logo

કલાગુરુ અવનીન્દ્રનાથ (Bengali Literature)

કલાગુરુ અવનીન્દ્રનાથ

રાની ચંદ

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના ભત્રીજા અને અગ્રિમ ચિત્રકાર અવનીન્દ્રનાથ ટાગોર ભારતીય કલાજગતના ભીષ્મ પિતામહ તરીકે ઓળખાય છે. ગુરુદેવ રવીન્દ્રનાથની માંદગી દરમિયાન તેમની સાથે પારિવારિક સંબંધ ધરાવતાં શ્રીમતી રાની ચંદને તેમની નિકટ રહી તેમની સુશ્રૂષા કરવાની તક મળે છે. આ દરમિયાન અવનીન્દ્રનાથ સાથે અતીતના દિવસોની ઘણી કીમતી વાતોનો ખજાનો નીકળે છે, જે આ પુસ્તકમાં શામેલ છે.
કલા કેવી રીતે જિવાય, પ્રકૃતિ સાથે ઘરોબો કેવી રીતે કેળવાય અને સૂક્ષ્મમાં પણ પરમતત્ત્વને કેવી રીતે નિહાળી શકાય તે વિશેના પોતાના વિચારો અવનીન્દ્રનાથ પ્રગટ કરે છે. કલાજગતમાં ટાગોરબંધુઓની ત્રિપુટીનો દબદબો અને શિષ્ટાચાર કેવો ગજબનો હતો તે આ પુસ્તક દ્વારા જાણવા મળે છે.
ગુરુદેવની માંદગી સમયે જોરાસાંકોના ઘરમાં સમય ગાળતાં અવનીદ્રનાથ સંવેદનશીલ અને ભયભીત પણ બની જાય છે જે તેમના મૃદુ વ્યક્તિત્વનું પાસું છે. પુસ્તકમાં અવનીન્દ્રનાથના ઉત્તરાર્ધના કુટુમ-કાટામ એટલે કે કાષ્ઠ, સાંઠીકડા અને નકામી ચીજ-વસ્તુઓમાંથી રમકડાં બનાવવાની કલાના યુગનું સુંદર આલેખન થયું છે.‌ ચિત્રકલા છોડ્યા પછી આવી નકામી ચીજ-વસ્તુઓમાંથી અવનિદ્રનાથ સુંદર રમકડાં અને શિલ્પો બનાવતાં જેને તેઓ ‘બંધુશિલ્પ’ કહેતા. ગુરુદેવના અવસાન બાદ અવનીન્દ્રનાથ શાંતિનિકેતનનું આચાર્યપદ સંભાળી કલાભવનના વિદ્યાર્થીઓને અમૂલ્ય પાઠ શીખવાડે છે તેમાં તેમના કલા પ્રત્યેના નોખા અભિગમો વ્યક્ત થયા છે.
પુસ્તકની અત્યંત સરળ, પ્રવાહી અને ચિત્રાત્મક ભાષાશૈલી– બંગાળી સંસ્કૃતિ, જોરાસાંકોનાં વાતાવરણ અને શાંતિનિકેતનના અનુભવોને જાણે આંખ સામે જીવંત કરી મૂકે છે. અવનીન્દ્રનાથના વ્યક્તિત્વને જીવંત કરતું આ પુસ્તક માત્ર તેમનું સ્મરણ ન બની રહેતા એક દાર્શનિક અને કલાત્મક સફર પર લઈ જાય છે જે કલાપ્રેમીઓ અને વાચકો માટે પ્રેરણાદાયી બની રહે છે.
 

₹375.00

  • Pages: 224 pages
  • Language: Gujarati
  • Binding: Paperback
  • Type: Bengali Literature
  • Dimensions: 22.50 cm x 14.40 cm
  • Weight: 273 gm
scroll-top