Details

  1. home
  2. Products
  3. વસ્તુપર્વ

વસ્તુપર્વ

Vastuparv

By: Rajendra Patel
₹150.00

માણસ જીવંત છે કારણ કે ચેતનની સાથે જડ પદાર્થો સાથે એને નિસબત છે. જીવવા માટે ઉપયોગમાં આવેલી, લેવાયેલી, લેવાતી રહેલી વસ્તુઓ સાથે લાગણી જોડાય છે તેથી એ એ વસ્તુનું જીવનમાં મૂલ્ય ઊભું થાય છે અથવા સ્મૃતિમાં જડાયેલી રહે છે. રાજેન્દ્ર પટેલ એમ કહે છે કે, “આપણી જેમ, વસ્તુજગત અણુપરમાણુનો જથ્થો તો છે જ, એ ઉપરાંત એની પણ એક ચેતના હોય છે. પેલા અણુમાં રહેલા ઇલેક્ટ્રોન પ્રોટોનની ગતિની જેમ એ મનમાં નવા આકાર સર્જે છે.” કવિચિત્તમાં વસ્તુપદાર્થોના ઝિલાયેલા આકારો કાવ્યસંવેદનરૂપે અહીં રજૂ થયા છે. આ કાવ્યોમાં માળિયું, પૂતળું, રૂમાલ, ગ્લાસ, ટાંકણી, બૂટ, ડસ્ટબીન, માટલું, પોટલું એમ અનેક વસ્તુઓ અવનવા રૂપે પમાય છે.

Product Details

  • Pages:112 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Books From Same Author

View All

Similar Books

View All