logo

વાદળ બન્યું છે મન (Poetry)

વાદળ બન્યું છે મન

ભાર્ગવી પંડયા

જીવનની જટિલતા, સંબંધોનાં સમીકરણો અને દુન્યવી રીત-ભાતને આગવી રીતે રજૂ કરતો ગઝલસંગ્રહ એટલે ‘વાદળ બન્યું છે મન’. માણસનું મૌન ઘણું બધું કહી જાય છે.‌ આ વાતને એક સુંદર શેરમાં રજૂ કરતાં કહે છેઃ મૌન છું, સંમત નથી, એ ફેર જો સમજી શકો, ગ્લાસ અડધો છે ભરેલો, ખેર... જો સમજી શકો. જૂઠાણાં અને પ્રપંચથી ઘેરાયેલું કવયિત્રીનું હૃદય પોકારી ઊઠે છે અને કહે છેઃ સત્યને લાચાર જોવું, એ સતત ખટકે મને, ત્યાં સભામાં મારું હોવું, એ સતત ખટકે મને. બે આંગળીને વિકલ્પ તરીકે બતાવી કોઈ એક પસંદ કરવાની જૂની રમતને પોતાની અભિવ્યક્તિનો વિષય બનાવી એક સુંદર શેર આપે છેઃ આંગળી પકડી’તી ખોટી, બે વિકલ્પો જોઈને, નામ સાચું ધારવામાં બસ, સમય ઓછો પડ્યો. પ્રિય પાત્રના વિયોગમાં થયેલા ઉજાગરાને પણ એક શેરમાં બયાન કરતાં કહે છેઃ આ નગર સૂમસામ થઈ સૂતું, જાગતું મૌન બેઉ જણ માટે. બોલચાલની ભાષામાં વપરાતા રદીફ અને એકંદરે ચુસ્ત કાફિયા સાથે રચાયેલી આ ગઝલોમાં ઓછા ખેડાયેલા છંદોનો સુંદર ઉપયોગ જોવા મળે છે, જે ગઝલોને અનોખો લય અને નાદ બક્ષે છે. સરળ-સહજ બાનીમાં ગઝલતત્ત્વ જન્માવતી આ ગઝલો આજના ગઝલકથનમાં આગવો પડઘો પાડે છે અને ભાવકને પોતાની સાથેનો સંવાદ રચી આપે છે.  

₹175.00

  • Pages: 96 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Poetry
  • Dimensions: 220 cm x 125 cm
  • Weight: 72 gm
scroll-top