logo

પૂરણપોળી (Short Stories)

પૂરણપોળી

રેણુકા દવે

વાર્તાઓ સમાજનો આયનો છે. એક એવો સમાજ જેમાં સતત કંઈક બદલાતું રહે છે, સંવેદનોનું નવું વિશ્વ રચાતું રહે છે. સુખદુઃખનાં પરિમાણો બદલાતાં રહે છે. ઉતાર-ચઢાવના કપરા પથ પર પણ જિંદગીની ગાડી દોડતી રહે છે.
રેણુકાબહેનની વાર્તાઓમાં પણ આ બદલાતા સમાજજીવનની પ્રતિકૃતિ ઝિલાતી જોવા મળે છે. આ વાર્તાઓમાંથી પસાર થતાં લાગે છે કે લેખિકાને માણસનું મન કળવાની સારી આવડત છે. એમાંય વળી સ્ત્રીઓના મનોભાવને ખૂબ સરસ રીતે વ્યક્ત કરી શકે છે.
એ સ્ત્રી જે ક્યારેક અલગ-અલગ પરિસ્થિતિઓ સામે ઝઝૂમતી રહે છે. એ સ્ત્રી જે મા તરીકે સ્વાર્થી પણ બની જાય છે. ક્યારેક ઉંમરનો તકાજો રાખ્યા વગર પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરે છે, ક્યાંક ના જિવાયેલી જિંદગી ભરપૂર જીવી લે છે, તો ક્યારેક ઢળતી ઉંમરે બાળકો દ્વારા તરછોડાઈ વૃદ્ધાશ્રમના ઓટલે પટકાય પણ છે. સ્ત્રીઓના દૃષ્ટિકોણથી કહેવામાં આવેલી આ વાર્તાઓ માત્ર સ્ત્રીકેન્દ્રિત ના બની રહેતાં તેમાં પુરુષપ્રધાન સમાજના રૂઢિવાદ, પેઢીઓ વચ્ચે સર્જાતો જનરેશન ગૅપ, મહત્ત્વાકાંક્ષાઓની વચ્ચે ખરબચડી બનતી જતી સંવેદનાઓનું પણ સચોટ નિરૂપણ છે.‌ મોટા ભાગે પારિવારિક સંબંધો અને સમાજજીવનને અનુલક્ષીને લખાયેલી આ વાર્તાઓ ભલે બહોળું વિષયવૈવિધ્ય ન ધરાવતી હોય, પરંતુ ભાવવૈવિધ્ય ચોક્કસ ધરાવે છે.
સંવેદનાઓના વિવિધ રંગોથી રંગાયેલો આ વાર્તાસંગ્રહ ગુજરાતી વાર્તાવિશ્વમાં એક નવો પડઘો પાડશે.

₹300.00

  • Pages: 176 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Short Stories
  • Dimensions: 225 cm x 144 cm
  • Weight: 215 gm
scroll-top