Details

  1. home
  2. Products
  3. કરાર

કરાર

Karaar

By: Rajendra Patel
₹150.00

“કરાર” એટલે બે પક્ષકારો વચ્ચે થયેલ સમજૂતીનો લેખિત પુરાવો. જેમાં એક પક્ષકારની દરખાસ્ત અને બીજાની સ્વીકૃતિને કાયદાકીય મહોર મારવામાં આવે છે. પરંતુ કુદરત અને માનવી વચ્ચે પણ એક વણલખ્યો કરાર અસ્તિત્વ ધરાવે છે. જે અનુસાર કુદરત વગર કોઈ અપેક્ષાએ માત્ર વિશ્વાસની રુએ માનવીને શ્વાસ, જળ, કિરણો, અન્નની ભેટ આપે છે. કુદરત અને માનવી વચ્ચેનાં આ મૂક કરારને સંવેદનશીલ શૈલીમાં વાચા આપીને એક અનેરું ભાવવિશ્વ રચે છે કવિ રાજેન્દ્ર પટેલ.

રોજીંદા જીવનની ઘટમાળ, વસ્તુઓ કે આપણી આસપાસના પાત્રો જેને આપણે અવગણતા હોઈએ છીએ જેને કવિએ પોતાના કાવ્યોનો વિષય બનાવ્યા છે. જેમ કે બારી, દર્પણ, અંધારું, દડો, ટાયર, કડિયો, મોચી, વૃક્ષ, પગથિયાં, વગેરે. સાવ સામાન્ય લાગતાં આ દ્રશ્યો કવિની નજરે ચડીને કાવ્યનું સ્વરૂપ પામ્યાં છે.

પ્રસ્તુત સંગ્રહમાં દરેક કાવ્યનું પોતાનું અલગ ભાવવિશ્વ છે. જે ભાવકને આંગળી પકડીને કાવ્યતત્વ તરફ દોરી જાય છે અને આસ્વાદ પછી ભાવકને ચોટદાર અનુભૂતિ કરાવે છે. સરળ શબ્દો અને સહજ પ્રસ્તુતિ સાથે સર્જાયેલા આ કાવ્યો ભાવકને જીંદગી પ્રત્યેનો અલગ પરિપ્રેક્ષ્ય આપી એનાં હૃદયને સંવેદનશીલતાથી તરબતર કરી મૂકે છે . 

સાવ સાધારણ લાગતા પ્રતીકો સાથે અસાધારણ રચનાઓ નીપજાવી આજના વાચકને સ્પર્શે તેવા કાવ્યોનો સંપૂટ “કરાર” કવિ રાજેન્દ્ર પટેલની જીવન પ્રત્યેની સૂક્ષ્મ સંવેદનાઓનો દસ્તાવેજ છે. જે સર્જક અને ભાવક વચ્ચે અનેરો ભાવસેતુ બાંધશે.

Product Details

  • Pages:80 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Books From Same Author

View All

Similar Books

View All