logo

eમેઇલ (Collector's Edition)

eમેઇલ

ગુણવંત શાહ , સંજય વૈદ્ય (તસવીર-સંપાદન)

આપણી ભાષાના સમર્થ વિચારક અને લેખક ગુણવંત શાહ પોતાના મૌલિક વિચારોને અનેક નિબંધો અને લેખો દ્વારા આપણા સુધી પહોંચાડતા આવ્યા છે. પોતાની સૌમ્ય કલમના બળે તેમણે વાચકોની એક પેઢીને વિચારતી કરી મૂકી. તેમના સાહિત્યમાં વિષયવૈવિધ્ય અને રચનાત્મકતા જોવા મળ્યાં છે.  તેમની આ સાહિત્યસમૃદ્ધિને આજની પેઢી સુધી લઈ જવાના પ્રયાસરૂપે સંજયભાઈ વૈદ્ય દ્વારા સંપાદિત અને લોકચાહના પામેલી ઈ-સિરીઝનું આ પુસ્તક એટલે `ઈ-મેઇલ’.
પુસ્તકમાં ગુણવંતભાઈના સમગ્ર સાહિત્યનો અર્ક સમાયેલો છે, જેમાં ઈશ્વર, માનવીય સંબંધો, મૈત્રી, પ્રેમ, વિયોગ, મૃત્યુ, આનંદ જેવા અનેક વિષયો પર તેમના સમગ્રતયા વિચારોનું ઊંડાણ પ્રગટ થતું જોવા મળે છે. સાથે બાળમાનસ, સેક્યુલરીઝમ, ક્રિકેટ, ગીતા અને ગાંધી જેવા વિષયો પરનું તેમનું આગવું ચિંતન સૂચક રીતે ઘણું બધું કહી જાય છે. મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી સુરેશભાઈ દલાલના મતે ગુણવંતભાઈનાં લખાણો કોઈ જ્ઞાની બનીને વ્યાસપીઠ પરથી નહી, પણ મિત્ર બનીને શ્વાસપીઠ પરથી વાત કરતાં હોય તેટલાં સહજ છતાં હૃદયસ્પર્શી છે. પુસ્તકમાં દરેક લેખ સાથે મુકાયેલી ગુણવંતભાઈની સંજયભાઈ દ્વારા લેવાયેલી લાક્ષણિક તસવીરો એને વધુ આસ્વાદ્ય બનાવે છે. ગુજરાતી સાહિત્યના શિરમોર વિચારક અને સર્જક ગુણવંતભાઈ શાહને નિકટથી જાણવા અને માણવાનો મોકો આપતું આ પુસ્તક જાણે ગુણવંતભાઈના અંતરનો ઈ-મેઇલ છે. તેમના ચાહકો અને ગુજરાતી વાચકો માટે આ પુસ્તક એક કલેક્ટર્સ એડિશન છે.‌
 

₹375.00

  • Pages: 144 pages
  • Language: Gujarati
  • Binding: Paperback
  • Type: Collector's Edition
  • Dimensions: 22.50 cm x 19.20 cm
  • Weight: 239 gm
scroll-top