આડુંઅવળું
AaduAvalu
‘ખાપછાડા’ એટલે કે અસંબદ્ધ, એકની સાથે બીજાનો મેળ નહીં એ વાત કવિએ સાર્થક કહી છે. કલ્પનાની એક અદ્ભુત સૃષ્ટિ ઊભી કરી છે. સમજુ ડોશીને પાંચ વડસાસુઓ હોય જે મીઠું પાનમાં નાંખે અને ચુનો શાકમાં નાંખે.
કૅલિફોર્નિયા નામની છોકરીની લગ્નના બજારમાં માગ વધી જાય અને મૅસેચ્યસેટ્સ નામનો છોકરો મળે અેટલે બધાં ખુશ થઈ જાય. સમયને મહાત કરવા ભૂપુરામ ઘડિયાળ બંધ કરીને ખુશ થાય કે સમય આગળ વધતો નથી. ટ્રામ કંડકટરના તાલને કવિ સરખાવે રસ્તા સાથે, અને બે બાજુ રહેલા થોડા વાળને ફૂટપાથ સાથે સરખાવે છે.
આવી અદ્ભુુત કલ્પનાની સૃષ્ટિ કવિએ હાસ્ય વિનોદ સાથે ખડી કરી છે. વળી દેખીતી રીતે જે અર્થ વગરનું હાસ્યાસ્પદ લાગે અેની પાછળ પણ ઘણી વાસ્તુઓ ડોકિયાં કરતી હોય છે - જેમ કે માનવમન.
મૂળ બંગાળીમાં લખાયેલાં આ કાવ્યોના ગુજરાતી અનુવાદમાં સુજ્ઞાબહેને પ્રાસની સાથે-સાથે રમૂજ પણ જાળવી છે, જે ગુજરાતી વાચકો માટે સંગ્રહને આસ્વાદ્ય બનાવે છે. દરેક કાવ્યની સાથે એનાં પાત્રોને અનુરૂપ કવિએ કરેલાં રેખાચિત્રો અદ્ભુત છે, જેમાં કવિવરની ચિત્રકાર તરીકેની પ્રતિભા પણ નીખરી આવે છે.
રવીન્દ્રનાથ ટાગોરના ચાહકો અને અભ્યાસુઓ માટે આ સંગ્રહ એક કલેક્ટર્સ એડિશન બની રહેશે.
Product Details
- Pages:140 pages
- Language:Gujarati
- Format:Paperback