એલિગન્સ
Elegance
જાણીતા તસવીરકાર અને સંપાદક સંજય વૈદ્ય દ્વારા સંપાદિત આ પુસ્તકમાં છે ફાધર વાલેસના ચુનંદ નિબંધો સાથે સંજયભાઈ દ્વારા કૅપ્ચર કરાયેલી ફાધર વાલેસની અદ્ભુત ક્ષણો. સંજય વૈદ્ય દ્વારા સંપાદિત અને લોકચાહના પામેલી ઈ-સિરીઝનું આ પુસ્તક સવાયા ગુજરાતી એવા ફાધર વાલેસના વ્યક્તિત્વના એલિગન્સને રજૂ કરે છે. મૂળ સ્પેનિશ પરંતુ આજીવન ગુજરાતમાં સ્થાયી થઈ શિક્ષણને સમર્પિત ફાધર વાલેસનું ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અનોખું પ્રદાન છે. તેમના સાહિત્યમાં જીવનનો ધબકાર છે, મનુષ્ય-મનુષ્ય વચ્ચેની આત્મીયતાનો સૂર છે અને ઈશ્વર પ્રત્યેની પ્રીતિ અને શ્રદ્ધા છે. પ્રસ્તુત પુસ્તકમાં ફાધર વાલેસના શ્રેષ્ઠ નિબંધોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ધર્મ, રીતિ-રિવાજો, ગુજરાતી અને અંગ્રેજી ભાષાની જરૂરિયાત, પ્રેમ, લગ્ન, કવિતા, મનુષ્ય, ઈશ્વર જેવા અનેક વિષયો પર તેમના મુક્ત અને મૌલિક વિચારો પ્રગટ થયા છે. આ પુસ્તકમાં આપણા દરેકના જીવનનું પ્રતિબિંબ છે. તેમના વિચારોમાં જાણે હયાતીનો ઉત્સવ ઊજવાઈ રહ્યો હોય તેવું પ્રતીત થાય છે. દરેક નિબંધ સાથે મુકાયેલી ફાધર વાલેસની લાક્ષણિક તસવીરો તેમના જીવંત ભાવ, સાલસ સ્વભાવ અને વહાલ વરસાવતા વ્યક્તિત્વની ઝાંખી કરાવે છે. ફાધર વાલેસના ગુજરાત અને ગુજરાતી ભાષાને સમર્પિત જીવનનો નિકટથી પરિચય કરાવતું આ પુસ્તક સાહિત્યરસિકો માટે એક કલેક્ટર્સ એડિશન છે.
Product Details
- Pages:144 pages
- Language:Gujarati
- Format:Paperback