નાઝિર દેખૈયા
આ ‘નાઝિર'નું સમગ્ર સર્જન એક સંપુટમાં વાચકો-ભાવકોના હાથમાં આપતાં અનહદ આનંદની લાગણી થાય છે. પ્રકાશનનો ઉદ્દેશ ‘નાઝિર'ની ગઝલોને ચાહનારાઓને એમનું સઘળું કાર્ય ઉપલબ્ધ કરાવવાનો છે.
₹475.00
Dhiruben Patel
Dhiruben Patel is a very well-known Gujarati writer who has written in Hindi and English from time to time. She has tried various literary forms with success but is better known as a novelist.
₹200.00
Rajendra Patel
A poet goes deep down in the ocean of life and brings out the pearls of human emotions. These pearls are nothing else but sensitive poems penned by Rajendra Patel. His curious eyes have captured the silent expression lying behind the routine
₹150.00
मनोहर त्रिवेदी
गुजराती कविता में मिट्टी के रंगों को संजोकर रखने वाले कवि मनोहर त्रिवेदी, गुजराती साहित्य में एक जानामाना नाम है। जिन्हों ने अपने गद्यलेखन में कहानियों और निबंधों के द्वारा पारंपरिक और आधुनिक शैली का समन्वय पाठकों के लिए एक साहित्य-सेतु रचा है।
ભાવિન ગોપાણી
જેમની બાનીમાં ‘આધુનિકતાય છે અને પરંપરા સાથે પણ મજબૂત સંબંધ છે’ એવા યુવા ગઝલકાર ભાવિન ગોપાણીની પસંદગીની 108 ગઝલોના સંગ્રહ ‘અગાશી’માં સરળ ભાષામાં ‘અલંકારોના કે પંડિતાઈના ઘટાટોપ વગર’ ગઝલો લખાઈ છે.
બાબુ સુથાર
બાદરાયણના ‘બ્રહ્મસૂત્ર’નું પહેલું સૂત્ર છે: अथातो ब्रह्मजिज्ञासा॥ એટલે કે; હવે અહીંથી બ્રહ્મ વિષયક જિજ્ઞાસાનો આરંભ થાય છે. એ સૂત્રના આધારે બાબુ સુથાર એક બીજું સુત્ર બનાવે છે: અથાતો ઇલિકાજિજ્ઞાસા ॥ એટલે કે; હવે અહીંથી ઇયળ વિષયક જિજ્ઞાસાનો આરંભ થાય
વિકી ત્રિવેદી
વિકી ત્રિવેદીનો આ નવો ગઝલસંગ્રહ છંદ, રદીફ અને કાફિયાના પ્રયોગોને લઈને અનોખો છે. એક શેરમાં દિગ્ગજ ક્રિકેટરોની લાક્ષણિકતાઓને ઉપયોગમાં લઈ ઈશ્વરને ફરિયાદ કરતાં કહે છે: મને ઈશ્વર સચિન જેવો બનાવીને જ રહેવાનો, એ મારી સામે દુઃખના બૉલ અખ્તર જેમ ફેંકે છે.
₹175.00
દક્ષા પટેલ
મનુષ્ય માટે હરહંમેશ અકળ અને અગોચર રહ્યું છે મૃત્યુ જેનો સમય નક્કી નથી,પણ તેનું આગમન નિશ્ચિત છે પરંતુ એક કવિ પોતાની કવિતામાં કહે છે નચિકેત, છોડ આ યમનો ઉંબરો, પોતાની હઠ, પોતાની જિજ્ઞાસા સાથે આવ કવિ જણાવશે સાફસાફ કે મર્યા પછી શું થાય છે
સંજુ વાળા
‘આજ અનુપમ દીઠો’ – જેમ શીર્ષક સૂચવે છે તેમ કવિને આંતરચક્ષુના ઊઘડવાથી પરમ ચેતનાનાં દર્શન થયાં છે અને નરસિંહ અને મીરાની જેમ તેમને દરેક દિવસ, દરેક ક્ષણ અનુપમ ભાસે છે.
₹225.00
આપણી આસપાસ કેટલું બધું હોય છે. વસ્તુઓ, વ્યક્તિઓ, વૃક્ષો, વાદળો, પશુપંખીઓ, શાકભાજી, ફેરિયા વગેરે. પ્રત્યક્ષ નજરે આપણાથી અલગ લાગતું આ બધું જ આમ તો આપણા જીવનનો અને આપણી દુનિયાનો ભાગ હોય છે. જેની સાથે આપણે સંવેદનના તાંતણે જોડાયેલા હોઈએ છીએ.
ધારો કે, આપણામાં રહેલું કોઈ આપણને કેદ કરે અને એમાંથી મુક્ત થવા આપણે શું નું શું નથી કરતા? પરંતુ એક સર્જક એમાંથી મુક્ત થવા કવિતાઓ લખે છે અને સર્જે છે પોતાનાં હોવા/અસ્તિત્વ સાથે મળેલ આંતરિક વ્યથાઓને વાચા આપતો સંગ્રહ.
ઉદયન ઠક્કર
આ ઉપહારમાં છે શું? ‘વાર્તાઓના આસ્વાદ : મેઘાણી, મડિયા, સુરેશ જોષી.’ ‘હાસ્યનિબંધોના આસ્વાદ પણ ખરા. બકુલ ત્રિપાઠી, જ્યોતીન્દ્ર દવે, વળી રમણભાઈ નીલકંઠની નવલકથા, ભદ્રંભદ્ર. અને પુ. લ. દેશપાંડે. દેશપાંડે એટલે પેલા મરાઠી હાસ્યલેખક?
₹250.00
દીનેશ કાનાણી
આપણને કોઈ પૂછે કે જીવન કેવું? તો આપણે કહીશું એકદમ મસ્ત. પરંતુ ગઝલકાર દિનેશ કાનાણી જીવનની સાચી તસવીર એક શેરમાં રજૂ કરે છે - બસ ચિઠ્ઠીના ચાકર જેવું જીવન થઈ ગયું છે રસ્તા વચ્ચે સાંકળ જેવું જીવન થઈ ગયું છે.
₹325.00
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ એટલે એવા ગઝલકાર જેમણે ગુજરાતી ગઝલની ક્ષિતિજોને વિસ્તારી, ગુજરાતી ગઝલમાં આધ્યાત્મિકતાનો સૂર મિલાવ્યો, જેમની ગઝલોમાં પરંપરા અને આધુનિકતાનો સમન્વય સાધ્યો, જેમણે આત્મીય સંબંધોની વેદનાને સંવેદનામાં પરિવર્તિત કરી છે
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ એટલે એવા ગઝલકાર જેમણે ગુજરાતી ગઝલની ક્ષિતિજોને વિસ્તારી, ગુજરાતી ગઝલમાં આધ્યાત્મિકતાનો સૂર મિલાવ્યો, જેમની ગઝલોમાં પરંપરા અને આધુનિકતાનો સમન્વય સાધ્યો, જેમણે આત્મીય સંબંધોની વેદનાને સંવેદનામાં પરિવર્તિત કરી છે.
‘મારે મન ગઝલ એ મારી જાત સાથેનો સંવાદ છે’ કે પછી, ‘મારી ગઝલ એ આ દુનિયા સાથે, ઈશ્વર સાથે, પ્રિય પાત્ર સાથે કરેલી વાતચીત છે’ એવું રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ શા માટે કહે છે.
નીતિન વડગામા
નીતિન વડગામાની કવિતાઓ પ્રિયતમા વિશે લખાયેલી ગઝલો નથી. એમની ગઝલોમાં વારંવાર એક શબ્દ આવે છે `સંકેત.’ આ સંકેતને ઉકેલતાં ક્યાં તો સંકેત ઉકેલાયો તેવી આ ગઝલો છે. કોઈ સંતનું વ્યક્તિત્વ કેવું હોય? એ પગલાં કેવાં હોય? એ સંકેત કેવા હોય? તે આ ગઝલોમાં છે.
શૌનક જોશી
વિપુલ માત્રામાં લખાતી ગઝલો વચ્ચે જ્યારે કોઈ નવો અવાજ આવે ત્યારે ભાવકોના કાન સરવા થઈ જાય છે. પૂરતી સમજણ અને નિષ્ઠા સાથે ગઝલકર્મ કરતો આ નવો અવાજ છે યુવા ગઝલકાર શૌનક જોશીનો.
છેલ્લા એક દશકમાં પોતાના આગવા મિજાજ અને અનોખી બાની સાથે મુશાયરાઓ ગજવનાર કવિ ભાવિન ગોપાણીએ ગઝલરસિકો સાથે સર્જકોને પણ આકર્ષ્યા છે. પરંપરાથી અલગ વિષયો પર ગઝલ કહેનાર ભાવિનભાઈની શાયરીમાં વિષયવૈવિધ્ય સાથે તાજપ જોવા મળે છે.
‘કંઈક/કશુંક/અથવા તો..’ કવિ સંજુ વાળાનો સંવર્ધિત રચનાઓ સાથેનો વિશિષ્ટ કાવ્યસંગ્રહ.સૌરાષ્ટ્રની તળપદી બોલીમાં માનવહૃદયનાં ઋજુ અને બારીક સંવેદનોને ઝીલતા આ કાવ્યસંગ્રહમાં છે રમતિયાળ લય ધરાવતાં ગીતોનો વૈભવ અને હૃદયસોંસરવી ઊતરી જતી ગઝલોનો અસબાબ.
રાજેન્દ્ર પટેલ
“કરાર” એટલે બે પક્ષકારો વચ્ચે થયેલ સમજૂતીનો લેખિત પુરાવો. જેમાં એક પક્ષકારની દરખાસ્ત અને બીજાની સ્વીકૃતિને કાયદાકીય મહોર મારવામાં આવે છે. પરંતુ કુદરત અને માનવી વચ્ચે પણ એક વણલખ્યો કરાર અસ્તિત્વ ધરાવે છે.
અશોક પટેલ (ડૉ.)
કૅફેની એક આગવી ઓળખ હોય છે! દાખલ થાવ, ને એક માદક ખુશબૂ દોડતી આવે ને તમને વળગી પડે! ચટકંતા રંગો... તમને હાથ ઝાલી, અંદર તેડી જાય! ક્યાંક ગુસપુસ ચાલતી હોય, ક્યાંક વાતો, ક્યાંક અટ્ટહાસ્ય તો ક્યાંક નજરોની મુલાકાતો!
₹275.00
અંકિત ત્રિવેદી
અંકિત ત્રિવેદીની મૂળભૂત તાસીર એક સંવેદનશીલ કવિની હતી, છે અને રહેવાની છે તે સત્યની નક્કર પ્રતીતિ કરવી હોય તો આ કાવ્યસંગ્રહમાંથી પસાર થઈ જવું. 83 ગઝલો, 17 ગીતો અને છ અછાંદસ મળીને કુલ 100 પદ્યકૃતિઓનો આ સંગ્રહ ભાવકને એક વિશિષ્ટ સંવેદનસૃષ્ટિમાં લઈ જાય
રાષ્ટ્રીય કક્ષાએ પોંખાયેલાં અને ગુજરાતીમાં તંતોતંત અનુવાદ થયેલાં ભારતની ચાર ભાષાના કુલ ચૌદ કવિઓનાં કાવ્યોને સમાવતું આ પુસ્તક વિષયવૈવિધ્ય અને અભિવ્યક્તિની તાજગીનો અનુભવ કરાવે એવું છે.
₹160.00
પ્રદીપ ખાંડવાળા
આ પુસ્તકમાં લાગતાં અંગ્રેજીનાં 202 કાવ્યોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. અંગ્રેજીમાં તો લાખોની સંખ્યામાં કાવ્યો લખાયા છે અને અનૂદિત થયાં છે. એમને પ્રતિનિધિત્વ આપવાનું અહીં ગજું નથી.
₹700.00
વિનોદ ઓઝા
પોતાના વિચારને ગઝલમાં ગૂંથીને વિસ્મય જગાડતા કવિ વિનોદ ઓઝાએ હાથમાં હલેસાની જેમ કલમ લઈને કવિતાનો દરિયો ખેડવાનું સાહસ આરંભી દીધેલું. ગીત, ગઝલ અને અછાંદસ એમ ત્રણેય સ્વરૂપોમાં કાવ્યલેખન કરનાર આ કવિને જે સવિશેષ ફાવ્યું તે ગઝલનું સ્વરૂપ.
મનોહર ત્રિવેદી
કાવ્ય, નવલકથા, વિવેચન, વાર્તા, નિબંધ, બાલવાર્તાઓ-ગીતો – એમ સાહિત્યનાં તમામ સ્વરૂપ સાથે સુપેરે કામ પાડનાર કવિશ્રી મનોહર ત્રિવેદીના નવતર સંગ્રહ ‘કહો કે ના કહો’ એ ગીતો, ગઝલો અને અછાંદસ કાવ્યોનો સંગ્રહ છે.
ખબર નહીં, આ લખાણ ક્યાંથી આવે છે? માના ધાવણ જેવું છે! ખબર નહીં, ધાવણ... ક્યાંથી આવે છે? વિચાર આવવો ને વિચાર લાવવો એમાં ફરક છે! એક organic છે, બીજું ભેળસેળીયું! લાડ, લાગણી, પીડા, પ્રસન્નતા... ઉભરાવી જોઈએ. એ ઉભરો શાહી બની કલમમાં ઝીલાવો જોઈએ. એ પછી,
₹350.00
હેમંત પૂણેકર
આજકાલ ગઝલો વિપુલ પ્રમાણમાં લખાય છે. એકંદરે છંદોબદ્ધ રચના લખનારાઓનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે. ‘કાગળની નાવ’ લઈને ગઝલની વૈતરણી પાર કરવા નીકળેલા કવિ ચોક્કસ ગઝલને ભાળી ગયા છે. તે ગઝલના શાસ્ત્રના અભ્યાસુ છે અને ગઝલની નાડ નજાકતથી પકડે છે. કાગળની નાવની ગઝલ
ધીરુબહેન પટેલ
શું રસોડું હજુય ઘરનું સૌથી અન્ડર-રેટેડ અંગ છે? કદાચ. રસોડું એવી જગ્યા છે, જ્યાં માત્ર ખાવાનું જ નથી રંધાતું, જ્યાં કેવળ વાનગીઓની સોડમ નથી ફેલાતી. અહીં તો સ્ત્રીનાં મન-હૃદયમાં ઘણું બધું બને છે, બાહ્ય અને આંતરિક સ્તરે.
હરીશ મિનાશ્રુ
કાવ્યસંગ્રહ ‘કુંભલગઢ’માં મુખ્યત્વે ગદ્યકાવ્યો અને અછાંદસ રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘થોડી અઘરી બાળવાર્તાઓ’, ‘સૃષ્ટિમંડાણની કથાઓ’, ‘વિવેચક વિષે એક બોધકથા’, ‘એક રણાખ્યાયિકા’ કે ‘હિમાખ્યાન’ જેવાં શીર્ષકો - ઉપશીર્ષકો ઇંગિત કરે છે તેમ આ કાવ્યોનાં
રઇશ મનિઆર
કેવળ સફરમાં છું, હું હરીફાઈમાં નથી રસ્તે ઘણું સરસ છે, જે સરસાઈમાં નથી આ સુંદર શેરમાંથી જ આ ગઝલસંગ્રહનું શીર્ષક આવ્યું છે. આપણા સમયના શ્રેષ્ઠ શાયરોમાંના એક એવા કવિ રઈશ મનીઆરની કલમકલાથી નીપજેલી આ ગઝલો આપણા સહુ કોઈની જીવનસફર દરમ્યાન ભાથું બની રહે છે.
સુરેશ પરમાર ‘સુર’
વિવિધ ક્ષેત્રોમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપનાર ઉમર ખય્યામ સૌથી વધુ જાણીતા છે પોતાની દર્શનવિદ્યા એટલે કે સૂફી ફિલોસૉફી માટે. તેમની આ ફિલસૂફી છલકાય છે તેમની રૂબાઈઓમાં.
ખલિલ ધનતેજવી
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો એક શેર માણો : “જે તને ચુંબન કરી ચાખી જશે, એ હવા મારા સુધી પહોંચી જશે!” ખમીર અને ખુમારીના આ કવિની ગઝલોમાં શેરિયત છે, સાદગી સાથેનું ઊંડાણ છે.
₹2,000.00
મહેન્દ્ર જોશી
કવિ મહેન્દ્ર જોષી ગીતો અને ગઝલોનાં સર્જક. અંગત સંવેદનાઓને કાવ્યનું રૂપ આપવા તેઓ અછાંદસ કાવ્યસ્વરૂપનો આશ્રય લે છે અને આપણને મળે છે એક નવો કાવ્યસંગ્રહ ‘ખીંટીઓ’.ક્ષણોની ખીંટીઓ ટિંગાળેલાં સ્મરણોને ઊતારીને તેઓ કાવ્યસ્વરૂપે આપણી સામે ધારે છે.
મકરંદ મૂસળે
ગઝલ શીખવા, સમજવા અને લખવા માગતા દરેકને માટે ગઝલશાસ્ત્રને સહજ, સરળ અને બોલચાલની ભાષામાં સમજાવતા પુસ્તકની આવશ્યકતા જણાતાં કવિ મકરંદ મુસળેએ પ્રયાસ આદર્યો અને આપણને મળ્યું પુસ્તક ‘ગઝલસંસ્કાર’.
ચન્દ્રકાન્ત શાહ
કવિ, લેખક, નાટ્યકાર, સંચાલક, આયોજક, વાર્તાકાર, ફિલ્મનિર્માતા ને નિર્દેશક કૈંક ઓળખ એમની. વળી પોતાનો આઇટી બિઝનેસ. અમેરિકામાં સંરક્ષણ ખાતા સાથે પણ સંકળાયેલો હોય એવો! પણ એ મળે ત્યારે કોઈ ભાર નહીં, બસ યાર દિલદાર જ મળે. મને સાંભળ્યા વાંચ્યા પછી બહુ
₹600.00
યુસુફ બુકવાલા
ગુજરાતી ગઝલના આકાશમાં અનેક ગઝલકારો સિતારાની જેમ ચમકી રહ્યા છે, પરંતુ કેટલાક ગઝલકારોનું અનોખું પ્રદાન હોવા છતાં તેઓ અલ્પ-પ્રસિદ્ધ રહ્યા છે. આવું જ એક નામ એટલે જનાબ યુસુફ બુકવાલા.
ભરત વિંઝુડા
કોઈ પણ ઘટના અચાનક બની રહી હોય ત્યારે કેમેરો લઈને તેનો વિડીયો શુટીંગ કરવા માંડીએ તો તે દસ્તાવેજી ફિલ્મ થઈ ગણાય. કોઈ કલાકૃતિમાં એનો સમાવેશ થાય નહીં. ઉપરાંત દરેક વ્યક્તિનો એક સમય ચાલતો હોય છે.
યજ્ઞેશ દવે
પાંચ વિભાગમાં રજૂ થયેલાં આ સંગ્રહનાં કાવ્યો જ્ઞાની-વિજ્ઞાની કવિ યજ્ઞેશ દવેએ એકલાએ રચેલાં છે પણ એકમાં અનેક અવતરેલા કવિઓનો ભેટો થાય છે. આ કવિ પર્યાવરણના નિષ્ણાત તો ગળથૂથીથી પણ ઇતિહાસ-ભૂગોળ અને નૃવંશશાસ્ત્રનાં તથ્યો પણ માણતા રહે છે.
રાજેન્દ્ર પટેલ કવિ થયા ત્યારે આરંભમાં કેવાં અને કયાં કાવ્યો રચ્યાં એ આ સંગ્રહમાં સચવાયાં છે. સંગ્રહનાં બધાં કાવ્ય છંદમાં છે. લો, ગણગણો, પછી મમળાવો... “જુઓ અહીં, વહી રહી નદી રિક્તકાંઠે, / કાલે હતી સભર, આજ ઊભી અભાવે.”
₹90.00
શૈલેશ પારેખ
કવિવર રવીન્દ્રનાથ ટાગોર કંઈ કેટલાયની પ્રેરણામૂર્તિ રહ્યા છે. પરંતુ કવિવરની પોતાની પ્રેરણામૂર્તિ કોણ? જેમણે તેમનાં જીવન અને સાહિત્ય પર ઊંડી અસર પાડી, જેમણે કવિની પ્રતિભાના વિકાસમાં ઊંડો રસ લીધો, એમનું નામ હતું કાદંબરીદેવી. જ્યોતિરિન્દ્રનાથ, જે
ભાવેશ ભટ્ટ
સાંપ્રત જીવનની આવી જ વાસ્તવિકતાઓનું ચિંતન કરી લયબદ્ધ રીતે અભિવ્યક્ત કરતા ગઝલકાર ભાવેશ ભટ્ટ પોતાના તરોતાજા ગઝલસંગ્રહ ‘જતનથી તૂટીએ’ દ્વારા આપણને લઈ જાય છે એક નવા ભાવવિશ્વમાં.
ભોજા ભગતનો પેલો પ્રસિદ્ધ ગરબો યાદ છે? 'હાલોને કીડીબાઈની જાનમાં!' અને હાલાજી તારા હાથ વખાણું, કે પટી તારા પગલાં વખાણું કેટલું પ્રચલિત છે! આ અછાંદસ કાવ્યોમાં પ્રસ્તુત અવલોકનો જીવસૃષ્ટિ સાથેનાં આપણા સંબંધને તરોતાજા કરે છે.
હાઇકુના વિશ્વમાં આ નાનકડું ડોકિયું એ ઘરની બારીમાંથી બહારના જગતમાં, અવકાશયાનમાંથી અંતિરક્ષમાં કે જાતના કોઈ અજવાળિયા ખૂણામાં ડોકિયું કરાવશે તેવી આશા સાથે આ સંગ્રહમાં ડોકિયું કરવા આપ સહુને પ્રેમભર્યું ઇજન.
વિકી ત્રિવેદીની ગઝલોનો પ્રાણ છે પીડા.એની કથાનો સાર છે વ્યથા.વિકીનું મૂળ નામ વિનોદ છે.આપણને લાગે કે કુદરતે એના હિસ્સામાં વિનોદ ઓછો અને વ્યથા વધારે રાખી હશે.એની ગઝલોમાં વ્યથાની મજા અને મજાની વ્યથા છે એ વાત અગાઉ પણ નોંધેલી. કવિ પોતે આમ કબૂલાત કરે છે.
Pradip Khandwalla
A collection of over 300 poems originally composed in English by poet Pradeep Khandwala and translated into Gujarati by himself. Divided into fifteen chapters, this anthology is a collection of interesting abstract compositions that explore past and
₹550.00
વતનથી સાત સમંદર પાર વસતો એક કવિ. પોતાનાં માતા પિતાને અંત સમયે પિંડદાન નથી કરી શકતો. ત્યારે તેમના પ્રત્યેના પ્રેમ, માન અને લાગણીને શબ્દોમાં ઢાળી પોતાનાં માવતરને આપે છે કાવ્યાંજલિ અને રચાય છે કાવ્યસંગ્રહ ડોશી, બાપા અને બીજાં કાવ્યો.
ગૌરાંગ ઠાકર
મુશાયરા હોય કે સામયિકો, આગવી શૈલી અને ચોટદાર રજૂઆત સાથે ગૌરાંગભાઈની ગઝલોએ આગવી ઓળખ ઊભી કરી છે. આધુનિક ગઝલ સર્જનમાં પોતીકી કેડી કંડારવાની તેમની રીત આ નવા ગઝલસંગ્રહમાં પણ જોવા મળે છે.
શબનમ ખોજા
શબનમ ખોજા કહે છે કે તેની સાત પેઢીમાં પણ કોઈનો કવિતા સાથે નાતો નથી. એ ગર્વથી તેમાં ઉમેરે છે : `Yes, I am the chosen one!' કવિતા પોતે પોતાના સર્જકને પસંદ કરે ત્યારે તે સર્જનમાં અભિનિવેશ નહીં પણ આભિજાત્ય હોય છે.
હેમંત ધોરડા
હજુ આજેય જ્યારે ગઝલના ગુજરાતી સાહિત્યના કાવ્યપ્રકારરૂપે સ્વીકાર સામે પ્રશ્નાર્થ ઊભા કરાય છે ત્યારે ગઝલ સૌથી વધારે ખેડાતું સ્વરૂપ છે એ પણ હકીકત છે. મૂળ અરબી-ફારસી કાવ્યપ્રકાર હોવા છતાં ગઝલને સમયાંતરે ગુજરાતી ભાષામાં ખેડવામાં આવી છે.
₹450.00
હર્ષવી પટેલ
ગઝલ લખનાર કવયિત્રીઓની યાદી બનાવીએ તો ખૂબ જ ઓછા નામ સામે આવે છે. એમાનો એક આગવો અવાજ - હર્ષવી પટેલ. તેમની ગઝલની કલમમાંથી મૌલિકતાની સાથે ખુમારીની સ્યાહી છલકાતી જણાય છે. આ વાતનો પુરાવો તેમનાં અનેક શેરોમાંથી મળે છે.
રાકેશ હાંસલિયા
સરળ-સહજ બાની અને સીધી અભિવ્યક્તિ એ સાંપ્રત ગઝલનો પ્રવાહ છે. એમાં રાકેશભાઈ પોતાનો આગવો સૂર લઈને આવે છે. મિત્રતા પર અઢળક શેર લખાયા છે. રાકેશભાઈ મોકળા મનવાળા સાથે મિત્રતા કરવાનું કહે છે. જિંદગીનો સાચો આનંદ બાળસહજ નિખાલસતામાંથી મળતો હોય છે. આ વાતને
હિન્દી ભાષાના નામાંકિત કવિ અશોક વાજપેયી, જે કવિ હોવાની સાથે નિબંધકાર, સમીક્ષક અને બહુઆયામી લેખક છે, જેમનાં ૨૩થી પણ વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. આ કવિનો એક સુપ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જેમાં રફૂ કરી અને થીગડાં મારી જિવાતા જીવન અને સંબંધોની વાત છે.
પરષોત્તમ રાઠોડ
વિશ્વભરમાં પ્રચલિત અને અનોખા અંદાજે બયાનવાળા ગાલિબ કોઈ પરિચયના મોહતાજ નથી. ચોટદાર અભિવ્યક્તિ, નોખી છટા,અનોખી વિચારગૂંથણી અને તર્કબદ્ધ કાવ્યાત્મકતા માટે ગઝલની દુનિયામાં અનન્ય સ્થાન પામનાર શાયર અસદ ઉલ્લાખાન બેગ ‘ગાલિબ’ના તખલ્લુસથી મશહૂર છે.
₹500.00
ક્યાંક કબીરની સાધુક્કડી જેવી તિર્યક વાણી, ક્યાંક તોછડી સમજાવટ તો ક્યાંક પ્રેમાભક્તિનો આર્દ્ર અનુનય, - પદપ્રાંજલિનાં પદો નોખી નોખી રીતે ભજનનું હાર્દ પ્રકટાવે છે. પારભૌતિક રહસ્યમયતાને સ્પર્શતો ભાષાયોગ આ પદોની વિશિષ્ટતા છે.
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નો પ્રત્યેક ગઝલસંગ્રહ એમના ચાહકો માટે એક ઉત્સવ સમાન હોવાનો. આ પુસ્તકમાં એમની 103 ગઝલો સમાવી લેવામાં આવી છે. કવિ પ્રસ્તાવનામાં કહે છે કે ગઝલ ક્યારેક તેમને આખી રાત જાગતા રાખે છે. જિવાતા જીવનનાં નિરીક્ષણો તેમ જ વહેતા જતા સમયના
ધ્વનિલ પારેખ
ગુજરાતી કવિતાના આકાશમાં ચોતરફ ફેલાયેલા ગઝલના અજવાળાની વચ્ચે કવિ ધ્વનિલ પારેખ પ્રગટાવે છે અછાંદસ કાવ્યોનો દીવો અને આપણને મળે છે નવો કાવ્યસંગ્રહ ‘પારદર્શક’.
વિનોદ માણેક
પ્રેમનો રંગ, પરમતત્ત્વમાં ઓગળી જવાની અલૌકિકતા, જીવનની વરવી વાસ્તવિકતા અને જીવનની ફિલસૂફીથી સજ્જ ગઝલકાર વિનોદ માણેક ‘ચાતક’નો નવો જ ગઝલસંગ્રહ ‘પ્રેમનું સરનામું ગઝલ’.
₹210.00
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ના આ પુસ્તકના શીર્ષકની ટૅગલાઇન છે, ‘આસ્વાદ સાથે’. વાસ્તવમાં આ પુસ્તકનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ પણ એ જ છે.અહીં કવિએ મુખ્યત્ત્વે પોતાની માતા વિશે લખેલાં કાવ્યો સંગ્રહાયાં છે એમના પિતા વિશેની થોડીક રચનાઓ પણ છે.
કવિ રાજેન્દ્ર પટેલનો ‘એક શોધપર્વ’ પછીનો આ પાંચમો કાવ્યસંગ્રહ એના નામમાં રહેલા વિષયને લઈને વિશિષ્ટ ભાત પાડે છે. કવિ કહે છે, “આ કાવ્યસંગ્રહમાં પરંપરાનો મહિમા છે, જેને લીધે મારું અસ્તિત્વ ઉત્ક્રાંત થતું રહ્યું છે.
₹125.00
અવનવા પ્રયોગો, તાજાં કલ્પનો, છંદ તેમ જ વિષય-વૈવિધ્યથી સભર કવિ હરીશ મીનાશ્રુનો ગઝલસંગ્રહ ‘બોલે બાવન બ્હાર બટેર’ ભાવકોને નવા જ ભાવવિશ્વમાં લઈ જાય છે. સાથે ગઝલના અભ્યાસુઓ માટે પણ નવી બારી ખોલી આપે છે.
અર્પણ ક્રિસ્ટી
બ્લૅક હોલ, જેના શક્તિશાળી ગુરુત્વાકર્ષણથી બ્રહ્માંડનો કોઈ પણ પદાર્થ તેના તરફ ખેંચાયા વગર રહી નથી શકતો. અર્પણભાઈની ગઝલોમાં પણ આવું જ ખેંચાણ છે જે સંગ્રહના શીર્ષકને સાર્થક કરે છે.
યોગેશ વૈદ્ય
આ કાવ્યસંગ્રહનાં ઘણાં કાવ્યોમાં વિગત સમયખંડની સંવેદનશીલ છબિ છે. એ છબિ ઊભી કરવામાં પ્રયોજેલી ભાષા, લય, રીતિથી આ રચનાઓ અવશ્યપણે અન્ય સમકાલીન રચનાઓથી નોખી પડે છે. આ કવિતામાં અસ્મિતા ભાન સ્પૃહણીય રૂપે વ્યક્ત થયું છે. આજકાલ મંદ પડતા દેખાતા અને સાધનામાં
આ કવિતાઓ એક કવિનો પક્ષ લે છે જેને કેદારજી એકવીસમી સદીના બીજા દશકમાં આવીને પક્ષહીન થઈ ગયેલા આપણને સોંપી રહ્યા છે. આ કવિતાઓ હિંસાના વિશાળ પડદા આગળ એક મનુષ્યના હિંસક હોવાનો અસ્વીકાર કરે છે.
ઈશારામાં વાત પતી જતી હોય તો શબ્દ વેડફવો ન જોઈએ અને શબ્દથી વાત પતી જતી હોય તો વાક્ય બોલવાનું ટાળવું જોઈએ એવી કવિ મકરન્દ મુસળેની સમજ છે. લાંબા લાંબા વર્ણનો થકી વાતની માંડણી કરવાનું - સાંભળવાનું તેમના સ્વભાવને અનુકૂળ નથી.
સર્જનાત્મક કૃતિ એક મુક્ત એન્ટિટી છે. એને એક કરતાં વધારે રીતે માણી શકાય, એક કરતાં વધારે સ્તરથી નીરખી શકાય. ભાવક બદલાય એમ કૃતિનું અર્થઘટન પણ બદલાય, પણ સર્જક ખુદ જ્યારે પોતાની કૃતિનો રસાસ્વાદ કરાવે તો? તો ભાવકને વિશિષ્ટ અનુભૂતિ થયા વગર ન રહે.
ગૌરાંગ દિવેટિઆ
કોઈ પણ સર્જક પ્રથમ તો ઉમદા ભાવક હોય છે. મૂર્ધન્ય કવિ નરસિંહરાવ દિવેટિયાના વંશજ ગૌરાંગભાઈ પણ કવિતાના ચાહક તેમ જ ગુજરાતી ગીત-સંગીતમાં ઊંડો રસ ધરાવતા સુજ્ઞ ભાવક. સાંભળેલી અને ચાહેલી કવિતાઓનો સૂર તેમની કલમે જઈ બેસે છે અને સર્જાય છે.
૨૦મી સદીમાં ભારતભૂમિ પર રચાયેલા ઉત્તમ સાહિત્યમાંનું એક ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું રવીન્દ્રસાહિત્ય.એમના સુપ્રસિદ્ધ બંગાળી કાવ્યસંગ્રહ ગીતાંજલિ ને બહોળા વાચક વર્ગ સુધી પહોંચાડવા કવિવરે પોતે તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો, જે ૧૯૧૨માં પ્રગટ થયો.
₹1,000.00
ગુજરાતી ગઝલની ક્ષિતિજો વિસ્તારીને જેમણે ગુજરાતી ગઝલમાં આધ્યાત્મિકતાનો સૂર મિલાવ્યો, જેમની ગઝલોમાં પરંપરા અને આધુનિકતાનો સમન્વય છે, જેમણે આત્મીય સંબંધોની વેદનાને સંવેદનામાં પરિવર્તિત કરી છે અને ગઝલને ગુજરાતીપણું બક્ષ્યું છે. પોતાની વિશિષ્ટ છટા અને
₹2,475.00
લખવું એટલે? તમે કહેશો ‘લખવું એટલે લાગણીઓને વાચા આપી સંવેદનોને અભિવ્યક્ત કરવાં.’ પરંતુ કવિતાની ધૂણી ધખાવનાર કવિ બાબુ સુથાર કહે છે,‘લખવું એટલે મૃત્યુ પામવું એટલે કે કોઈક પ્રાચીન લિપિ તળે દટાઈને મરણ પામેલા પતંગિયા સાથે વાત માંડવી.
મૌલિન શાહ (ડૉ.)
પ્રીત અને પિયુ, પુત્રી, પુત્ર, માતા, પિતા, સ્વજનો, મિત્રો - આ સૌની સંવેદના એ તીવ્રપણે અનુભવે છે. અને શબ્દો દ્વારા યથાતથ અભિવ્યકત કરે છે, એક નરી, સૂક્ષ્મ સંવેદનશીલતા પ્રગટ થતી રહે છે. અહીં આક્રોશ અને વિદ્રોહ પણ નિઃસંકોચ પ્રજ્વલિત થાય છે.
અશ્વિન જાદવ
અભિવ્યક્તિમાં નાવીન્ય અને છંદ તેમજ વિષયમાં વૈવિધ્ય ધરાવતાં ગઝલસંગ્રહમાં અનેક શેર પહેલી નજરે સ્પર્શી જાય એવા છે. સૌંદર્ય પ્રેમ, પ્રતીક્ષા, વિરહ અને સામાજિક નિસ્બત સાથે લખાયેલી અશ્વિનસિંહ જાદવની ગઝલો અનેક સંભાવનાઓ અને આશાઓ જગાવી અવાજ પ્રસ્થાપિત કરે છે.
કવિ રાજેન્દ્ર પટેલના પહેલા કાવ્યસંગ્રહ કોશમાં સૂર્યોદયમાં એકકોષીનું બહુકોષીમાં રૂપાંતરની પ્રક્રિયાની આરંભેલી શોધ વસિયતનામું સુધી વિસ્તરી છે. પહેલી શોધ કોષની હતી તે ઉત્ક્રાંત પામતી આ સંગ્રહમાં ચેતનાની ભૂમિકાએ સત્ત્વ અને તત્ત્વ સુધી પહોંચી છે.
₹130.00
માણસ જીવંત છે કારણ કે ચેતનની સાથે જડ પદાર્થો સાથે એને નિસબત છે. જીવવા માટે ઉપયોગમાં આવેલી, લેવાયેલી, લેવાતી રહેલી વસ્તુઓ સાથે લાગણી જોડાય છે તેથી એ એ વસ્તુનું જીવનમાં મૂલ્ય ઊભું થાય છે અથવા સ્મૃતિમાં જડાયેલી રહે છે.
કૃષ્ણપ્રેમના અનાયાસે સ્ફુરેલી આ ચોર્યાસી રચનાઓ એક અનેરા ભાવવિશ્વમાં ડુબાડીને જાણે રાધા, મીરા, યમુના, વ્રજ, મેવાડ અને સાક્ષાત્ શ્રીજીસ્વરૂપ શ્રીનાથજીની સમીપે લઈ જતાં હોય એવી અનુભૂતિનો આનંદ મને સાંપડ્યો છે, એ આનંદ તમારા હૃદયને ભીંજવશે.
સાહિત્યરસિક રાજેન્દ્ર પટેલને અનુવાદપ્રવૃત્તિના કારણે વિદેશી સાહિત્યનો ગાઢ પરિચય થયો. વિશ્વસાહિત્યના પ્રતિભાશાળી કવિ-લેખકોનો અને તેમનાં લેખનનો ગુજરાતી વાચકોને પરિચય થાય તેવા ઉમદા હેતુથી આ પુસ્તક લખાયું છે.
₹140.00
પરંપરાગત કલ્પનો અને પ્રતીકોથી બહાર નીકળી હંમેશાં નોખા તર્ક અને દલીલો સાથે ગઝલ કહેતા ભાવેશ ભટ્ટ આ નવા સંગ્રહમાં પોતાનો મિજાજ જાળવી રાખે છે. દુનિયામાં ટકી રહેવા પળેપળ હોશિયાર અને સતર્ક બનતા જતા માણસો વચ્ચે કવિ ઈશ્વર પાસે નોખા જ વ્યક્તિત્વની માગ કરે છે.
હાર્દિક વ્યાસ
અમરેલીના ગઝલકાર હાર્દિક વ્યાસ પોતાની ગઝલોમાં પુરુષાર્થ, પ્રારબ્ધ, જિંદગીની ફિલસૂફી અને આધ્યાત્મિકતાનો રંગ લઇ પોતાનું કવિકર્મ કરતાં આવ્યા છે. લાંબી બહેર પર હથોટી ધરાવતા કવિનાં અનેક શેરમાં જિંદગીનાં હકારનો પડઘો સાંભળવા મળે છે.
ચન્દ્રકાન્ત શેઠ
આમ તો આયુષ્યનો અંતિમ તબક્કો મનુષ્ય માટે કપરો હોય છે. પરંતુ આપણી ભાષાનાં મૂર્ધન્ય કવિ ચંદ્રકાંત શેઠનું કવિ હૃદય જીવન સરિતાના આખરી તટ પર ઉભા રહી મૃત્યુના ઉદયને નિહાળતા નિહાળતા કવિકર્મ કરે છે અને આ ઘડીઓને વિલક્ષણ બનાવે છે.
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો એક શેર માણો : જે તને ચુંબન કરી ચાખી જશે, એ હવા મારા સુધી પહોંચી જશે! ખમીર અને ખુમારીના આ કવિની ગઝલોમાં શેરિયત છે, સાદગી સાથેનું ઊંડાણ છે.
હરીશ મીનાશ્રુ આપણી ભાષાના નીવડેલા કવિ અને અનુવાદક છે. કવિ લેખે અને અનુવાદક લેખે પણ એ રાષ્ટ્રીય કક્ષાએ પોંખાયેલા સર્જક છે.
ગુજરાતી ગઝલના ઇતિહાસમાં અને મુશાયરા મહેફિલોમાં ખ્યાત નામ ખલીલ ધનતેજવીના ઈ.સ. 2001થી 2020 સુધીમાં ‘સાદગી’ (2001), ‘સારાંશ’ (2008), ‘સોગાદ’ (2012), ‘સૂર્યમુખી’ (2014), ‘સાયબા’ (2015), ‘સાંવરિયો’ (2017), ‘સગપણ’ (2017), ‘સરોવર’ (2018), ‘સોપાન’ (2019),
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી.કવિનો એક શેર માણો: જે તને ચુંબન કરી ચાખી જશે,એ હવા મારા સુધી પહોંચી જશે! ખમીર અને ખુમારીના આ કવિની ગઝલોમાં શેરિયત છે, સાદગી સાથેનું ઊંડાણ છે.
પાબ્લો એન્ટોનિયો કુઆદ્રા નિકારાગુઆના અગ્રદૂત - ઝંડાબરદાર છે, નિકારાગુઆમાં સન 1927-29 દરમિયાન વેન્ગાર્ડિયા લિટરરી મુવમેન્ટનો આરંભ થયો હતો. પાબ્લો એન્ટોનિયો એના મુખ્ય પ્રણેતાઓમાંના એક છે.
જિતેન્દ્ર પ્રજાપતિ
કવિતાના દરેક પ્રકારને ખેડનાર કવિ જિતેન્દ્રભાઈને ગઝલો વિશેષ આકર્ષે છે. આ વાત તેમના આ ચોથા ગઝલસંગ્રહમાં વર્તાય છે. જાત અને જગતની પીડાની સાથે સાથે બદલાતાં જતાં માનવમૂલ્યો અને પારિવારિક સંબંધોના લગાવને જિતેન્દ્રભાઈએ પોતાની ગઝલોનું તત્ત્વ બનાવ્યું છે.
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી.કવિનો એક શેર માણો: જે તને ચુંબન કરી ચાખી જશે, એ હવા મારા સુધી પહોંચી જશે! ખમીર અને ખુમારીના આ કવિની ગઝલોમાં શેરિયત છે,સાદગી સાથેનું ઊંડાણ છે.
ખલીલ ધનતેજવી આપણી ભાષાના પોંખાયેલા સર્જક છે. આ તેમનો દસમો ગઝલસંગ્રહ છે. આ શેર જુઓઃ ન કોઈ ડર ન કોઈ વાતનો ખટકો રહેશે...તમે સીધા રહો, પડછાયો પણ સીધો રહેશે.કહી દો સામી છાતીએ હવે પાગલ હવાને.હશે અંધારું ત્યાં લગ આ મારો દીવો રહેશે!
ઉદયન ઠક્કર કવિ છે એટલે કવિતાના ચાહક-ભાવક તો હોય જ; ‘હસ્તાક્ષર’માં તેઓ આસ્વાદક છે. તેમણે માણેલો, જાણેલો કાવ્યનો રસાનુભવ ‘હસ્તાક્ષર’ના પાને પાને રજૂ થયો છે. જે કવિતાનાં રસસ્થાનો સામાન્ય ભાવક સુધી સરળતાથી પહોંચાડે છે. ‘હસ્તાક્ષર’માં ગીત, ગઝલ, લોકગીત,