Details

  1. home
  2. Products
  3. હૈયાને દરબાર

હૈયાને દરબાર

Haiya ne Darbar

By: Nandini Trivedi
₹775.00

નરસિંહનાં પ્રભાતિયાંથી લઈને મીરાંનાં ભજનો સુધી, મેઘાણીનાં શૌર્યગીતોથી લઈને પાનબાઈનાં ભક્તિગીતો સુધી, કૃષ્ણગીતો હોય કે વર્ષાગીતો, ગઝલ, નજમ કે ફિલ્મીગીતો, રાસગરબા કે લગ્નગીતો ગુજરાતી ગીત-સંગીતનું ફલક અસંખ્ય સુમધુર ગીતોના મેઘધનુષી રંગોથી હર્યુંભર્યું છે. આદિકવિ નરસૈંયાથી લઈને કવિ રમેશ પારેખ સુધીના કવિઓએ પોતાની કલમની શાહીથી આ ગીતોને સીંચ્યાં છે. અવિનાશ વ્યાસ, પુરુષોત્તમ ઉપાધ્યાયથી લઈને આશિત દેસાઈ, શ્યામલ-સૌમિલ સુધીનાં સંગીતકારોએ આ ગીતોમાં સૂરોના પ્રાણ પૂર્યા છે. અને એટલે જ સંગીતના કાર્યક્રમથી લઈને લગ્નની સંગીતસંધ્યા સુધી, ગરબાથી લઈને પ્રાર્થનાસભાઓમાં આ ગીતો પેઢી દર પેઢી ગવાતાં આવ્યાં છે અને લોકમુખે જીવતાં રહ્યાં છે. ગુજરાતી ભાષાનાં આવાં જ સવાસોથી વધુ સદાબહાર ગીતોનો આસ્વાદ કરાવે છે ગીત-સંગીતનાં મર્મી નંદિની ત્રિવેદી પોતાના નવા પુસ્તક ‘હૈયાને દરબાર’માં. સામાજિક રિવાજોમાં રહેલા માનવસંવેદનોને વાચા આપતી આ હૃદયસ્પર્શી રચનાઓનાં સર્જનની રસપ્રદ વાતો, તેના સર્જકોની મુલાકાતો, નિષ્ણાતોના અભિપ્રાયો અને સંવાદો દ્વારા ગુજરાતી ગીતસંગીતની પ્રાચીનથી લઈને અર્વાચીન યાત્રાનો આસ્વાદ કરાવતું આ પુસ્તક દરેક ગુજરાતી માટે એક ઐતિહાસિક દસ્તાવેજ સાબિત થશે.

Product Details

  • Pages:488 pages
  • Language:Gujarati
  • Format:Hardback

Similar Books

View All