નિધિ મહેતા
જિજ્ઞાસા અને કુતૂહલથી છલોછલ બાળમાનસમાં ડૂબકી મારી તેમને રુચે એવી સાહિત્યસામગ્રી લઈને આવતાં લેખિકા નિધિ મહેતા પોતાની ૧૭ વાર્તાઓ દ્વારા બાળકોને મોજમસ્તી સાથે જીવનના પાઠ ભણાવે છે. - કાળુ કાગડો પોતાની ખૂબી ઓળખી સફાઈકામદાર બની માણસોનો ફેવરિટ બની જાય છે. - સંવેદનશીલ કાબર સંકટ સમયમાંય ઘરડા વૃક્ષનો સાથ નથી છોડતી. - ટીકુ તોફાની ચંદ્રયાનમાં બેસી ચાંદામામાની સફર કરી આવે છે. - જન્કફૂડની શોખીન ધૈર્યા સમજી જાય છે જન્કફૂડનું જોખમ. પશુપંખી અને સૂરજ-ચાંદા જેવાં પાત્રો સાથે રચાયેલી આ વાર્તાઓ નાની-નાની વાતોમાંથી મોટી-મોટી સમજ આપતી જાય છે અને બાળકોને હસતાં-હસાવતાં રમતાં-રમાડતાં જિંદગીના અમૂલ્ય પાઠ શીખવતી જાય છે. સાથે પ્રકૃતિ સાથેના સહઅસ્તિત્વ, પર્યાવરણના જતન અને ટૅક્નૉલૉજીના લાભાલાભ વિશે પણ સમજ આપતી જાય છે. કલરવ અને કલબલના આ મેળામાં બાળકોને પોતાનું અનોખું વિશ્વ મળશે એ પાક્કું.