Loading cart...
ધન પ્રત્યે રહેલા ખોટા ખયાલો અને ગેરસમજને દૂર કરી કમાણીથી સમૃદ્ધિ તરફ લઈ જતું પુસ્તક એટલે જય નારાયણ વ્યાસ લેખિત ‘માઈન્ડસેટ ઑફ મની’ પાંચ વિભાગો અને ૫૧ પ્રકરણોમાં વહેંચાયેલું આ પુસ્તક આવક, બચત અને રોકાણના મૂળભૂત ખયાલો અને સિદ્ધાંતોને સમજાવી સમૃદ્ધિસર્જનનો માર્ગ બતાવે છે. નાણાં કમાવા અને સંપત્તિ સર્જન વચ્ચે શું તફાવત છે? રોકાણ માટેનાં ઉત્તમ સાધનો કયાં છે અને તે માટે કેવું આયોજન અને વ્યૂહરચના અપનાવવાં? ભૂલો અને જોખમોથી કેવી રીતે સાવચેત રહેવું? જીવનના સંઘર્ષો, મંદી અને આકસ્મિક જરૂરિયાતો માટે કેવી રીતે રીતે તૈયાર રહેવું? સંપત્તિથી સમૃદ્ધિનું સર્જન કરી સમાજને કેવી રીતે ઉપયોગી બનવું? આ તમામ બાબતોના સંક્ષિપ્ત અને સચોટ ઉત્તર આ પુસ્તકમાં મળી આવે છે. ઓછી કે મધ્યમ આવક ધરાવતા સામાન્ય માણસથી લઈને ઉંચી અને અઢળક આવક મેળવતા રઈશોને પોતાના રોકાણોને સાચા રસ્તે વાળવાનાં વિકલ્પો આ પુસ્તક આપે છે. સરળ અને સહજ ભાષામાં લખાયેલું આ પુસ્તક આપનો નાણાકીય દ્રષ્ટિકોણ બદલી નાખે છે. વિવિધ સિદ્ધાંતો અને નાણાકીય મંત્રોને સમજાવવા માટે આપેલાં ઉદાહરણો પુસ્તકને આસ્વાદ્ય બનાવે છે. દરેક વ્યક્તિને માત્ર આવક અને બચત સુધી સિમિત ન રાખતા ઉત્કૃષ્ટ અને સાચા રસ્તે સંપત્તિ સર્જન થકી સમૃદ્ધ બનવા માટે પ્રેરે છે. આર્થિકસમૃદ્ધિને સાધના તરીકે સ્થાપિત કરતુ આ પુસ્તક દરેકના જીવનમાં આર્થિક પ્રકાશ રેલાવશે.