logo

ખીંટીઓ (Ghazal Sangrah)

ખીંટીઓ

મહેન્દ્ર જોશી

કવિ મહેન્દ્ર જોષી ગીતો અને ગઝલોનાં સર્જક. અંગત સંવેદનાઓને કાવ્યનું રૂપ આપવા તેઓ અછાંદસ કાવ્યસ્વરૂપનો આશ્રય લે છે અને આપણને મળે છે એક નવો કાવ્યસંગ્રહ ‘ખીંટીઓ’.
ક્ષણોની ખીંટીઓ પર ટિંગાળેલાં સ્મરણોને ઊતારીને તેઓ કાવ્યસ્વરૂપે આપણી સામે ધારે છે. જેમાં ક્યાંક ચકલી અને ખિસકોલી સાથે રમતું નિર્દોષ બાળપણ છે, તો ક્યાંક યુવા વયે સંબંધોમાં ગૂંચવાતા અને ઉકેલાતા સંબંધોનાં સમીકરણો છે. ક્યાંક દેશ-વિદેશની અમાનવીય ઘટનાઓના પડછાયા જોવા મળે છે તો ક્યાંક ગંગાઘાટ પર અસ્થિ વિસર્જન કરતા હાથ. ઉંમરના દરેક પડાવ પર જીવાયેલા જીવનના બહુરંગી અનુભવોને સંવેદનશીલ અછાંદસ કાવ્યોનું સ્વરૂપ આપતો આ કાવ્યસંગ્રહ ભાવકોને નવા અનુભૂતિ વિશ્વમાં લઈ જશે.

₹200.00

  • Pages: 124 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Ghazal Sangrah
  • Dimensions: 220 cm x 144 cm
  • Weight: 149 gm
scroll-top