Details

  1. home
  2. Products
  3. કુંભલગઢ

કુંભલગઢ

Kumbhalgadh

By: Harish Meenashru
₹200.00

કાવ્યસંગ્રહ ‘કુંભલગઢ’માં મુખ્યત્વે ગદ્યકાવ્યો અને અછાંદસ રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘થોડી અઘરી બાળવાર્તાઓ’, ‘સૃષ્ટિમંડાણની કથાઓ’, ‘વિવેચક વિષે એક બોધકથા’, ‘એક રણાખ્યાયિકા’ કે ‘હિમાખ્યાન’ જેવાં શીર્ષકો - ઉપશીર્ષકો ઇંગિત કરે છે તેમ આ કાવ્યોનાં કવન પર કથાકથનનો પાસ બેઠેલો છે. કવિએ નોંધ્યું છે એ રીતે સ્થળવિશેષનાં કાવ્યોમાં પ્રવાસી/નિવાસી કવિ ‘એ સ્થળનું પરાત્પર રૂપ શબ્દો વડે તાદૃશ કરવા મથે છે’. ‘મુમૂર્ષુની વિલાપિકાઓ’માં કવિ આપણા રુગ્ણ દેશકાળ અને મનુષ્યજાતિની મરણમુખી હયાતીના જીવલેણ સંઘર્ષનું યથાતથ નિરૂપણ સન્નિપાતના તારસ્વરે કરે છે. ‘કુંભલગઢ’ના પાઠનું - textનું ઘડતર-જડતર કવિએ period poetryની જેમ ઝીણવટથી કર્યું છે ને ભાવકને પણ એ ભૂમિકાએ જ એનું પઠન કરવા ભલામણ કરી છે. અંતિમ ‘હિમાખ્યાન’નું કથાવસ્તુ ભલે ખ્યાત મહાપ્રસ્થાનપર્વનું હોય, કવિ palimpsest જેવો કાવ્યપ્રપંચ રચે છે. (Palimpsest એટલે એક એવી હસ્તપ્રત, જેમાં મૂળ લખાણ પર ફરી કશું લખવામાં આવ્યું હોય, છતાં નીચેનુ લખાણ પણ ઝાંખુપાંખું વંચાતું હોય) એ કથાનકની તળે છદ્મરૂપે રહેલા વિરાટપર્વના છદ્મવાસના સંકેતો ઉકેલવા ઝીણી આંખ કરવાનું સૂચવે છે.

Product Details

  • Pages:136 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Books From Same Author

View All

Similar Books

View All