logo
Your Cart

Loading cart...

શર (Poetry)

શર

રાધિકા પટેલ

પ્રિય વ્યક્તિ પ્રત્યેનો લગાવ, તેને મેળવવાની ઝંખનાને આપણે સાદી ભાષામાં પ્રેમ કહીએ છીએ.અને આપણી ઇન્દ્રિયો જગતમાં જે જે અનુભવતી હોય છે તે આપણી સંવેદનસૃષ્ટિ છે. અંગત પ્રેમ અનુભૂતિ અને અનુભવેલાં માનવીય સંવેદનોને કાવ્યસ્વરૂપ આપે છે કવયિત્રી રાધિકા પટેલ નવા અછાંદસ કાવ્યસંગ્રહ ‘શર’માં વાંચવામાં ખૂબ જ સરળ અને સહજ લાગતાં આ કાવ્યો પાછળની અભિવ્યક્તિ તીવ્ર અને વેધક છે. કાવ્યના ચાલકબળ તરીકે ઉપયોગમાં લેવાતાં પ્રતીકોને‌ અદ્ભુત કથાનકમાં પરિવર્તિત કરી કવયિત્રીએ તેને સંપૂર્ણ રીતે ખેડ્યાં છે અને હૃદયસ્પર્શી અનુભૂતિ કરાવી છે. કાવ્યોના વિષયો પ્રેમ, વિરહ કે ઝંખના સુધી સીમિત ના રહેતાં પ્રકૃતિ, સમાજજીવનની વિડંબણા, દુન્યવી વાસ્તવિકતા‌ અને વિરોધાભાસ જેવા વિષયોને પણ આવરી લે છે. પોતાના ગમતા પાત્ર પર મન મૂકીને વરસવા, તેને ઠપકો આપવા, તેની સાથે ઝઘડવા અને તેના પર હક જમાવી ફરિયાદ કરવા કવયિત્રી કાવ્યોનો સહારો લે છે. દરેક કાવ્યનો ઉઘાડ સંવેદનના કોઈ અનોખા સ્તરેથી થતો જોવા મળે છે. ત્યાર બાદ એ સંવેદનમાં આવેલા ઉતાર-ચઢાવ અને ભાવપલટાને વાચા આપી કવયિત્રી સંવેદનસૃષ્ટિની સમગ્ર યાત્રા કરાવે છે. કાવ્યોમાં થયેલાં કથનોમાં આગવી રચનાત્મકતા ઊડીને આંખે વળગે છે. અને દરેક કથાનક ભાવોનું આગવું ચિત્ર ખડું કરે છે. કાવ્યોમાં કરાયેલાં કલ્પનો ભલે આભાસી લાગતાં હોય, પરંતુ તેમાં મુકાયેલા ભાવો વાસ્તવિક ધરાનો આધાર છોડતા નથી. સમજણની દૃષ્ટિએ ગૂઢ બની જતો કાવ્યાર્થ ભલે અંગત લાગતો હોય, પરંતુ અંતે તો ભાવક સાથે એકસૂત્રતા સાધી તેને ચોટ પહોંચાડી જાય છે. માનવસંવેદનોના વિવિધ સ્તરેથી માણી-પ્રમાણી જાત અને જગત પ્રત્યેની લાગણીઓ ઠાલવવા માટે લખાયેલાં કાવ્યો વાચકનાં વણસ્પર્શ્યાં સંવેદનને જીવંત કરી મૂકશે.

₹350.00

  • Pages: 134 pages
  • Language: Gujarati
  • Binding: Paperback
  • Type: Poetry
  • Dimensions: 22.80 cm x 19.40 cm
  • Weight: 228 gm

Books from same Author

scroll-top