Details

  1. home
  2. Products
  3. રંજાડી ઘોડા

રંજાડી ઘોડા

Ranjadi Ghoda

By: Radhika Patel
₹225.00

વાર્તા, નવલકથા, ગઝલ જેવા વિવિધ સાહિત્યપ્રકારોમાં ખેડાણ કરનાર રાધિકા પટેલને તેમનો સ્વરબદ્ધ ગેય ગીતો પ્રત્યેનો લગાવ ગીતો લખવા પ્રેરે છે અને આપણને મળે છે તેમનો નવો ગીતસંગ્રહ ‘રંજાડી ઘોડા’.
વિષયવૈવિધ્ય અને ભાવવૈવિધ્ય ધરાવતાં રાધિકા પટેલનાં ગીતોમાં ક્યાંક ઊર્મિઓનો આવેગ, ક્યાંક રુદનના સૂર તો ક્યાંક આધ્યાત્મિક અનુભૂતિની શાંતિ પણ વર્તાય છે. પોતાની ફાટફાટ થતી સંવેદનાને અભિવ્યક્ત કરતાં રાધિકા પટેલનાં ગીતોનું ભાવવિશ્વ એક છેડાથી બીજા છેડા સુધી વિસ્તરેલું છે, જેમાં નારીપ્રધાન ઊર્મિઓ, બાળસહજ નિખાલસતા, પ્રકૃતિની લીલાનો વિસ્મય, પ્રેમની અભિવ્યક્તિ સાથે સામાજિક અસમાનતા સામે સૂર અને નવા જમાનાનાં ફટાણાં પણ સામેલ છે. વિદેશમાં વસતા સ્વજનને વતન યાદ આવતાં થતી વેદના, કારેલા જેવા શાકની વ્યથા જેવા નોખા વિષયો પર રચાયેલાં ગીતો સંગ્રહને વિશેષ બનાવે છે.  
લયની રવાની સાથે અભિનવ ઊર્મીઓને આકાર આપતાં આ ગીતોમાં સ્ત્રીસહજ વિસ્મય‌ અને મૂંઝારો‌ પડઘાય છે. પોતાની અંદર રહેલા સંવેદનવિશ્વને પામવાના પ્રયાસરૂપે રચાયેલાં આ ગીતો વાચકને નવા ભાવવિશ્વમાં લઈ જશે.

Product Details

  • Pages:102 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Similar Books

View All