Details

  1. home
  2. Products
  3. મતદાન કેન્દ્ર પર ઝોકું

મતદાન કેન્દ્ર પર ઝોકું

Matdaan Kendra par Jhoku

By: Daksha Patel
₹125.00

આ કવિતાઓ એક  કવિનો પક્ષ લે છે જેને કેદારજી એકવીસમી સદીના બીજા દશકમાં આવીને પક્ષહીન થઈ ગયેલા આપણને સોંપી રહ્યા છે. આ કવિતાઓ હિંસાના વિશાળ પડદા આગળ એક મનુષ્યના હિંસક હોવાનો અસ્વીકાર કરે છે – જોવામાં બહુ વિનમ્ર, વિનીત પણ ચટ્ટાનજેવા સખત, દૃઢ અને નિર્ણાયક. જરૂર નથી કે તેમની સૂચિમાં આપણું નામ હોય જ, જેમનું નામ કોઈ સૂચિમાં નથી, તેમની પણ એક દુનિયાછે, જેનું નેતૃત્વ વૃક્ષો કરે છે અને પરસ્પર અથડાતા સત્તાના કાળા-પીળા-સફેદ નારાઓથી ઊલટું જેની પાસે પૃથ્વીના સૌથી સટીક અને સૌથી સુંદર નારાઓ છે. એ નારાઓ જે નદીઓને તેમનું પાણી, કીડીઓને તેમના દર અને આંખોને તેમનું ઝોકું પાછું આપવાની પેરવી કરી રહ્યાં છે. આ વાંચતા આપણને આ વાજરહિત નારાઓની તાકાતનો અનુભવ થાય છે.  કેદારજી હવે આપણી વચ્ચે નથી, તેમની કવિતાઓનું આ સંકલન એક વારસાની જેમ આપણી પાસે રહેશે જેમાં જગતની સૌથી મૂલ્યવાન વસ્તુ માનવતાની દેખરેખની જવાબદારી તેઓ આપણને સોંપી રહ્યા છે. 

Product Details

  • Pages:60 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Similar Books

View All