logo

ઈસપનીતિ ઉપદેશકથાઓ (Children's Literature)

ઈસપનીતિ ઉપદેશકથાઓ

યોગેશ જોશી

બાળકોમાં જીવનમૂલ્યોનું સિંચન કરતા સાહિત્યમાં ઈસપનીતિની વાર્તાઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
આશરે અઢી હજાર વર્ષ પૂર્વે બાળકોને ખુશ રાખવા માટે ગ્રીસ દેશના ઈસપ દ્વારા કહેવાયેલી આ વાર્તાઓમાં પશુપક્ષીઓ અને માણસો વચ્ચે સંવાદ રચવામાં આવ્યો છે, જે સૃષ્ટિમાં બધાં પ્રાણીઓના સહઅસ્તિત્વનો સંકેત તો આપે જ છે, સાથે દરેક વાર્તામાંથી મળતો બોધ બાળકના ચારિત્ર્યઘડતરની સાથે નીતિઘડતર પણ કરે છે.
પશુપક્ષીનાં સૂચક પાત્રો દ્વારા કહેવાયેલી આ વાર્તાઓ મૂળ તો માણસના સ્વભાવની વિવિધતા રજૂ કરી બાળકોને દુનિયાનો પરિચય કરાવે છે.  
બાળકોને સમજાય તેવા સરળ શબ્દોમાં થયેલું વાર્તાઓનું કથન અને બાળકોને એક અદ્ભુત સ્વપ્નીલ દુનિયાની સફર પર લઈ જતાં આકર્ષક ચિત્રો દરેક વાર્તાને તાજી, મનોરંજક અને આસ્વાદ્ય બનાવે છે.
QR દૃશ્ય-શ્રાવ્ય ફીચરથી સજ્જ ઈસપનીતિ ઉપદેશકથાઓ અને બોધકથાઓ એમ બે પુસ્તકમાં પ્રકાશિત ૪૮ વાર્તાઓ બાળકો વાંચી પણ શકશે અને પોતાના મનગમતા ડિવાઇસ પર જોઈ અને સાંભળી પણ શકશે.

₹200.00

  • Pages: 100 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Children's Literature
  • Dimensions: 144 cm x 215 cm
  • Weight: 95 gm

Books from same Author

scroll-top