logo

લિટલ બિટ્ (Quotes)

લિટલ બિટ્

અંકિત ત્રિવેદી

થોડામાં ઘણું યા તો ગાગરમાં સાગર તે આનું નામ. જીવનનાં નાનાં નાનાં અને મહાન આ બન્ને પ્રકારનાં સત્યો હંમશાં સરળ હોય છે તે હકીકત અંકિત ત્રિવેદીના આ પુસ્તકમાંથી પસાર થતી વખતે પુનઃ દૃઢ થાય છે. પુસ્તકના શીર્ષક પરથી જ સ્પષ્ટ થાય છે તેમ આ એમની વનલાઇનર્સનો અથવા તો કહો કે વિચારકણિકાઓનો સંગ્રહ છે. થોડાં દૃષ્ટાંતઃ ‘જિંદગી જીવવા માટે છે, વિતાવવા માટે નથી’, ‘હેડકી એ યાદનો મિસ્ડ કૉલ છે’, ‘માણસ દરેક વખત પહેલી જ વાર પ્રેમમાં પડતો હોય છે’, ‘દોસ્ત ક્યારેય જમીનદોસ્ત થતો નથી’, ‘સિગારેટની રાખની જેમ આનંદ ખરવો ન જોઈએ, એના ધુમાડાની જેમ ઉપર ઊઠવો જોઈએ’... વિચારતાં કરી મૂકતાં આ અવતરણો ક્યારેક હોઠ પર  સ્મિત લાવી દે છે તો ક્યારેક એમનું ભાષાલાલિત્ય મુગ્ધ કરે છે.

₹150.00

  • Pages: 160 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Quotes
  • Dimensions: 144 cm x 210 cm
  • Weight: 143 gm

Books from same Author

scroll-top