ શબ્દ ગમે છે. મનનો સ્વભાવ સ્વૈરવિહાર છે. એ જુએ છે ને જીવે છે એની વાત કરે છે. જેમ એ જમીન પર પગલાં માંડે છે એમ જ કલ્પનાની પાંખેય ઊડે છે. એનું ઉડ્ડયન ગરુડ સરીખુંય હોય છે ને પતંગિયા સરીખુંય હોય છે.
જે સહુથી વધુ અઘરું કામ છે તે છે સહજ થવું ને રહેવું. મહોરા વિના આ જિંદગીના મેળામાં મજા નથી આવતી. જે આપણે નથી એ -સારા કે ખરાબ- આપણે દેખાવા માંગીએ છીએ ને એ માટે આપણી પાસે આપણાં કારણો છે. આ મહોરાને કારણે પાત્રોનું વૈવિધ્ય મળે છે.
આ એક એવી ડાયરી છે જેનું લખાણ કોઈ તારીખ-વારના સમયસંદર્ભથી પર છે. ડાયરી લખનારનો એ પાછળ હેતુ એ છે કે કોઈ એને આધારે નકશો ન રચે. કારણ કે આ પ્રવાસ, સફર, યાત્રા સહુએ પોતે પોતાની જાતે જ, પોતાની સાથે જ કરવાનાં છે.
માણસ શું છે? સ્મરણો રચતો ને સ્મરણમાં રાચતો જીવ છે. આ પ્રક્રિયા જીવનપર્યન્ત ચાલે છે. પણ કેટલાંક સચવાય છે, કેટલાંક વીસરી જવાય છે. અને આ કશું આપણી પસંદ - ના પસંદ પર આધાર નથી રાખતું.
અંકિત ત્રિવેદી
લેખકની લોકપ્રિય કૉલમ ‘ઑફબીટ’નો આ પાંચમો લેખસંગ્રહ છે. નાના નાના, વાંચવાની મજા પડે એવા વિચારનો તણખો પ્રગટાવી દે તેવા 54 લેખોના આ સંચયમાં પુષ્કળ વિષયવૈવિધ્ય છે. અહીં એક તરફ જે.કૃષ્ણમૂર્તિ અને ખુશવંત સિંહ છે,તો બીજી તરફ હળવું મૌલિક ચિંતન છે.
ધીરુબહેન પટેલ
પુસ્તકની વાંચનસામગ્રી એના શીર્ષક પરથી જ સ્પષ્ટ થઈ જાય છે. અહીં ધીરુબહેન પટેલ એક તરફ ઝુમ્મરિયા જાસૂદ અને કામિનીનાં ફૂલથી લઈને શિરીષની કલગી સુધીની વાત કરે છે, તો બીજી તરફ પ્રફુલ્લિત રહેવાની કલા શીખવે છે.
પ્રેમ જેવી સૌથી અંગત અને ખાનગી લાગણીને ક્યારેય નિશ્ચિત ચોકઠામાં બેસાડી શકાતી નથી. છતાંય તુષાર શુક્લ જેવી સંવેદનશીલ વ્યક્તિ પ્રેમના સંદર્ભમાં એક ચોકક્સ શબ્દાકાર ઊભો કરવાની કોશિશ કરે ત્યારે આકર્ષક પરિણામ આવ્યા વગર ન રહે.
જીવન પ્રગટપણે ભર્યુંભાદર્યું હોય તો પણ અંદરનો કોઈ ખૂણો સૂનો રહી ગયો હોય એવું બને. અચાનક કોઈક વ્યક્તિ જીવનમાં પ્રવેશે ને એ સૂનો ખૂણો જીવંત બની જાય, સહેજ મોળું થઈ ગયેલું જીવન ગળ્યું થઈ જાય અને જીવનમાં એક વિશિષ્ટ ઊર્જા ઉમેરાઈ જાય એવુંય બને.