logo

કહી દોને આઇ લવ યૂ (Self Help)

કહી દોને આઇ લવ યૂ

કાજલ ઓઝા વૈદ્ય

લગ્ન પહેલાં એકબીજા વગર ન રહી શકતી બે વ્યક્તિઓ લગ્ન પછી એકબીજા સાથે શા માટે રહી નથી શકતી?
લગ્ન વિશેના ખ્યાલોમાં ઘણા વિરોધાભાસ જોવા મળે છે. આજના આધુનિક યુગમાં લગ્નસંબંધોમાં ઘણા ઉતાર-ચડાવ જોવા મળે છે.
ક્યારેક લગ્નજીવન એવા પ્રશ્નોથી ઘેરાઈ જાય છે જેની ચર્ચા સમાજના ડરથી આપણે કરતાં અચકાઈએ છીએ.
આવા જ પ્રશ્નોને વાચા આપી પ્રેમ અને સ્વીકારની ભાવના સાથે લગ્નજીવનને સુખી કેવી રીતે બનાવી શકાય એ વિશે વાત કરે છે લોકપ્રિય લેખક કાજલ ઓઝા વૈદ્યની કલમે લખાયેલું પુસ્તક ‘કહી દો ને આઇ લવ યૂ’.
આ પુસ્તકમાં લગ્નજીવનમાં પ્રવેશતો માલિકીભાવ, અપેક્ષાઓનો બોજ, એકબીજા પર વિશ્વાસનો અભાવ, શંકાશીલ વર્તન અને વધતી જતી કડવાશનું તટસ્થ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
નાની-નાની બાબતોના લીધે છૂટાછેડા સુધી પહોંચી જતાં આજનાં યુગલોને પ્રેમની સાચી પરિભાષા સમજાવી એકબીજાને મર્યાદાઓ સાથે સ્વીકારવા પર ભાર મૂકે છે આ પુસ્તક.
પુસ્તકના અંતે મૂકવામાં આવેલા સેલ્ફ ઍનાલિસિસના સવાલો દ્વારા વાચકોને પોતાના સંબંધો વિશે ગંભીરતાથી વિચારતા કરી મૂકે છે.    
પરસ્પર સ્વીકાર દ્વારા તૂટતા સંબંધોને બચાવી શકવાનો માર્ગ બતાવતું આ પુસ્તક આત્મનિરીક્ષણ દ્વારા એક નવી શરૂઆત કરવા પ્રેરે છે.

₹450.00

  • Pages: 248 pages
  • Language: Gujarati
  • Binding: Paperback
  • Type: Self Help
  • Dimensions: 25.20 cm x 16.40 cm
  • Weight: 332 gm

Books from same Author

scroll-top