logo
Your Cart

Loading cart...

पथि अस्मि (Travelogue)

पथि अस्मि

ધર્મેશ ગાંધી

દુઃખદ ઘટનાઓ જીવનની ગતિને અટકાવી દે છે. અટકી પડેલા જીવનને ફરી વહેતું કરવા માટે પ્રવાસ અનિવાર્ય બની જાય છે. પોતાના અતીતની પીડામાંથી બહાર આવવા અને ભીતરના ભયનો સામનો કરવાના ઉદ્દેશથી પાંચ બાઇકસવારો નીકળે છે લદ્દાખની યાત્રાએ અને તેમને મળે છે પોતાની જાતને પિછાણવાનો અને પોતાની નબળાઈઓને જીતવાનો અવસર. આ બાઇકસવારોની લદ્દાખયાત્રાને કથાસ્વરૂપે આપણી સમક્ષ મૂકે છે લેખક ધર્મેશભાઈ ગાંધી પોતાના નવા પુસ્તક ‘પથિ અસ્મિ’ દ્વારા. સોલો બાઇક-રાઇડિંગનો અનુભવ ધરાવતી એક યુવતી કંઈક નવું કરવાના ઉદ્દેશથી સોશિયલ મીડિયા પર સ્વખર્ચે અને સ્વજોખમે બાઇક રાઇડ કરી લદ્દાખ જવા માટે ઇચ્છુક લોકોને આમંત્રે છે. આ પોસ્ટ તેના જેવા જ અન્ય ચાર લોકોને આકર્ષે છે અને તેઓ આ યાત્રામાં જોડાય છે. દિલ્હીથી શરૂ થઈ મનાલી અને ત્યાર બાદ લદ્દાખ સુધી પહોંચતી આ યાત્રા દુર્ગમ પહાડી રસ્તાઓ, પૂરઝડપે વહેતી નદીઓ, વનરાજીથી છલોછલ જંગલો જેવાં અનેક પ્રાકૃતિક સ્થળોનો અનુભવ તો કરાવે જ છે, સાથે બદલાતા હવામાન અને અણધારી મુસીબતો દ્વારા આત્મબળની પરીક્ષા પણ લે છે. એકબીજાથી સાવ અપરિચિત એવા પાંચ લોકો સફર દરમિયાન એકબીજાને અને પોતાની જાતને ઓળખવાની શરૂઆત કરે છે. કોઈને સ્વજન ગુમાવ્યાનું દુઃખ છે, કોઈને જીવનમાં કંઈ ન કરી શકવાનો રંજ છે. કોઈને પોતાના પર આત્મવિશ્વાસ નથી તો કોઈને સાહસ કરતાં ડર લાગે છે. ધીમે ધીમે રસ્તાઓ અને પરિસ્થિતિઓ સાથે તાલમેલ સાધતા આ સવારોની અંદર પરિવર્તનની શરૂઆત થાય છે. જીવનનો અર્થ આગળ વધવામાં છે, પહોંચવામાં નહીં. આ વાતની સતત પ્રતીતિ કરનાર આ સવારોના મનમાં જાગૃતિનો અહેસાસ થાય છે. પોતપોતાની પરિસ્થિતિની સાંકળમાં બંધાયેલા આ મુસાફરો તેમના આંતરિક સંઘર્ષોથી ઉપર ઊઠીને કેવી રીતે પોતાની મંઝિલ પ્રાપ્ત કરે છે તેની આ કથા છે. સરળ અને સહજ શૈલીમાં લખાયેલી આ કથામાં સ્થળોનાં તેમ જ પાત્રોનાં વર્ણનો તાજાં અને સ્પર્શી જાય તેવાં છે. યાત્રા દરમિયાન દરેક પાત્રની મનોસ્થિતિને બાહ્ય પ્રાકૃતિક પ્રતીકો સાથે સાંકળી લેખકે અનેરી ભાવસૃષ્ટિ સર્જી છે. પાત્રોની એકબીજા પ્રત્યેની લાગણી, આદર અને સમજ આંતરપાત્રીય સંવેદના ઊભી કરી જકડી રાખે છે. બાઇકસવારીથી શરૂ થયેલી આ સાહસિક યાત્રા અંતે પાત્રોની અને વાચકોની આંતરદૃષ્ટિ ખોલતી એક પ્રેરકકથા બની રહે છે. સાહસ કરવા માગતા અથવા તો સાહસ કરવાથી અચકાતા લોકો માટે આ કથા પ્રેરણાદાયી બની રહેશે.

₹400.00

  • Pages: 232 pages
  • Language: Gujarati
  • Binding: Paperback
  • Type: Travelogue
  • Dimensions: 22.50 cm x 14.40 cm
  • Weight: 281 gm
scroll-top