કેસર મકવાણા
અધ્યાપક તરીકેની સેવા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિ.માં ગુજરાતી વિષયના પીએચ.ડી.ના એમના માર્ગદર્શનમાં ૧૨ શોધાર્થીઓએ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. ઉપરાંત સાહિત્યના લગભગ દરેક સામયિકમાં લેખો પ્રગટ થયા છે અને હજી પણ થતા રહે છે. સાહિત્યિક કાર્યક્રમો અને અન્ય પરિશિષ્ટ મંચ જેવા કે, 'મનોજ પર્વ', 'અસ્મિતા પર્વ' ઉપરાંત રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદો પરથી અનેક વક્તવ્યો પણ આપ્યાં છે.