logo

શબ્દ જોડી કાંઈ કવિતા થાય નહીં (Poetry)

શબ્દ જોડી કાંઈ કવિતા થાય નહીં

દીનેશ કાનાણી

હાઇકુથી મોટાં અને પ્રલંબ અછાંદસ કાવ્યથી નાનાં એવાં અનોખાં લઘુ અછાંદસ કાવ્યોનો સંગ્રહ એટલે ‘શબ્દ જોડી કાંઈ કવિતા થઈ નહીં’.
ઓછા અથવા તો ખપ પૂરતા શબ્દોના સહારે આખા ભાવવિશ્વનું નિરૂપણ કરતાં આ કાવ્યોમાં વિષયવૈવિધ્ય તો જોવા મળે જ છે, સાથે સંવેદનને અભિવ્યક્ત કરવાની રીત પણ નોખી છે. માનવજીવનમાં હયાત સનાતન વેદના આ કાવ્યમાં શબ્દસ્વરૂપ પામી છે. સંબંધોમાં છલકાતાં પ્રેમ, સમર્પણ, કરુણા પણ વ્યાપકપણે કાવ્યોમાં અભિવ્યક્ત થયાં છે. અટપટી પહેલી જેવી લાગતી જિંદગીની પરિભાષા આ કાવ્યમાં વિશેષ રીતે ખીલી ઊઠે છે. સરળ શૈલી અને અલ્પ શબ્દોના સહારે જન્મેલું કાવ્યતત્ત્વ મહદ્ અંશે કાવ્યોને વેધક બનાવે છે. ‘ફૂલોની મોનોઈમેજ’ શ્રેણીનાં કાવ્યો અને ‘પતિ-પત્ની’ શ્રેણીનાં કાવ્યો ઘણાં સૂચક અને આસ્વાદ્ય બન્યાં છે. તો કેટલાંક કાવ્યોમાં સામાજિક પરિસ્થિતિ પર વ્યંગનો રંગ પણ ચઢેલો જોવા મળે છે.    
ગાગરમાં સાગરસમો આ કાવ્યસંગ્રહ આજના વાચકોને નવા સંવેદનજગતનો પરિચય કરાવશે‌.
 

₹225.00

  • Pages: 120 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Poetry
  • Dimensions: 220 cm x 125 cm
  • Weight: 127 gm

Books from same Author

scroll-top